મુખ્યમંત્રીઓમાં ફેરફાર BJPનું ડેમેજ કન્ટ્રોલ, ઝારખંડનો બોધપાઠ અપનાવી રહી છે પાર્ટી

News18 Gujarati
Updated: September 12, 2021, 11:00 AM IST
મુખ્યમંત્રીઓમાં ફેરફાર BJPનું ડેમેજ કન્ટ્રોલ, ઝારખંડનો બોધપાઠ અપનાવી રહી છે પાર્ટી
વિજય રૂપાણી (Vijay Rupani) સહિત બીજેપીએ આ વર્ષે 5 મુખ્યમંત્રી બદલ્યા છે. (ફાઇલ તસવીર)

Vijay Rupani Resignation: બીજેપીના શીર્ષ નેતૃત્વને લાગે છે કે નુકસાન થાય તે પહેલા જ ડેમેજ કન્ટ્રોલ કરવો સૌથી સારી બાબત છે

  • Share this:
(અમન શર્મા)

નવી દિલ્હી. લોકસભા ચૂંટણીમાં વિશાળ જીતથી નરેન્દ્ર મોદી (Narendra Modi) ફરી વડાપ્રધાન બન્યાના 6 મહિના બાદ ઝારખંડમાં (Jharkhand) બીજેપીને (BJP) રિયાલિટી ચેકનો સામનો કરવો પડ્યો. ઝારખંડ ચૂંટણીમાં હેમંત સોરેનના નેતૃત્વવાળા ગઠબંધને જીત નોંધાવી અને બીજેપી હારી ગઈ. તેની પાછળનું કારણ રાજ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી રઘુબર દાસની (Raghubar Das) ઓછી લોકપ્રિયતા હોવાનું કહેવાય છે. આવું પાર્ટીના જ કેટલાક લોકોનું કહેવું હતું. ચૂંટણી પહેલા ઝારખંડમાં રઘુબર દાસને મુખ્યમંત્રી પદથી હટાવવા માટે કેટલાક નેતાઓએ અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ હોબાળામાં તે વાત હવામાં ઉડી ગઈ. બાદમાં પાર્ટી હારી ગઈ.

બીજેપીના વરિષ્ઠ નેતા હવે ઝારખંડમાં મળેલા એ પાઠનો હવાલો આપતા જણાવે છે કે વિજય રૂપાણી (Vijay Rupani) સહિત બીજેપીએ આ વર્ષે પહેલા જ 5 મુખ્યમંત્રી કેમ બદલ્યા છે. શીર્ષ નેતૃત્વને લાગે છે કે હકીકતમાં નુકસાન થતાં પહેલા ડેમેજ કન્ટ્રોલ (BJP’s Damage Control) કરવું સૌથી સારી બાબત છે.

હરિયાણાના રાજકારણ પર નજર રાખનારા બીજેપીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું, "એવું નથી કે આ પહેલા સંકેત નહોતા દેખાતા." તેમણે તેના માટે ઓક્ટોબર 2019માં હરિયાણાની ચૂંટણીનો હવાલો આપ્યો. જ્યારે બીજેપી વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું અને સત્તામાં રહેવા માટે ગઠબંધનની તલાશ કરવી પડી. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની છબીના કારણે પાર્ટીએ કિંમત ચૂકવવી પડી. જો કે, તેઓ મુખ્યમંત્રી તરીકે ફરી પસંદ કરાયા હતા અને હાલમાં તેઓ બીજેપીના સૌથી ઉંમરલાયક મુખ્યમંત્રી છે.
સૂત્રોનું કહેવું છે કે ઝારખંડ ચૂંટણીના પરિણામો અને હરિયાણામાં હારની નજીક પહોંચતા જ બીજેપીને સમજાયું કે અપ્રિય અને બિનકાર્યક્ષમ મુખ્યમંત્રીઓને હટાવી દેવા જોઈએ. આવું આગામી ચૂંટણી પહેલા થવું જોઈએ. ભાજપના એક વરિષ્ઠ નેતાએ ન્યૂઝ18 ને જણાવ્યું કે, "પક્ષ વારંવાર મુખ્યમંત્રી બદલવા માટે ટીકાનો સામનો કરવા પણ તૈયાર છે, પરંતુ હવે ચૂંટણી હારવા તૈયાર નથી. અંતિમ પરિણામ મેળવવા માટે તમામ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે.

શું આ ટ્રેન્ડ ચાલુ રહેશે?હરિયાણા, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશના રાજકીય વર્તુળોમાં પહેલાથી જ ચર્ચા ચાલી રહી છે કે ભાજપનું આગળનું પગલું શું હશે. હિમાચલ પ્રદેશમાં ગુજરાતની સાથે 2022ના અંતમાં અને મધ્યપ્રદેશમાં 2023 ના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

આ પણ વાંચો, ગુજરાતના રાજકારણમાં આવશે મોટો બદલાવ! 50% નોન પર્ફોર્મર મંત્રીઓનાં કપાઇ શકે છે પત્તા

આ પ્રકારનો પહેલો આકરો નિર્ણય ત્યારે સામે આવ્યો જ્યારે ત્રિવેન્દ્ર સિંહ રાવતને આ વર્ષની શરૂઆતમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદેથી દૂર કરવામાં આવ્યા. તેમના કેટલાક વિવાદાસ્પદ નિર્ણયોથી લોકોને પડતી અસુવિધાને કારણે આવો નિર્ણય લેવામાં આવ્યો. રાજ્યમાં હરીશ રાવતના નેતૃત્વમાં પુનર્જીવિત કોંગ્રેસની વચ્ચે 2022માં ઉત્તરાખંડની વિધાનસભા ચૂંટણીઓ પર આની અસર થવાની સંભાવના છે. તેમના સ્થાને સીએમ બનેલા તીરથ સિંહ રાવતને પાંચ મહિના પછી હટાવવા પડ્યા હતા.

આ પણ વાંચો, વિજય રૂપાણીનું રાજીનામું ભાજપાની અંદરની લડાઇ અને મોદી-શાહની નિષ્ફળતાનું પરિણામ : કોંગ્રેસ

BJPનો આવો બીજો નિર્ણય આસામમાં જોવા મળ્યો હતો. ત્યાંની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ તત્કાલીન મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલને મુખ્યમંત્રીના ચહેરા તરીકે રજૂ કર્યા ન હતા. આસામમાં, ભાજપને કોંગ્રેસ-અજમલ ગઠબંધન તરફથી પડકારનો સામનો કરવો પડ્યો હતો અને સામાન્ય ધારણા હતી કે હિમંત બિસ્વા સરમા વધુ લોકપ્રિય વ્યક્તિ હતા. બીજેપીએ રાજ્યોમાં ચૂંટણી જીત્યા બાદ સોનોવાલને મુખ્યમંત્રી પદ પરથી હટાવી દીધા અને સરમાને સીટ સોંપી.
કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાને તેમના વધુ ઉંમરના આધારે હટાવવા એ બીજેપી દ્વારા એકમાત્ર દક્ષિણના રાજ્યમાં નેતૃત્વમાં પેઢીનો પરિવર્તન લાવવા માટે વધુ એક નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયથી પાર્ટી નેતૃત્વએ સંદેશ આપ્યો કે 2023માં યોજાનારી કર્ણાટકની વિધાનસભા ચૂંટણી જીતવા માટે યેદિયુરપ્પાના વારસાની જરુર નથી.
Published by: Mrunal Bhojak
First published: September 12, 2021, 10:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading