માત્ર 50 પૈસામાં ટી-શર્ટ વેચતો હતો દુકાનદાર, પોલીસને બંધ કરાવવી પડી દુકાન

News18 Gujarati
Updated: October 25, 2021, 12:30 PM IST
માત્ર 50 પૈસામાં ટી-શર્ટ વેચતો હતો દુકાનદાર, પોલીસને બંધ કરાવવી પડી દુકાન
Viral News: આ અંતર્ગત લગભગ એક હજાર ટી-શર્ટ વેચાણ માટે રાખવામાં આવી હતી. તેમને 50 પૈસામાં વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Viral News: આ અંતર્ગત લગભગ એક હજાર ટી-શર્ટ વેચાણ માટે રાખવામાં આવી હતી. તેમને 50 પૈસામાં વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

  • Share this:
માર્કેટિંગ એક કળા છે, જેના કારણે વ્યક્તિ તેના વ્યવસાયમાં ઘણી પ્રગતિ કરે છે. જો માર્કેટિંગ ટેકનિક યોગ્ય હોય, તો એક નાનો વ્યવસાય પણ એક ક્ષણમાં સફળતાની ઊંચાઈ પર પહોંચી જાય છે. વધુને વધુ પ્રોડક્ટ વેચવા માટે કરવામાં આવતો સેલ પણ આ માર્કેટિંગનો એક ભાગ છે. વેચાણમાં, ઉત્પાદનની કિંમત ઘટાડીને તેનું વેચાણ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ જો આ વ્યૂહરચના તમને પોલીસના ચક્કરમાં ફસાવી દે તો? આવો જ એક કિસ્સો, તમિલનાડુમાંથી (Tamilnadu) પ્રકાશમાં આવ્યો છે. અહીં એક કપડાની દુકાનના વેપારીએ ભીડને કારણે પોતાની દુકાન બંધ કરવી પડી હતી.

50 પૈસામાં એક ટી-શર્ટ

મળતી માહિતી મુજબ, તમિલનાડુના તિરુચીમાં એક દુકાનદારે પોતાની દુકાનના ઉદ્ઘાટન સમયે આવી ઓફર મૂકી કે, ત્યાં લોકોની ભારે ભીડ થઇ ગઇ. આ પછી એટલો હંગામો થયો કે, પોલીસે આવીને દુકાન બંધ કરાવવી પડી. આ દુકાન 21 નવેમ્બરે ખુલ્લી હતી. અહીં અપાયેલી ઓફર હેઠળ, એક ટી-શર્ટ 50 પૈસામાં (50 Paisa TShirt) વેચવામાં આવી રહી હતી. આવી સ્થિતિમાં દુકાન ખુલવાની સાથે જ ત્યાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. વાસ્તવમાં, દુકાન ખોલતા પહેલા જ, જાહેરાત દ્વારા દરેક જગ્યાએ ઓફર જણાવવામાં આવી હતી. આવી સ્થિતિમાં દુકાનનું શટર ખુલે તે પહેલા જ ત્યાં ભીડ થઇ ગઇ હતી.

એક વાગે ફરીથી દુકાન શરૂ કરી

જણાવવામાં આવી રહ્યું છે કે, સવારે 9 વાગે દુકાન ખુલતાની સાથે જ ત્યાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકો 50 પૈસામાં ટી-શર્ટ મેળવવા માટે હોબાળો મચાવવા લાગ્યા હતા. જોતજોતામા એટલી ભીડ થઇ ગઇ કે, લોકો રસ્તા સુધી દુકાનની બહાર કતારમાં ઉભા હતા. ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પોલીસ બોલાવવી પડી હતી. ભીડને જોતા પોલીસે દુકાન બંધ કરાવી દીધી. ઘણી ચર્ચા બાદ બપોરે એક વાગ્યે દુકાન ફરી ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી.

આ પણ વાંચો - Weird: પોતાને જાદુગરની માને છે સ્ત્રી, 4 વર્ષની ઉંમરથી ભૂત-પ્રેત સાથે છે સંબંધએક હજાર ટી-શર્ટ 50 પૈસામાં આપવા રાખી હતી

દુકાનદારની ઓળખ હકીમ મોહમ્મદ તરીકે થઈ હતી. હકીમે પોતાની દુકાનના પ્રમોશન માટે આ ઓફર રાખી હતી. આ અંતર્ગત લગભગ એક હજાર ટી-શર્ટ વેચાણ માટે રાખવામાં આવી હતી. તેમને 50 પૈસામાં વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં એટલી ભીડ હતી કે, માત્ર સો ટી-શર્ટ જ વેચાઈ શકી. લોકો ત્યાં 50 પૈસાનો સિક્કો લઈને આવ્યા હતા. પરંતુ થોડા કલાકો પછી દુકાન બંધ થઈ ત્યાં સુધીમાં ઓફર પૂરી થઈ ગઈ હતી. લોકો પણ માસ્ક વગર ભીડમાં આવી ગયા. આવી ભીડને કારણે, કોરોનાના ભયને જોતા દુકાન બંધ કરવી પડી હતી.
Published by: Kaushal Pancholi
First published: October 25, 2021, 12:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading