UP: 'બે ફૂટ ઊંચા નળ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમા હતો અલ્તાફ' મોત પછીનો વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: November 12, 2021, 9:03 AM IST
UP: 'બે ફૂટ ઊંચા નળ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમા હતો અલ્તાફ' મોત પછીનો વીડિયો વાયરલ
અલ્તાફની ફાઇલ તસવીર

UP News: અલ્તાફે પોતાના જેકેટના હુડ સાથે જોડાયેલી દોરીને ટોયલેટના નળ સાથે બાંધીને આપઘાત કર્યો હોય તેમ લાગી રહ્યુ છે.

  • Share this:
યુપીમાં (UP Police) કાસગંજ વિસ્તારમાં આવેલા એક પોલીસ મથકમાં 22 વર્ષના અલ્તાફના શંકાસ્પદ મોતનો મામલામાં એક વીડિયો સામે આવ્યો છે. અલ્તાફ જ્યારે લોકઅપમાં ગયો ત્યારે ત્યાં અન્ય એક શખ્સ પણ હતો. એ જ વ્યક્તિએ પોલીસને કહ્યું હતું કે, અલ્તાફે કથિત રીતે આત્મહત્યા કરી છે. જોકે, આ વ્યક્તિ કોણ છે તે હજુ સ્પષ્ટ થયું નથી.

વીડિયો અને ફોટો તપાસનો મહત્વનો ભાગ

22 વર્ષીય અલ્તાફ જ્યારે પહેલીવાર દેખાયો હતો ત્યારનો એક વીડિયો સામે આવ્યો છે. અલ્તાફના મોતના કેસમાં આ વીડિયો અને ફોટો તપાસનો મહત્વનો ભાગ છે. વીડિયોમાં અલ્તાફ ગળામાં દોરી બાંધીને ટોઇલેટમાં સૂતેલી હાલતમાં જોવા મળે છે. જોકે, અમે આ વીડિયોની પુષ્ટિ નથી કરી રહ્યા.

આ રીતે કર્યો આપઘાત

આ કેસમાં પોલીસના જણાવ્યા પ્રમાણે, અલતાફે ટોયલેટનો ઉપયોગ કરવા મંજૂરી માંગી હતી. થોડા સમય પછી પણ તે ટોયલેટમાંથી પાછો ના ફર્યો ત્યારે પોલીસ કર્મી તપાસ કરવા માટે ગયા હતા. તેણે પોતાના જેકેટના હુડ સાથે જોડાયેલી દોરીને ટોયલેટના નળ સાથે બાંધીને આપઘાત કર્યો હોય તેમ લાગી રહ્યુ છે. પરંતુ, જે નળનો ઉલ્લેખ પોલીસ કરી રહી છે તે જમીનથી માંત્ર બે ફૂટની ઉંચાઈએ છે અને મૃતક અલતાફની ઊંચાઇ 5.6 ફૂટની છે. આ સંજોગોમાં કોઈ વ્યક્તિ કેવી રીતે ગળે ફાંસો ખાઈ શકે તે સવાલ ઉઠવો સ્વાભાવિક છે.

અલ્તાફે જ્યાં આપઘાત કર્યો હતો તે બાથરૂમ
'પુત્ર ડિપ્રેશનમાં હતો'

અલતાફ ટાઈલ્સ લગાડવાનુ કામ કરતો હતો અને તે જે ઘરમાં કામ કરી રહ્યો હતો તે ઘરની એક સગીર વયની કિશોરી ગૂમ થઈ હતી. પરિવારજનોએ અલતાફ પર શંકા વ્યક્ત કરી હતી.એ પછી પોલીસ તેને પોલીસ મથકમાં લઈ આવી હતી અને બીજા દિવસે અલતાફના પરિવારજનોને તેના મોતની ખબર મળી હતી. પહેલા તેના પિતાએ કહ્યુ હતુ કે, મારો પુત્ર ડિપ્રેશનમાં હતો અને તેણે ફાંસો ખાઈ લીધો હતો. જે બાદ તેના પિતાનુ કહેવુ છે કે, મારા પર પોલીસે આ નિવેદન આપવા દબાણ કર્યુ હતુ.

આ પણ વાંચો - 40 વર્ષ પહેલા થયેલા લગ્નને ‘સોફ્ટવેર’ માન્યતા નથી આપી રહ્યું! દિલ્હીનું આ કપલ હાઈ કોર્ટ પહોંચ્યું

શંકાસ્પદ મોત બાદ હવે યુપીમાં રાજકીય પક્ષો મેદાનમાં આવી ગયા છે.અખિલેશ યાદવ તેમજ માયાવતીએ આ ઘટનામાં સવાલો ઉભા કર્યા છે.ત્યારે ભાજપનુ કહેવુ છે કે, જે પણ ઘટના બની છે તેની તપાસ કરવામાં આવશે. તો બીજી તરફ ઓવૈસીએ પણ આ મામલે ભાજપ તેમજ સમાજવાદી પાર્ટી પર નિશાન સાધીને પ્રહારો કર્યા છે.
Published by: Kaushal Pancholi
First published: November 12, 2021, 9:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading