કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીઃ થરુરનો આત્મવિશ્વાસ વધ્યો, કહ્યું- કોઈ નથી ટક્કરમાં, ગાંધી પરિવારનો સપોર્ટ મારી સાથે

News18 Gujarati
Updated: September 26, 2022, 4:20 PM IST
કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીઃ થરુરનો આત્મવિશ્વાસ વધ્યો, કહ્યું- કોઈ નથી ટક્કરમાં, ગાંધી પરિવારનો સપોર્ટ મારી સાથે
શશિ થરુરનો દાવો- કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં તેમને ગાંધી પરિવારનો સપોર્ટ છે. (ફાઈલ તસ્વીર)

રાજસ્થાન કોંગ્રેસમાં સર્જાયેલા સંકટ પછી હવે શશિ થરુરનો હોસ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને વધી ગયો છે. કોંગ્રેસના લોકસભા સાંસદ શશિ થરુરે દાવો કર્યો છે કે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે તેમને ગાંધી પરિવારનું સમર્થન પ્રાપ્ત છે. થરુરે કહ્યું કે કેરળ અને દેશના બાકીના હિસ્સાઓમાંથી કોંગ્રેસ પાર્ટીના મોટાભાગના કાર્યકર્તાઓ તેમનું સમર્થન કરી રહ્યાં છે.

  • Share this:
નવી દિલ્હીઃ રાજસ્થાન કોંગ્રેસમાં સર્જાયેલા સંકટ પછી હવે શશિ થરુરનો હોસ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને વધી ગયો છે. કોંગ્રેસના લોકસભા સાંસદ શશિ થરુરે દાવો કર્યો છે કે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે તેમને ગાંધી પરિવારનું સમર્થન પ્રાપ્ત છે. થરુરે કહ્યું કે કેરળ અને દેશના બાકીના હિસ્સાઓમાંથી કોંગ્રેસ પાર્ટીના મોટાભાગના કાર્યકર્તાઓ તેમનું સમર્થન કરી રહ્યાં છે. તેમણે દાવો કર્યો છે કે તેમનો વિરોધ કરનારાઓમાં ખાસ કોઈ દમ નથી. કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણીમાં તેમની સામે ટક્કર આપનાર કોઈ નથી.

મોટાભાગના કાર્યકર્તાઓનું સમર્થન


એમ કહેવાઈ રહ્યું છે કે તિરુવનંતપુરના સાંસદ થરુરનો મુકાબલો 17 ઓક્ટોબરે થનારી AICC અધ્યક્ષની ચૂંટણીમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત સાથે થઈ શકે છે. થરુરનું કહેવું છે કે જ્યારે હું મારું નોમિનેશન જમા કરાવીશ તો તમને એ સમર્થન જોવા મળશે, જે મને મળી રહ્યું છે. મને મોટાભાગના રાજ્યોની પાર્ટીના કાર્યકર્તાઓનું સમર્થન મળે છે, તો હું ચૂંટણીમાં મેદાન મારીશ. થરુરે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે દેશમાં વિવિધ હિસ્સાઓમાંથી ઘણા લોકોએ મને ચૂંટણી લડવાનુ કહ્યું છે.

તસ્વીર 30 સપ્ટેમ્બર પછી જ સ્પષ્ટ થશે
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે અરજી દાખલ કરવા માટે સમગ્ર સપ્તાહ સુધી નોમિનેશન લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેની શરૂઆત થયા પછી થરુરે શનિવારે પોતાનું નોમિનેશન ફોર્મ પ્રાપ્ત કરી લીધું હતું. થરુરે એ પણ કહ્યું કે તે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવામાં રુચિ રાખે છે. જોકે અસલી તસ્વીર 30 સપ્ટેમ્બર પછી જ સ્પષ્ટ થશે. જે નોમિનેશન જમા કરવાની છેલ્લી તારીખ છે.

19 ઓક્ટોબરે થશે વોટની ગણતરી

ગત સોમવારે શશિ થરુરે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી અને કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કોંગ્રેસના ઈન્ટરિમ અધ્યક્ષે કહ્યું કે તે ચૂંટણીમાં તટસ્થ રહેશે. અશોક ગહલોત કોંગ્રેસના અધ્યક્ષ ચૂંટાવવા અંગેની શક્યતા કારણે રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર અસર થશે કે કેમ તે અંગે પણ શશિ થરુરે ટિપ્પણી કરવાથી ઈન્કાર કર્યો છે. કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી માટે વોટની ગણતરી 19 ઓક્ટોબરે થશે. 9000થી વધુ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રતિનિધ તેના માટે વોટિંગ કરશે.
Published by: Vrushank Shukla
First published: September 26, 2022, 4:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading