દુલ્હને હવામાં ફાયરિંગ કરીને જાનૈયાઓનું કર્યું સ્વાગત, દુલ્હાના ઊડી ગયા હોશ

News18 Gujarati
Updated: June 1, 2021, 8:11 AM IST
દુલ્હને હવામાં ફાયરિંગ કરીને જાનૈયાઓનું કર્યું સ્વાગત, દુલ્હાના ઊડી ગયા હોશ
દુલ્હને જયમાલા પહેલા હવામાં ફાયરિંગ કરતાં દુલ્હો ચોંકી ગયો, વીડિયો વાયરલ થતાં પોલીસ થઈ દોડતી

દુલ્હને જયમાલા પહેલા હવામાં ફાયરિંગ કરતાં દુલ્હો ચોંકી ગયો, વીડિયો વાયરલ થતાં પોલીસ થઈ દોડતી

  • Share this:
રોહિત સિંહ, પ્રતાપગઢ. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના પ્રતાપગઢ (Pratapgarh) જિલ્લામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં સોશિયલ મીડિયા (Social Media) પર ફાયરિંગબાજ દુલ્હનિયા (Bride)નો એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ વાયરલ વીડિયોમાં દુલ્હન સ્ટેજ પર જતા પહેલા રિવોલ્વરથી ફાયરિંગ (Firing) કરતી જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ લગ્ન સમારોહમાં દુલ્હન આ ફાયરિંગ કરી રહી છે. ફાયરિંગબાજ દુલ્હનનું કૃત્ય જોઈને જાનૈયાઓ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. દુલ્હા (Groom)ના પણ હોશ ઊડી ગયા, પરંતુ દુલ્હને ફાયરિંગ કરી લગ્નની ખુશીને વ્યક્ત કરવામાં કોઈ કસર છોડી નહીં.

વાયરલ વીડિયો જેઠવારા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા લક્ષ્મણપુર ગામનો હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ 30 મેની સાંજે રામગયા પાંડેયની દીકરીના લગ્ન હતા. આ દરમિયાન દુલ્હને સ્ટેજ પર લાઇસન્સવાળી રિવોલ્વરથી સેલિબ્રેટરી ફાયરિંગ (Celebratory Firing) કર્યું.

આ પણ વાંચો, રસ્તા કિનારે જોવા મળી અજબ પ્રકારની આકૃતિ! કોઈએ કહ્યું એલિયન, કોઈએ ભૂત

હવે કોરોના કાળમાં દુલ્હને કાયદાનું જાહેરમાં ઉલ્લંઘન કરતાં ફાયરિંગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કોર્ટ દ્વારા મનાઈ હોવા છતાંય પ્રતાપગઢમાં સેલિબ્રેટરી ફાયરિંગની ઘટના રોકાવાનું નામ નથી લઈ રહી.

આ પણ વાંચો, આ પથ્થરની કિંમત છે 1 અબજ 32 કરોડ રૂપિયા, નાનો ટુકડો પણ બદલી દેશે કિસ્મત

વીડિયો વાયરલ થયા બાદ પોલીસ ફાયરિંગબાજ દુલ્હનની ઓળખ નથી કરી શકી. પોલીસે વીડિયોની તપાસ તેજ કરતાં વીડિયો અને દુલ્હનને ઓળખી પાડવાની વાત કહી છે. બીજી તરફ આ વીડિયોમાં એક પરિજન દ્વારા દુલ્હનને રિવોલ્વર આપવામાં આવે છે. દુલ્હન હાથ ઉપર કરીને રિવોલ્વરથી ફાયરિંગ કરે છે. ત્યારબાદ દુલ્હો હાથ પકડીને દુલ્હનને સ્ટેજ પર લઈ જાય છે. ત્યારબાદ જયમાલાની વિધિ પૂરી થાય છે. પરંતુ દુલ્હને ફાયરિંગ કરતાં જોઈને દુલ્હો પણ ચોંકી ગયેલો જોવા મળ્યો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાનો વિષય બની ગયો છે. રિવોલ્વર દુલ્હન રાનીના ફાયરિંગવાળા સ્વાગતથી તમામ જાનૈયા અચંબામાં છે.
Published by: Mrunal Bhojak
First published: June 1, 2021, 8:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading