ગમખ્વાર અકસ્માતઃ હાઈવા અને ઈનોવા કાર વચ્ચે જોરદાર ટક્કર, ડોક્ટરો અને સ્ટાફ સહિત છના મોત

News18 Gujarati
Updated: July 23, 2021, 10:04 PM IST
ગમખ્વાર અકસ્માતઃ હાઈવા અને ઈનોવા કાર વચ્ચે જોરદાર ટક્કર, ડોક્ટરો અને સ્ટાફ સહિત છના મોત
કમકમાટી ભર્યા અકસ્માતની તસવીર

Bihar car accident : હંટરગંજના ઈનોવા કાર ધોબી તરફથી આવી રહી હતી જોકે, ફૂલ સ્પીડમાં હાઈવા ગાડી હંટરગંજ તરફ જઈ રહી હતી. આ વચ્ચે બંને વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે ઈનોવા કારમાં બેઠેલા છ લોકોનું ઘટના સ્થળે મોત થયું હતું.

  • Share this:
અલેન લિલી, ગયાઃ બિહારના (Bihar) ગયામાં (Gaya accident) એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં એક માર્ગ અકસ્માતમાં કારમાં (two car accident) સવાર છ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અને એક વ્યક્તિ ગંભીર રૂપથી ઘાયલ થી હતી. અત્યાર સુધી મૃતકોની ઓળખ થઈ નથી. ઘટના ગયાના ડોભીના હંગરગંજ માર્ગના પેરિયાર ગામની પાસે બની હીત. જ્યાં ઈનોવા કાર અને હાઈવાની સામ સામે ટક્કર થઈ હતી. જેમાં ઈનોવામાં બેઠેલા છ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે હંટરગંજના ઈનોવા કાર ધોબી તરફથી આવી રહી હતી જોકે, ફૂલ સ્પીડમાં હાઈવા ગાડી હંટરગંજ તરફ જઈ રહી હતી. આ વચ્ચે બંને વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે ઈનોવા કારમાં બેઠેલા છ લોકોનું ઘટના સ્થળે મોત થયું હતું.

જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેને સ્થાનિક અનુમંડલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. અત્યાર સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસે તમામ લોકોની ઓળખ કરવાની કાર્યવાહીમાં લાગેલી છે. બધા લોકો ઈનોવા કારમાં ફસાયેલા હતા.

આ પણ વાંચોઃ-પતિ પત્ની ઔર વોઃ પત્નીએ હોટલમાં છાપો મારીને પતિને મહિલા મિત્ર સાથે પકડ્યો, પરંતુ પત્ની જ ભરાઈ ગઈ

આ પણ વાંચોઃ-વડોદરાઃ કમકમાટી ભર્યા અકસ્માતનો live video: મોબાઈલમાં મગ્ન યુવકને સિટી બસે મારી ટક્કર, યુવકનું મોત

આ પણ વાંચોઃ-મકાન ભાડે આપતા પહેલા સાવધાન! સુરતઃ ગોડાદરામાં વિધવા મહિલાનું મકાન ભાડે રાખીને પુનમ અને મંગળા આહિરે પચાવી પાડ્યુંઆ પણ વાંચોઃ-Video: 'જબ તક હૈ જાન મેં નાચુંગી' ગીત પર રાત્રે શ્વાનના ટોળા વચ્ચે યુવતીનો જોરદાર ડાંસ

લાશોને બહાર કાઢવા માટે લોકોને ભારે મહેનત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે મૃતક ગયા જિલ્લાના મેદાન સ્થિત એક આરોગ્ય શિશુ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ હતા. જેઓ કોઠવારા સ્થિત એક ક્લિનિકથી પરત ફરી રહ્યા હતા.

ત્યારે આ ઘટના ઘટી હતી. જેની ઓળખ ડો. સંદીપ કુમાર-1, ડો. સંદીપ કુમાર-2, દિનેશ કુમાર, ડો. મુસ્કાન, પંકજ કુમાર, ધીરજ અને એક અન્ય વ્યક્તિનો સમાવેશ થતો હતો.
Published by: ankit patel
First published: July 23, 2021, 9:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading