પતિએ કર્યું એવું કારસ્તાન કે પત્ની અને સાળી બહાર કોઈને મોંઢું દેખાડવાના લાયક ના રહ્યા

News18 Gujarati
Updated: June 12, 2021, 11:24 PM IST
પતિએ કર્યું એવું કારસ્તાન કે પત્ની અને સાળી બહાર કોઈને મોંઢું દેખાડવાના લાયક ના રહ્યા
પ્રતિકાત્મક તસવીર

આ ઘટના બાદ પત્ની અને તેની નાની બહેન ઉપર અનેક લોકોના ફોન કોલ આવવા લાગ્યા અને ફોન કરીને ગંદી ગંદી વાતો કરવા અને પૈસા આપીને પોતાની પાસે આવવા કહેતા હતા.

  • Share this:
મેરઠઃ સોશિયલ મીડિયાના (social media) યુગમાં લગ્ન (marriage break) તૂટવાના મામલા સતત વધતા રહે છે. જ્યાં પતિ-પત્ની વચ્ચે નાના મોટા (husband wife fight) ઝઘડા બાદ વાત એટલી બગડી જાય છે કે છૂટાછેડા સુધી વાત પહોંચી જાય છે. પરંતુ ઉત્તર પ્રદેશના મેરઠમાં જે મામલો સામે આવ્યો છે એ ખૂબ જ ચોંકાવનારો છે. અહીં એક પતિએ ઘરેલું વિવાદ બાદ પોતાની પત્ની અને સાળીને કોલ ગર્લ ગણાવીને મોબાઈલ નંબર અને આપત્તિજન તસવીરો સોશિયલ મીડિયા અને પોર્ન ગ્રૂપમાં શેર કરીને વાયરલ કરી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે આ હેરાન કરનારી ઘટના ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના મુંડાલી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીં એક પીડિત મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ જણાવ્યું કે તેના પતિએ અંગત વિવાદના પગેલ આ શરમજનક કામ કર્યું હતું.

મહિલાએ જણાવ્યું કે તેનો પતિ લગ્ન બાદ તેના ઉપર ત્રાસ ગુજારતો હતો. પતિએ જેટલા બની શકે એટલા પૈસા સાસરિયાઓને આપ્યા હતા. પરંતુ ત્યારબાદ પણ દહેજની માંગણી ચાલુ રાખી હતી. જેના પગલે પતિએ અનેક વખત મારપીટ પણ કરી હતી. અંતે પતિના જુલમોના કારણે પરેશાન થઈને 2019માં પોતાના પિતાના ઘરે રહેવા આવી હતી.

આ પણ વાંચોઃ-ગોંડલઃ ચેતવણીરૂપ કિસ્સો! VIP મેમ સાથે ડેટિંગ-શરીર સુખ અને ત્રણ ગણા રૂપિયાની લાલચમાં આધેડે રૂ.1.30 કરોડ ગુમાવ્યા

આ પણ વાંચોઃ-સેલ્ફીએ ખોલી પતિની પોલ! વટ સાવિત્રી વ્રતની પૂજા કરી પત્નીએ લીધી પતિ સાથે સેલ્ફી, ગેલેરી જોતા જ પત્ની ચોંકી ગઈ

પીડિત પત્નીએ પોલીસને જણાવ્યું કે છેલ્લા અનેક મહિનાઓથી પોલીસ સ્ટેશનોના ચક્કર લગાવી રહી છે. પરંતુ તેનું કોઈએ સાંભળ્યું નહીં. જેનું પરિણામ એ આવ્યું કે પતિએ મને અને મારી નાની બહેનને કોલ ગર્લ દર્શાવીને બદનામ કરી દીધી. અમારું જીવવાનું મુશ્કેલ કરી દીધું છે. તેની આ હરકતના કારણે અમે આસપાલના લોકોમાં મોંઢું દેખાડવાના લાકય રહ્યા નથી.આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! લિવ ઈનમાં રહેતા યુવકે જ યુવતીને જીવતી સળગાવી, યુવતીએ મરતા મરતા ડોક્ટરને જણાવ્યું દર્દ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'મેં તારા નગ્ન વીડિયો ફોટો ઉતારી લીધા છે', ઉજ્જવળ ભવિષ્યના સપના બતાવી માલિકનું યુવતી સાથે દુષ્કર્મ

આ પણ વાંચોઃ-રોડ અકસ્માતનો live Video જોઇ તમારા રૂવાડાં ઉભા થઈ જશે, મોર્નિંગ વોક પર નીકળેલા ચાર લોકોને ડમ્પર કચડી નાંખ્યા

આરોપીએ પોતાની પત્નીને બદનામ કરવાના ઈરાદે એક મહિના પહેલા મહિલના નામથી નકલી ફેસબુક આડી બનાવીને મહિલાના દોસ્તોને લઈને તેના પરિવારમાં ઘરની આસપાસ રહેનારા લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા બાદ પત્ની અને સાળીની અશ્લીલ તસવીરો મોકલી દીધી હતી. સાથે બંનેના નંબરો પણ શેર કર્યા હતા.આ ઘટના બાદ પત્ની અને તેની નાની બહેન ઉપર અનેક લોકોના ફોન કોલ આવવા લાગ્યા અને ફોન કરીને ગંદી ગંદી વાતો કરવા અને પૈસા આપીને પોતાની પાસે આવવા કહેતા હતા. પોલીસ આઈડને બ્લોક કરાવી દીધું છે અને આરોપી પતિને પૂછપરછ માટે બોલાવ્યો હતો.
Published by: ankit patel
First published: June 12, 2021, 11:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading