12 વર્ષ પહેલા રજાઓ માણવા કેરળ આવ્યું હતું કપલ, 140 કૂતરાને લીધા દત્તક


Updated: April 28, 2021, 6:29 PM IST
12 વર્ષ પહેલા રજાઓ માણવા કેરળ આવ્યું હતું કપલ, 140 કૂતરાને લીધા દત્તક
પશુ પ્રેમી બ્રિટીશ

52 વર્ષીય મૈરી RSPCA (રોયલ સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ)માં વોલન્ટીયર હતા અને 62 વર્ષીય સ્ટીવ રિટાયર થયા પહેલા બ્રાડફોર્ડમાં મેન્યુફેક્ચરિંગ બિઝનેસ કરતા હતા.

  • Share this:
કેરળઃ પાલતુ પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ (animals love) લોકોને સ્થળાંતર કરવા મજબૂર પણ કરે છે. બ્રિટનનું એક કપલ (Britain couple) રજાઓમાં ભારત આવ્યું હતું અને હવે તે એક દાયકાથી ભારતમાં જ રહે છે. તેમને કેરાળના (kerala) કોવલ્લમમાં સ્ટ્રીટ ડોગ (Street Dog) સાથે રહેવાનું ગમવા લાગ્યું હતું. 12 વર્ષ પહેલા મૈરી અને સ્ટીવ મસ્ક્રાફ્ટે બે અઠવાડિયાની રજાઓમાં ભારત આવવાનો નિર્ણય કર્યો હતો. સ્ટ્રીટ ડોગની પરિસ્થિતિ જોઈને તેમણે ફરીથી અહીં આવવાનો નિર્ણય કર્યો. રિપોર્ટ અનુસાર તે સમયથી કપલ 140 કૂતરાને જમાડે છે અને તેમને આશરો આપે છે.

સૌથી પહેલા કપલે બે કૂતરાને બચાવ્યા હતા, પરંતુ કોઈ તેમને અપનાવવા તૈયાર નહોતું. તે બાદ કપલે રિટર્ન ટિકીટ કેન્સલ કરવાનો નિર્ણય કર્યો, એક એપાર્ટમેન્ટ ભાડા પર લીધો અને કૂતરાઓને આશરો આપવાનું શરૂ કર્યું. ત્યાર પછીથી કૂતરાઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો અને સ્ટ્રીટ ડોગને બચાવવા અને તેમને આશરો આપવું તેમના જીવનનું લક્ષ્ય બની ગયું.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પતિને બચાવવા માટે પત્નીએ મોંઢાથી ઓક્સીજન આપ્યો, પત્નીના ખોળામાં જ પતિએ તોડ્યો દમ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ કારચાલકે રસ્તા પર યુવતીને જોઈને ટશનમાં કહ્યું, 'તું બહુ હોટ લાગે છે', દબંગ યુવતીએ કર્યાં 'બુરાહાલ'

મૈરીએ જણાવ્યું કે, “છેલ્લા કેટલાક વર્ષોથી દરેક જગ્યાએથી પોઝિટીવ રિસ્પોન્સ મળી રહ્યા છે. હાલમાં, અનેક સ્થળોએથી 140 કૂતરાને બચાવવામાં આવ્યા છે.”

52 વર્ષીય મૈરી RSPCA (રોયલ સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ)માં વોલન્ટીયર હતા અને 62 વર્ષીય સ્ટીવ રિટાયર થયા પહેલા બ્રાડફોર્ડમાં મેન્યુફેક્ચરિંગ બિઝનેસ કરતા હતા.આ પણ વાંચોઃ-સુરતઃ પોલીસ સ્ટેશન બહાર જ PSIની પ્રજા સાથે દાદાગીરી, live video થયો વાયરલ

આ પણ વાંચોઃ-કોરોનો પોઝિટિવ ગર્ભવતી પત્ની માટે પતિએ હાઈજેક કરી ઓક્સીજનવાળી એમ્બ્યુલન્સ

છેલ્લા કેટલાક વર્ષોથી કપલ સરાહનીય કાર્ય કરે છે અને સ્ટ્રીટ ડોગ વોચ નામની સંસ્થાની શરૂઆત કરી છે. તેઓ તેમના એરિયામાં કૂતરાને બચાવે છે, તેમને રસી આપે છે અને સ્ટેરીલાઈઝિંગ કરે છે.તેઓ ડોગ્સના બર્થ કંટ્રોલ તથા એન્ટી-રેબિઝ માટે મોટા ફંડની રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે આ કાર્ય માટે £ 300,000 (રૂ. 31,075,800)નો ખર્ચ કર્યો છે. આ સંસ્થાની મુલાકાત માટે આવતા મુલાકાતીઓ, સ્થાનિકો તેમને મદદ કરતા રહે છે.
First published: April 28, 2021, 6:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading