જાનૈયાઓએ દારૂ પીને અભદ્ર વ્યવહાર કરતા કન્યાએ લગ્નનો કરી દીધો ઇન્કાર, જાન માંડવેથી પાછી ફરી!

News18 Gujarati
Updated: April 25, 2021, 8:21 AM IST
જાનૈયાઓએ દારૂ પીને અભદ્ર વ્યવહાર કરતા કન્યાએ લગ્નનો કરી દીધો ઇન્કાર, જાન માંડવેથી પાછી ફરી!
જાનને માંડવેથી વીલા મોઢે પરત જવું પડ્યું ઘટના થઈ ખૂબ વાયરલ

જાનમાં આવેલા જાનૈયાઓએ દારૂના નશામાં કન્યાની માતા અને ભાઈ સાથે અભદ્ર વ્યવહાર કરતા દીકરીએ મોટો નિર્ણય લઈ લીધો

  • Share this:
હરીશ શર્મા : અનહોની થાય અને જાન માંડવેથી પાછી ફરી હોય એવી ઘટનાઓ આપણા સમાજમાં અનેકવાર સામે આવતી હોય છે બાકી કોઈ પણ સંજોગોમાં માંડવેથી જાન ખાલી પાછી ન થઈ જશે. જોકે, આ કિસ્સો સાંભળીને તમે આશ્ચર્યમાં મૂકાઈ જશો કારણ કે અહીંયા એક કન્યાએ જાનૈયાઓના ગેરવર્તન સામે બંડ પોકાર્યુ. એટલું જ નહીં કન્યાએ પરણવાનો જ ઇન્કાર કરી દીધો. આ વાત સામે આવતા ધમાચકડી મચી ગઈ પરંતુ કન્યા એકની બે ન થઈ અને આખરે જાન માંડવેથી ખાલી પાછી ગઈ

બનાવ ઉત્તર પ્રદેશના (Uttar pradesh) બરેલીનો (Bareilly) છે. અહીંયા એક જાનમાં જાનૈયાએએ દારૂ પીને ડીજેના તાલે ધમાચકડી મચાવી હતી. જોકે, લગ્નોમાં આ વાત કોઈ નવી નથી પરંતુ દારૂના નશામાં ધુત જાનૈયાઓએ કન્યાની માતા અને ભાઈ સાથે અભદ્ર વર્તન કર્યુ હતું. આ મામલે કન્યાને (Bride Denied to marry) જાણ થતા તે વિફરી અને લગ્નનો ઇન્કાર કરી દીધો.

આ પણ વાંચો : રાજકોટ : એમ્બ્યુલન્સના વેઇટિંગ એરિયામાં જન્મદિવસની ઉજવણી, Video થયો Viral

મામલો એટલી હદે વણસી ગયો કે જાનને રીતસર માંડવેથી વીલા મોઢે પરત ફરવું પડ્યું. ઘટના બાદ કન્યાના પિતાએ વેવાઇવેલા સામે પોલીસ સ્ટેશનમમાં ફરિયાદ પણ નોંધાવી.

બનાવના મૂળમાં ડીજે હોવાનું સામે આવ્યું છએ. બરલેલીના શેરગઢના નગલા ગામે આવેલી એક જાનમાં દારૂ પીધેલા જાનૈયાએએ ધક્કો મારતા એક બાળક ઘસી પડ્યો હતો. જાનૈયાઓએને આ મામલે સમજાવા ગયેલી કન્યાની માતા અને તેના ભાઈને પણ આ લોકોએ ધક્કામૂકી કરતા તે બંને પણ જમીન પર ફંગોળાયા હતા. કન્યાના આ વર્તન બાદ વરપક્ષ વિફર્યો. કન્યાના પતિએ તો જોઈ લેવાની અને મારવાની ધમકી પણ આપી અને સ્થાનિકો જોડે પણ ગેરવર્તૂણક કરી.
વરપક્ષની અનેક આજીજી બાદ પણ કન્યા એકની બે ન થઈ અને તેણે લગ્ન કરવા માટે ઇન્કાર કરી દીધો. કન્યાએ કહ્યું કે 'જે વ્યક્તિ વડીલોનું સન્માન કરવાનું ન સમજતો હોય એવા વ્યક્તિ સાથે હું ક્યારેય લગ્ન નહીં કરું'. બસ પછી શું જાન વીલા મોઢે પરત ફરી.

આ પણ વાંચો : સુરત : શિક્ષિકાએ તાપીમાં લગાવી મોતની છલાંગ, ચાર દિવસ બાદ મળ્યો મૃતદેહ

આ મામલે શેરગઢ પોલીસ મથકના ઇન્સપેક્ટરે જણાવ્યું કે કન્યાપક્ષે આ મામલે અરજી આપી છે. અમે બંને પક્ષોને બોલાવી અને સામસામે બેસાડીને મામલો સુલટી જાય તેવો પ્રયાસ કરીશું.
Published by: Jay Mishra
First published: April 25, 2021, 8:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading