સગીર રેપ પીડિતાની હત્યા કરી લાશ ઝાડ પર લટકાવી, ઈન્સ્પેક્ટર સહિત ત્રણ સસ્પેન્ડ

News18 Gujarati
Updated: November 1, 2021, 11:40 AM IST
સગીર રેપ પીડિતાની હત્યા કરી લાશ ઝાડ પર લટકાવી, ઈન્સ્પેક્ટર સહિત ત્રણ સસ્પેન્ડ
લાંબા સમય બાદ પણ ઘરે પરત ન ફરતા પરિવારના સભ્યો તેને શોધવા માટે ગયા ત્યારે પીડિતાનો મૃતદેહ લીમડાના ઝાડ પર લટકતો જોવા મળ્યો હતો.

લાંબા સમય બાદ પણ ઘરે પરત ન ફરતા પરિવારના સભ્યો તેને શોધવા માટે ગયા ત્યારે પીડિતાનો મૃતદેહ લીમડાના ઝાડ પર લટકતો જોવા મળ્યો હતો.

  • Share this:
અમરોહા: યુપીના (UP) અમરોહા જિલ્લાના ધબરસી વિસ્તારમાં સપ્ટેમ્બર મહિનામાં બળાત્કારનો ભોગ બનેલી સગીરાની (minor girl raped and killed) લાશ રવિવારે ખેતરમાં લીમડાના ઝાડ પર લટકતી જોવા મળી હતી. મૃતકના પરિજનોએ બળાત્કારના આરોપી પર હત્યાનો આરોપ લગાવતા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ પછી, પોલીસ એક્શનમાં આવી અને આરોપી મોનુ શર્મા, તેની માતા વિમલા અને ભાઈ વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો હતો. પોલીસે આરોપીની માતાને કસ્ટડીમાં લીધી છે.

દરમિયાન, એસપીએ આ મામલે બેદરકારી દાખવનારા ઈન્સ્પેક્ટર સતીશ કુમાર આર્ય, કોન્સ્ટેબલ રાહુલ કુમાર અને આદમપુર પોલીસ સ્ટેશનના સુમિત કુમારને સસ્પેન્ડ કર્યા હતા. એસપી પૂનમે પોલીસની ભૂમિકાની તપાસ એએસપીને સોંપી છે.

તમને જણાવી દઈએ કે, આ સમગ્ર ઘટના આદમપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની છે. આરોપ છે કે, 25 સપ્ટેમ્બરે ગામના જ એક યુવક મોનુ શર્માએ ઘરમાં ઘુસીને કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. રવિવારે સવારે તે ઘાસચારો લેવા ખેતરમાં ગઇ હતી. લાંબા સમય બાદ પણ ઘરે પરત ન ફરતા પરિવારના સભ્યો તેને શોધવા માટે ગયા ત્યારે પીડિતાનો મૃતદેહ લીમડાના ઝાડ પર લટકતો જોવા મળ્યો હતો. હાથ-પગ પણ દોરડા વડે બાંધેલા હતા. આ પછી વાતાવરણ ગરમ થતું જોઈને અનેક પોલીસ સ્ટેશનની પોલીસ બોલાવવામાં આવી હતી. ભારે જહેમત બાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

પરિવારે પોલીસ પર આ આરોપ લગાવ્યો છે

પરિવારનો આરોપ છે કે, પોલીસે અગાઉ રેપ કેસમાં છેડતીનો કેસ નોંધ્યો હતો. પરંતુ જ્યારે પીડિતાનું મેજિસ્ટ્રિયલ નિવેદન નોંધવામાં આવ્યું ત્યારે તેનું મેડિકલ કરાવ્યા બાદ બળાત્કારની કલમો ઉમેરવામાં આવી. પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, આરોપીની ધરપકડ ન થવાના કારણે યુવતીની હત્યા કરવામાં આવી છે.

અખિલેશ યાદવે ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતીબીજી તરફ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે આ ઘટના પર દુખ વ્યક્ત કરતા સરકાર પર નિશાન સાધ્યું છે. તેણે ટ્વીટ કર્યું, “અમરોહામાં બળાત્કારનો ભોગ બનેલી સગીર પીડિતાની હત્યા ખૂબ જ ગંભીર, દુઃખદ અને શરમજનક છે. અંજલિ! યુપીની ભાજપ સરકાર આ મામલે કેટલાક ભ્રષ્ટ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરીને છટકી શકે તેમ નથી. બળાત્કારનો આરોપી સપ્ટેમ્બર મહિનાથી ફરાર છે. ખરેખર યુપીમાં સરકાર જ ફરાર છે. શરમજનક!"
Published by: Kaushal Pancholi
First published: November 1, 2021, 11:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading