ઓમિક્રોનની દહેશત વચ્ચે દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 9,216 કેસ નોંધાયા

News18 Gujarati
Updated: December 3, 2021, 10:07 AM IST
ઓમિક્રોનની દહેશત વચ્ચે દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 9,216 કેસ નોંધાયા
9 હજારથી વધુ કોરોનાના કેસ નોંંધાયા છે.

India Corona cases: રિકવરી રેટની વાત કરીએ તો તે 98.35% છે. છેલ્લા 24 કલાકમાં 8,612 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે.

  • Share this:
Today's Corona cses: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના (Corona new cases in India) 9,216 નવા કેસ નોંધાયા છે. રિકવરી રેટની વાત કરીએ તો તે 98.35% છે. છેલ્લા 24 કલાકમાં 8,612 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,40,45,666 લોકો સાજા થયા છે. દૈનિક પોઝિટિવીટી રેટ (daily positivity rate) 0.80% છે. સાપ્તાહિક પોઝિટિવીટી રેટ 0.84% ​​છે, જે છેલ્લા 19 દિવસથી 1 ટકાથી નીચે છે. અત્યાર સુધીમાં કુલ 125.75 કરોડ રસીકરણ કરવામાં આવ્યું છે.

ભારતમાં ઓમિક્રોન અંગે સાવચેતી

દક્ષિણ આફ્રિકામાં કોરોનાનું નવું સ્વરૂપ ઓમિક્રોન મળ્યા બાદ ભારતમાં પણ સાવચેતી રાખવામાં આવી રહી છે. હવે આ વેરિઅન્ટ ભારતમાં પહોંચી ગયું છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના નવા પ્રકાર, ઓમિક્રોનના બે કેસ નોંધાયા છે. તેમાંથી એક ભારતીય નાગરિક છે અને બીજો દક્ષિણ આફ્રિકાનો છે. ભારતીય નાગરિકમાં 21 નવેમ્બરે લક્ષણો (તાવ અને શરીરમાં દુખાવો) નોંધાયા હતા. બીજા દિવસે તેનો ટેસ્ટ પોઝિટિવ આવતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, દક્ષિણ આફ્રિકાના નાગરિકમાં કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા.

આ પણ વાંચો - Omicron વેરિઅન્ટ સામે અન્ય રસીઓ કરતાં Covaxin વધુ અસરકારક બની શકે છે, જાણો કઈ રીતે

જામનગરમાં ઓમિક્રોનનો એક શંકાસ્પદ કેસ

નોંધનીય છે કે, જામનગરમાં પણ ઓમિક્રોનનો આ પહેલો શંકાસ્પદ કેસ નોંધાયો છે. જામનગરમાં આફ્રિકા ટ્રાવેલની હિસ્ટ્રી ધરાવતા એક વ્યકિતનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા દોડધામ મચી છે. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે. હાલ આ દર્દીને અઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. કોરોના પોઝિટિવ જાહેર થયેલા દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા છે. નવા વેરીયંટની ભારતમાં એન્ટ્રી થઇ ચુકી છે ત્યારે આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરવતા દર્દીના રીપોર્ટ પર સવિશેષ નજર રહેશે.આ પણ વાંચો - ભારત માટે ઓછો ઘાતક સાબિત થઇ શકે છે ઓમિક્રોન? જાણો શું કહે છે એક્સપર્ટ

કેરળ અને મહારાષ્ટ્રમાં જ હાલ 10 હજારથી વધુ એક્ટિવ કેસ

હેલ્થ મિનિસ્ટ્રીના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે ગુરુવારે ઓમિક્રોન અંગેની ​​​​​​મા​હિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાવાની શક્યતા છે. હવે ઓમિક્રોનના 29 દેશમાં 373 કેસ મળ્યા છે.

સરકારે આ અંગે કહ્યું હતું કે, નવો વેરિયન્ટ ડેલ્ટાથી 5 ગણો ઝડપથી ફેલાય છે. તેમણે કહ્યું કે, એક મહિનાથી દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે. જોકે ચિંતાનો વિષય એ છે કે 15 જિલ્લામાં હાલ પણ પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે. 18 જિલ્લામાં તે 5થી 10 ટકા છે. કેરળ અને મહારાષ્ટ્રમાં જ હાલ 10 હજારથી વધુ એક્ટિવ કેસ છે. દેશના 55 ટકાથી વધુ કેસ અહીં જ નોંધાયા છે.
Published by: Kaushal Pancholi
First published: December 3, 2021, 10:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading