Video: જમીનને ફ્રી હોલ્ટ કરાવવાના બદલે 'લોભિયો' બાબુએ માંગી લાંચ, નોટોના બંડલ લેતો કેમેરામાં ઝડપાયો

News18 Gujarati
Updated: June 20, 2021, 10:32 PM IST
Video: જમીનને ફ્રી હોલ્ટ કરાવવાના બદલે 'લોભિયો' બાબુએ માંગી લાંચ, નોટોના બંડલ લેતો કેમેરામાં ઝડપાયો
viral video પરથી તસવીર

100-100 રૂપિયાના બંડલ જોઈને કહે છે કે 500 રૂપિયાના બંડલ હોત તો વધારે સારું થાત. આટલું કહેતા નોટોના બંડલ ટેબલ ઉપર રાખે છે અને કામ કરવાનો વિશ્વાસ પણ આપે છે.

  • Share this:
બારબંકીઃ યોગી સરકાર (Yogi Government) ભ્રષ્ટાચાર (Corruption) મીટાવવાનો દાવો કરી રહી છે. પરંતુ આની જમીની સચ્ચાઈ કંઈક અલગ છે. મુખ્યમંત્રીના (CM order) આદેશને ઠેંગો દેખાનારા એક અધિકારીનો વીડિયો (offecer vira video) બારાબંકીમાં વાયરલ થયો છે. જેમાં કેમેરાની સામે માત્ર લાંચની રકમ (bribe money) લેવાની સાથે બદલામાં કામ થઈ જવાનો વાયદો પણ કરી રહ્યો છે. આ અધિકારી મામલતદાર ઓફિસમાં (Mamalatdar office) કામ કરી રહ્યો છે. જે જમીનને ફ્રી હોલ્ડ કરાવવાના નામ પર નોટોના બંડલ લેતો નજર આવી રહ્યો છે.

આ મામલો બારાબંકી જનપદના હૈદરગઢ મામલતદારનો છે. અહીં માલબાબુના પદ ઉપર કૌશર હુસેન ફરજ બજાવે છે. આ બાબુની પહોંચનો અંદાજો તમે આના પરથી જ લગાવી શકો કે તે છેલ્લા ત્રણ વર્ષથી એક જ પદ ઉપર એક જ સીટ ઉપર બિરાજમાન છે.

મામલતદાર ઓફિસમાં માલબાબૂ ખૂબ ચર્ચા છે. જો કોઈનું કામ ન થઈ રહ્યું હોય તો તેના થકી પોતાના કામ સરળતાથી કરાવી લે છે. એટલા માટે તેના કાર્યાલયમાં હંમેશા ચહલ પહલ બનેલી રહે છે. લાંચની રકમ લેવાનો જૂનો ખેલાડી હોવા છતાં પણ થાપ ખાઈ ગયો હતો.

આ પણ વાંચોઃ-પતિએ કરાવી હતી નસબંધી, બાથરૂમમાં મળેલી વસ્તુ જોઈને પતિ ચોંકી ગયો, પત્નીની બેવફાઈનો ફૂટ્યો ભાંડો

આ પણ વાંચોઃ-વલસાડઃ ગૌરક્ષક હાર્દિક કંસારા મોત કેસ, ગૌતસ્કરોની ગેંગના ફતા, રામા, જયેશ આહિર સહિત 10 લોકો ઝડપાયા

આ પણ વાંચોઃ-અમદાવાદઃ લગ્ને લગ્ને કુંવારો યુવક! પત્ની અને બાળક હોવા છતાં બીજી યુવતી સાથે નકલી લગ્ન કર્યા, કામવાળીને પણ ન છોડીઅને કાર્યાલયમાં બેઠેલા એક વ્યક્તિએ તેના કારસ્તાનને કેમેરામાં રેકોર્ડ કરી લીધા હતા. વીડિયોમાં કૌશર હુસેન સંપૂર્ણ આત્મવિશ્વાસની સાથે લોકોને લાંચની રકમ બાદ કામ થવાનો વિશ્વાસ આપતો દેખાઈ રહ્યો છે.



વીડિયોમાં વાત કરતા કૌશર હુસેન જમીનને ફ્રી હોલ્ડ કરાવવા માટે આવેલા વ્યક્તિ પૈલા કાઢીને આપવાની વાત કરે છે. 100-100 રૂપિયાના બંડલ જોઈને કહે છે કે 500 રૂપિયાની હોત તો વધારે સારું થાત. આટલું કહેતા નોટોના બંડલ ટેબલ ઉપર રાખે છે અને કામ કરવાનો વિશ્વાસ પણ આપે છે.
Published by: ankit patel
First published: June 20, 2021, 10:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading