UPમાં ચોરીનો વિચિત્ર કિસ્સો, આશા કરતા વધુ પૈસા હાથ લાગતા ચોરને હાર્ટ એટેક આવી ગયો!


Updated: April 2, 2021, 12:37 PM IST
UPમાં ચોરીનો વિચિત્ર કિસ્સો, આશા કરતા વધુ પૈસા હાથ લાગતા ચોરને હાર્ટ એટેક આવી ગયો!
પ્રતિકાત્મક તસવીર

આ ઘટનામાં ચોરે લૂંટેલા પૈસા તેની અપેક્ષા કરતા વધારે નીકળ્યા હતા. તે ખુશીને સહન કરી શક્યો નહી હોવાના પ્રાથમિક અહેવાલ છે

  • Share this:
ચોરીના (Theft) બનાવો રોજ બને છે. ક્યારેક નાની મોટી ચોરી (Theft) કરી ચોર (Thief) સંતોષ માની છે, તો ક્યારેક ઐતિહાસિક કિંમતી (Antique) વસ્તુ કે રકમની ચોરી થઈ હોવાના સમાચાર ચમકે છે. જોકે, તાજેતરમાં એક એવા અહેવાલ મળ્યા હતા. જ્યાં ચોરે ઉઠાંતરી કરેલી રકમ જાણીને તેને હાર્ટ એટેક  (Heart Attack)આવી ગયો હતો.

આ ઘટનામાં ચોરે લૂંટેલા પૈસા તેની અપેક્ષા કરતા વધારે નીકળ્યા હતા. તે ખુશીને સહન કરી શક્યો નહી. જેથી તેને હાર્ટ એટેક આવ્યો અને પૈસાનો મોટો ભાગ તેની સારવારમાં વપરાઈ ગયો હતો. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે કોતવાલી દેહત વિસ્તારમાં ગયા મહિને થયેલી ચોરીના સંદર્ભમાં બુધવારે બે ચોરમાંથી એકની ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછ દરમિયાન તેણે પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી.

આ પણ વાંચો : Big News : સચિન તેંડુલકર હૉસ્પિટલમાં દાખલ, 5 દિવસ પહેલાં થયા હતા કોરોના સંક્રમિત

આ મામલે બિજનોર પોલીસ અધિક્ષક ધરમ વીરસિંહે જણાવ્યું હતું કે, 16 અને 17 ફેબ્રુઆરીની રાત્રે નવાબ હૈદરના પબ્લિક સર્વિસ સેન્ટરમાં બંને ચોર આવ્યા હતા. રૂ. 7 લાખ ચોરી થયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ હતી. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

આ દરમિયાન બુધવારે નગીના પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના અલીપુરથી 30 વર્ષના નૌશાદ અને એજાઝ નામના બે આરોપીઓનો ધરપકડ કરીને આ કેસ સોલ્વ દાવો કર્યો હતો.આવો જ કેસ થાઈલેન્ડમાં સામે આવ્યો

થાઈલેન્ડમાં પણ આવો એક કેસ સામે આવ્યો હતો. થાઇલેન્ડના ફેચેબન સેન્ટ્રલ પ્રાંતમાં 22 વર્ષનો શખ્સ ચોરીના ઇરાદે ઘરમાં ઘૂસ્યો હતો. પરંતુ તે ઘટનાસ્થળે જ સુઈ ગયો હતો.

આ પણ વાંચો :  Gold Price : સોનામાં અત્યારે રોકાણ કરો, 1-5 મહિનામાં જોરદાર નફો મેળવો! જાણો પાછલા વર્ષોનાં રેકોર્ડ

આ ઘટના થાઇલેન્ડના વિચિઅન બ્યુરી ડિસ્ટ્રિક્ટના મકાનમાં બની છે. પોલીસે જણાવ્યું કે સવારે 2 વાગ્યાની આસપાસ આતિથ કિન નામનો શખ્સ બારી તોડી ઘરમાં ઘૂસ્યો હતો. તે ખૂબ થાકી ગયો હતો, તેથી એર કન્ડીશનર ચાલુ કરી ઘસઘસાટ સુઈ ગયો હતો, જોકે તે સમયે જાગી શક્યો નહીં.

આ મામલે પોલીસ ફરિયાદના ઘરના માલિકે કહ્યું હતું કે, ચોરે તેની પુત્રીના રૂમમાં પ્રવેશ કર્યો કરી એસી ચાલુ કર્યું હતું. અજાણ્યા શખ્સને તેની પુત્રીના ઓરડામાં સૂતો જોઈને ઘરના માલિકને શંકા ગઈ હતી. કારણ કે તેની પુત્રી તે રાત્રે હાજર નહોતી. જેથી તેણે તપાસ કરી હતી. તેને અજાણ્યો શખ્સ ધાબળો ઓઢીને શાંતિથી સૂતો જોવા મળ્યો હતો, જેથી તેણે તુરંત પોલીસને જાણ કરી હતી.
First published: April 2, 2021, 12:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading