શિક્ષક-વિદ્યાર્થીના અભિવાદનની આવી અનોખી રીત ક્યાંય નહીં જોઈ હોય, સોશિયલ મીડિયા પર video viral

News18 Gujarati
Updated: December 5, 2021, 1:42 PM IST
શિક્ષક-વિદ્યાર્થીના અભિવાદનની આવી અનોખી રીત ક્યાંય નહીં જોઈ હોય, સોશિયલ મીડિયા પર video viral
અત્યારસુધીમાં આ વિડીયોને 3.1 કરોડથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે. (video grab)

Student teacher viral video: સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલા શિક્ષક ક્લાસના બાળકોનો ઉત્સાહ વધારવા માટે તેમનું અનોખી રીતે સ્વાગત કરી રહી છે. અત્યારસુધીમાં આ વિડીયોને 3.1 કરોડથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે.

  • Share this:
નવી દિલ્હી. સરકાર હંમેશા એ બાબતે પ્રયત્નશીલ હોય છે કે બાળકોની પરીક્ષામાં ગુણવત્તાનો પણ ખ્યાલ રાખવામાં આવે. આ સાથે બાળકોનું સ્કૂલમાં મન લાગે, તેમને ભણતર બોજ કરતાં વધારે મોજ લાગે! આ માટે શાળાના શિક્ષકો સજાગતાથી કામ કરે તો શાળાના બાળકોના ‘અચ્છે દિન’ આવવામાં વાર નથી લાગતી. આવો જ એક વિડીયો વાયરલ (student teacher viral video on social media) થઈ રહ્યો છે જેમાં મહિલા શિક્ષક ક્લાસના બાળકોનો ઉત્સાહ વધારવા માટે તેમનું અનોખી રીતે સ્વાગત કરી રહી છે. સોશ્યલ મીડિયા પર આમ તો પ્રકાર-પ્રકારના વિડીયો વાયરલ થતાં હોય છે, પણ અમુક વિડીયો એવા હોય છે જે કંઈક શીખવી પણ જાય છે.

અહીં વિડીયોમાં જોઈ શકાય છે કે ક્લાસ ટીચરે (teacher unique technique to greet students) વર્ગની બહાર એક પોસ્ટર લગાવી રાખ્યું છે જેના પર અલગ અલગ આકૃતિઓ બની છે. સ્ટુડન્ટ જેના પર હાથ રાખે છે ટીચર તેમને એ જ રીતે વિશ કરી રહી છે. આ વિડીયો સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થઈ રહ્યો છે.

37 સેકન્ડના આ વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યારે કોઈ બાળક પોસ્ટર પર બનેલા દિલ પર હાથ રાખે છે તો ટીચર તેમને ભેટીને અભિવાદન કરે છે. જ્યારે કોઈ બાળક ડાન્સ કરવાવાળી આકૃતિ પર હાથ મૂકે છે તો ટીચર તેમની સાથે ડાન્સ કરે છે. તો કોઈ બાળક નમસ્તે પર હાથ મૂકે છે તો સામે એ શિક્ષિકા હાથ જોડીને ક્લાસમાં સ્વાગત કરે છે.શિક્ષિકાની આ અનોખી રીત વિડીયો જોનારાને બહુ પસંદ આવી છે અને તેઓ આ માટે તેમની પ્રશંસા કરી રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે બાળકો આ માટે બહુ ઉત્સાહિત છે અને જોશભેર ક્લાસમાં એન્ટ્રી કરી રહ્યા છે.

આ પણ વાંચો: ટ્રકની પાછળ શા માટે લખ્યું હોય છે Horn OK Please? બહુ મજેદાર છે તેની પાછળનું કારણ

સોશ્યલ મીડિયા પર લોકો આ વિડીયોને ખૂબ રિટ્વિટ કરી રહ્યા છે. એક યુઝરે ટ્વિટ કરીને લખ્યું છે કે- ‘દુનિયામાં સૌથી સારી ટીચર. તેમના વિદ્યાર્થીઓ એ નક્કી કરી રહ્યા છે કે તેઓ પોતાના દિવસની શરૂઆત કી રીતે કરશે.’ અત્યારસુધીમાં સોશ્યલ મીડિયા પર આ વિડીયોને 3.1 કરોડથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે.
Published by: Nirali Dave
First published: December 5, 2021, 1:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading