હાડ કંપાવતી ઠંડીમાં દેશની રક્ષા કરતા જવાનનો VIDEO વાયરલ, તમને ઘરમાં ઠંડી ચડી જશે

News18 Gujarati
Updated: January 8, 2022, 9:48 PM IST
હાડ કંપાવતી ઠંડીમાં દેશની રક્ષા કરતા જવાનનો VIDEO વાયરલ, તમને ઘરમાં ઠંડી ચડી જશે
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો વીડિયો જમ્મુમાં રક્ષા વિભાગ તરફથી જારી કરવામાં આવ્યો છે (તસવીર - ટ્વિટર)

Indian Army - દેશની સુરક્ષા માટે આપણા દેશના સૈનિકો માઇનસથી નીચે ડિગ્રીની ઠંડીમાં પણ સરહદો પર ઉભા છે, આ વીડિયો જોઈને લોકો સૈનિકોને કરી રહ્યા છે સલામ

  • Share this:
નવી દિલ્હી : શિયાળાની (Winter-2022)હાડ કંપાવતી ઠંડીમાં લોકો પોતાના ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે ત્યારે દેશની સુરક્ષા માટે આપણા દેશના સૈનિકો માઇનસથી નીચે ડિગ્રીની ઠંડીમાં પણ સરહદો પર ઉભા છે. જમ્મુ કાશ્મીરના (Jammu Kashmir News)કુપવાડા સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે જમ્મુ કાશ્મીરની અગ્રીમ ચોકી પર જોરદાર હિમ વર્ષા (Jammu Kashmir Snowfall) થઇ રહી છે. ભારતીય સેનાની આ પોસ્ટ 17,000 ફૂટની ઉંચાઇ પર આવેલી છે અને અહીં સતત હિમવર્ષા (Heavy Snowfall)જોવા મળે છે.

આપણે પોતાના ઘરમાં કોઇ ચિંતા વગર આરામથી એટલા માટે રહીએ છીએ કારણ કે સરહદો પર આપણી સેનાના જવાન વિશેષ પરિસ્થિતિઓમાં આપણી રક્ષામાં લાગેલા છે. ભીષણ ગરમી હોય કે ભીષણ ઠંડી તે સતત સરહદ પર અડગ રહે છે. કોઇપણ ફરિયાદ વગર પોતાની ડ્યૂટી કરે છે. જેથી દેશના નાગરિકો સુરક્ષિત રહે.ભારતીય સેનાનો જવાનોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે દેશની સુરક્ષાની ફરજ કેટલી જવાબદારીથી નિભાવે છે. શૂન્યથી નીચેના તાપમાનમાં ભારે હિમવર્ષા વચ્ચે દેશની સુરક્ષામાં લાગેલા છે. ઇન્ડિયન આર્મીના જવાન કોઇપણ ટેન્શન વગર બરફ વચ્ચે સરહદ પર રાઉન્ડ લગાવી રહ્યા છે. ભારતીય સેનાના જવાન સ્નો સ્કૂટરનો પણ ઉપયોગ કરી રહ્યા છે.

આ પણ વાંચો - Assembly Election 2022 : પાંચ રાજ્યોમાં સાત ફેઝમાં થશે ચૂંટણી, જાણો કયા રાજ્યમાં ક્યારે થશે મતદાન, 10 માર્ચે ગણતરી

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કુપવાડા સેક્ટરની અગ્રીમ ચોકી જે 17000 ફૂટની ઉંચાઇ પર આવેલી છે. જ્યાં આપણે થોડીક મિનિટ પણ પસાર કરી શકીએ નહીં. આવી વિકેટ પરિસ્થિતિઓમાં આપણા દેશના જવાનો રક્ષા કરી રહ્યા છે.સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો વીડિયો જમ્મુમાં રક્ષા વિભાગ તરફથી જારી કરવામાં આવ્યો છે. જેમાં એક સૈનિક ભીષણ બરફ વર્ષા વચ્ચે ઉભેલો જોવા મળે છે. તેના ઘૂંટણ સુધીના પગ બરફમાં ફસાયેલા જોવા મળે છે. જેને સોશિયલ મીડિયામાં ઘણો શેર કરવામાં આવી રહ્યો છે અને જવાનોની હિંમતને સલામ કરી રહ્યા છે.
Published by: Ashish Goyal
First published: January 8, 2022, 9:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading