લાંચના પૈસા પાછા આપતો Video Viral, જાણો કેવી રીતે બની આ અજીબ ઘટના

News18 Gujarati
Updated: May 10, 2021, 4:31 PM IST
લાંચના પૈસા પાછા આપતો Video Viral, જાણો કેવી રીતે બની આ અજીબ ઘટના
લાંચના પૈસા પાછા આપતો Video Viral, જાણો કેવી રીતે બની આ અજીબ ઘટના

આરોપી મૃતક પત્નીની પગમાં પડીને માફી માંગતો પણ જોવા મળે છે અને લાંચના પૈસા પાછા લેવા કહી રહ્યો છે

  • Share this:
લખનઉ : ઉત્તર પ્રદેશના શામલીમાં વૈશ્વિક મહામારીના આ સંકટમાં રિશ્વતખોરી અને મુનાફાખોરીનો ચરમ પર છે. આવી પરિસ્થિતિમાં પણ અવસરવાદી લોકોએ લૂંટ મચાવી રાખી છે. આવો એક લાંચ માંગતો કેસ સામે આવ્યો છે. શામલીમાં સ્વાસ્થ્ય કર્ચમારીએ દર્દીને ઓક્સિજન સિલેન્ડર આપવાના નામે 10 હજાર રૂપિયાની લાંચ લીધી હતી. લાંચ લેનાર સ્વાસ્થ્ય કર્મચારીનું નામ સંજય કુમાર બતાવવામાં આવી રહ્યું છે. જે કોવિડ હોસ્પિટલ એલ2 શામલીમાં કાર્યરત છે.

બતાવવામાં આવી રહ્યું છે કે સારવાર દરમિયાન દર્દીનું મોત થયું હતું. પરિવારજનોનો આરોપ છે કે લાંચ લીધા પછી દર્દીને ખાલી સિલેન્ડર લગાવી દીધું હતું, જેના કારણે દર્દીનું મોત થયું હતું. આ પછી પરિવારે હંગામો ઉભો કર્યો હતો. હંમાગો વધતા સીએમએસ સફલ કુમારે બંને પક્ષોને પોતાની ઓફિસમાં બોલાવ્યા અને લાંચ માગનાર કર્મચારી પાસેથી લાંચના પૈસા પાછા અપાવ્યા હતા. આટલું જ નહીં પરિવારજનોનો હંગામા પછી આરોપી મૃતકની પત્નીના પગમાં માથું રાખી માફી માંગતો પણ જોવા મળે છે. લાંચ પાછી આપવાની ઘટનાનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ પણ વાંચો - બનાસકાંઠા : વતનની મદદે દાનવીરો, જિલ્લાને 2.39 કરોડ રૂપિયાના મેડિકલના સાધનોની ભેટ આપી

સ્વાસ્થ્ય વિભાગે રિશ્વતખોર કર્મચારી સામે સખત પગલા ભર્યા છે. લાંચ લેનાર કર્મચારીને જેલ મોકલી દેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી ઘટના પાંચ દિવસ જૂની છે. જેમાં હરડ ફેતહપુરના રહેવાસી સત્યવાનને કોવિડ-19ની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સ્થિતિ ખરાબ થતા ઓક્સિજનની જરૂર પડી હતી. જેથી ત્યાં હાજર રહેલા સ્વાસ્થ્ય કર્મચારીએ દર્દીના પરિવારજનો પાસે 10 હજાર રૂપિયા લીધા હતા. જોકે તેણે ખાલી ઓક્સિજન સિલેન્ડર લગાવી દીધો હતો. જેથી કોરોના દર્દીનું મોત થયું હતું. ખાલી સિલિન્ડરની લગાવવાની જાણ થતા પરિવારજનોએ આરોપી કર્મચારી સંજયની પિટાઇ કરી હતી અને હંગામો કર્યો હતો. આ પછી પોલીસ ફરિયાદ થઇ હતી.

આ પછી શનિવારે ઘટનામાં નવો મોડ આવ્યો હતો. જેનો વીડિયો વાયરલ થયો છે. આરોપી કર્મચારી લાંચના પૈસા પરિવારજનોને પાછા આપતો જોવા મળે છે. આરોપી મૃતક પત્નીની પગમાં પડીને માફી માંગતો પણ જોવા મળે છે અને લાંચના પૈસા પાછા લેવા કહી રહ્યો છે.
Published by: Ashish Goyal
First published: May 10, 2021, 4:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading