કેન્‍દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યુ, ગાય પેદા કરવાની ફેક્ટરી શરૂ કરીશું, સમજાવી ટેક્નીક

News18 Gujarati
Updated: September 1, 2019, 2:06 PM IST
કેન્‍દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યુ, ગાય પેદા કરવાની ફેક્ટરી શરૂ કરીશું, સમજાવી ટેક્નીક
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ (ફાઇલ તસવીર)

20 લીટર દૂધ આપનારી ગાય માટે આઈવીએફથી પણ એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીશું : ગિરિરાજ સિંહ

  • Share this:
પોતાના નિવેદનોને લઈ અનેકવાર વિવાદોમાં રહેલા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ફરી એકવાર ચોંકાવનારું નિવેદન આપ્યું છે. પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન મંત્રી ગિરિરાજ સિંહે એક કાર્યક્રમમાં કહ્યું કે, આવનારા દિવસોમાં ગર્ભાધાનના માધ્યમથી ગાયથી માત્ર વાછરડીનો જન્મ થશે. તેની સાથે જ તેઓએ કહ્યું કે આપણે ગાય પેદા કરવાની ફેક્ટરી લગાવી દઈશું.

સમાચાર એજન્સી એએનઆઈ તરફથી જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં ગિરિરાજ સિંહે કહ્યું કે, મારા બે વિઝન છે...હું આપને કહી ચૂક્યો છું કે વિદર્ભની ગાય જે નાની-મોટી ગાય હોય છે 1-2 લીટર દૂધ આપે છે. જોકે, આવનારા દિવસોમાં હવે દેશની અંદર જે ગર્ભાધાન થશે, ગાયના જે બાળકો પેદા થશે...તે માત્ર વાછરડી હશે.

આ પણ વાંચો, દિગ્વિજયનો દાવો : મુસ્લિમથી વધુ બિન-મુસ્લિમ કરી રહ્યા છે ISI માટે જાસૂસીકેન્દ્રીય મંત્રીએ તેની સાથે જ કહ્યું કે, ફેક્ટરી શબ્દ જ્યારે બોલી રહ્યું છો તો ઘણા લોકોને આશ્ચર્ય થશે, ભાઈ આઈસ્ક્રીમ તો ફેક્ટરમાં બનશે સંતરાનો...આ ગાયની ફેક્ટરી કેવી હશે? તમે જાણો છો કે સરોગેટ મધરનો એન્ડ્રીયો ટ્રાન્સપ્લાન્ટ...અમે તેમાં ટેક્નોલોજીમાં વધુ ઉપર જઈ રહ્યા છીએ. ગિરિરાજ સિંહે જણાવ્યું કે, જે ગાયો દૂધ આપવા લાયક નહીં રહે, નાની વાછરડી હોય કે મોટી ગાય હોય...તેની અંદર અમે 20 લીટર દૂધ આપનારી ગાયનું આઈવીએફથી પણ એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીશું...એવા ક્રાંતિ લાવીશું કે આપણે ત્યાં દુનિયામાં સોથી સસ્તું દૂધ મળશે...આપણો ભાવ ઓછો હશે..તેમનો વધારે હશે...

આ પણ વાંચો, NRC અને ત્રણ ફૌજી ભાઈઓની કહાણી : યાદીમાં એક સામેલ, બે બહાર!
Published by: Mrunal Bhojak
First published: September 1, 2019, 2:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading