આને કહેવાય Jackpot! 7 લાખ રૂપિયામાં ઘર ખરીદ્યું, અંદર મળ્યો કરોડોનો ખજાનો

News18 Gujarati
Updated: February 5, 2021, 9:26 AM IST
આને કહેવાય Jackpot! 7 લાખ રૂપિયામાં ઘર ખરીદ્યું, અંદર મળ્યો કરોડોનો ખજાનો
સામાન્ય દેખાતા ઘરમાંથી દુર્લભ સિક્કા, સોનાથી ભરેલી બેગ, હીરાની અંગુઠી, રૂપિયાથી ભરેલું પાઉચ, ચાંદી સહિત અનેક અન્ય ચીજો મળી

સામાન્ય દેખાતા ઘરમાંથી દુર્લભ સિક્કા, સોનાથી ભરેલી બેગ, હીરાની અંગુઠી, રૂપિયાથી ભરેલું પાઉચ, ચાંદી સહિત અનેક અન્ય ચીજો મળી

  • Share this:
ઓટાવા. લોકોની ઈચ્છા હોય છે કે તેમને લોટરી (Lottery) લાગે. જોકે આવા લોકોની સંખ્યા પણ ખૂબ ઓછી હોય છે, જેમને કંઈ કર્યા વગર જ ખજાનો મળી જાય છે. આવી જ એક કહાણી છે કેનેડા (Canada)ના એલેક્સ આર્ચબોલ્ડ (Alex Archbold)ની. આર્ચબલ્ડને એક મોટો ખજાનો (Treasure) હાથ લાગ્યો છે. બીજી તરફ, તેણે પોતાની ખુશીને એક વીડિયો (Video)ના માધ્યમથી વ્યક્ત કરી છે.

એલેક્સ આર્ચબોલ્ડ એન્ટીકની દુકાન ચલાવે છે. તે અનેકવાર પોતાની દુકાન માટે જૂના ઘરોની ચીજોને ખરીદતા રહે છે. આ હેતુથી તેઓએ બેટ યુઆન રેકના ઘરની ડીલ કરી હતી. તેમણે એક પિયાનોને કારણે આ ઘરને 10 હજાર ડૉલર (ભારતીય કરન્સીમાં લગભગ 7 લાખ રૂપિયા)માં ખરીદ્યું હતું. ત્યારબાદ તેમણે જ્યારે ઘરની અંદર જોયું તો અનેક ડિઝાઇનર કપડાં, દુર્લભ સિક્કા, સોનાથી ભરેલી બેગ, હીરાની અંગુઠી, રૂપિયાથી ભરેલું પાઉચ, ચાંદી સહિત અનેક અન્ય ચીજો મળી.


આ પણ વાંચો, અમેરિકાના યુવકને મળ્યું નવું જીવન, ડૉક્ટરોએ લગાવ્યો બીજો ચહેરો અને બંને હાથ

તેઓ જણાવે છે કે, તેમને એ વાતનો કઈ અંદાજો નહોતો. તેઓએ કહ્યું કે, મેં વિચાર્યું કે આ ન ફાયદો કે ન નુકસાનવાળી વાત હશે. શક્ય છે કે પિયાનો અને બીજી ચીજો માટે મને 10 હજાર ડૉલર મળી જાય. હું આ વિચારીને હેરાન હતો કે આવું નહોતું. એલેક્સ આર્ચબોલ્ડે જણાવ્યું કે તે મ્યૂઝિક ટીચરને અનેક વર્ષોથી ઓળખતા હતા, પરંતુ ક્યારેય તેમના ઘરે ગયા નહોતા.

આ પણ વાંચો, ઈરાને પાકિસ્તાન પર કરી સર્જિકલ સ્ટ્રાઇક! છોડવાને લઈ ગયા પોતાના બે સૈનિકતેઓએ પોતાના ખજાનાની સાથે પોતાની આ સફરનો વીડિયો યૂટ્યૂબ (Youtube) પર પોસ્ટ કર્યો છે. આ દરમિયાન સૌથી યાદગાર ખોજ ગાદીની નીચે છુપાયેલી ચાંદી છે. આર્ચબોલ્ડ અને તેમની ટીમને એક રેક મળ્યું, જેની પર અનેક ફરના કોટ સહિત અનેક શાનદાર ચીજો મળી હતી. તેઓનું અનુમાન છે કે તેમને મળેલા ખજાનાની કિંમત લગભગ 4 લાખ ડૉલર એટલે કે ભારતીય કરન્સીમાં લગભગ 3 કરોડ રૂપિયા છે.
Published by: Mrunal Bhojak
First published: February 5, 2021, 9:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading