સાપ પકડનાર યુવકને કોબ્રાએ ડંખ માર્યો, જુઓ મોતનો Viral Video

News18 Gujarati
Updated: October 1, 2021, 3:55 PM IST
સાપ પકડનાર યુવકને કોબ્રાએ ડંખ માર્યો, જુઓ મોતનો Viral Video
યુવક પોતાના વિસ્તારમાં સર્પ મિત્રના નામથી જાણીતો હતો. તે સાપને પકડી લેતો હતો

viral video- ડબ્બામાં બંધ કરવા દરમિયાન કોબ્રા સાપ યુવકને ડંખ મારે છે

  • Share this:
છિંદવાડા : મધ્ય પ્રદેશના (Madhya Pradesh)છિંદવાડાથી (Chhindwara) એક ચકિત કરનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક સાપ પકડનાર (Snake catcher)યુવક પોતાનો જીવ જોખમમાં મુકીને કોબ્રા સાપને રેસ્ક્યૂ કરી રહ્યો છે. વાયરલ વીડિયોમાં (Viral Video)સ્પષ્ટ જોવા મળે છે કે તેને કોબ્રાને પકડવામાં ઘણી પરેશાની થઇ રહી છે. આ દરમિયાન ડબ્બામાં બંધ કરવા દરમિયાન કોબ્રા સાપ તેને ડંખ મારે છે. જેના કારણે યુવકની હાલત ખરાબ થઇ જાય છે અને હોસ્પિટલ લઇ જતા સમયે તેનું મોત થાય છે.

જાણકારી પ્રમાણે આ વીડિયો જિલ્લાના પરાસિયા બ્લોકના ન્યૂટનનો છે. આ વીડિયો બુધવારે આવતા જ વાયરલ થયો છે. યુવકનું નામ સંતરામ છે. 43 વર્ષનો આ યુવક પોતાના વિસ્તારમાં સર્પ મિત્રના નામથી જાણીતો હતો. તે સાપને પકડી લેતો હતો. તેણે ઇટના ઢગલા પાસેથી એક કોબ્રા પ્રજાતિના સાપને પકડ્યો હતો. આ કોબ્રા શરૂઆતમાં તો તેના હાથમાં તરત આવી ગયો હતો. જોકે તે કાબુમાં રહ્યો ન હતો.

આ પણ વાંચો - બાળકોની આયા ઉપર હિડન કેમેરાથી નજર રાખતો હતો કરોડપતિ બાપ, જ્યારે મહિલાએ ચેક કર્યું મેમરી કાર્ડ તો ઉડી ગયા હોશ!

મોકો મળતા જ કોબ્રાએ ડંખ માર્યો

સાપ પકડ્યા બાદ સંતરામ તેને પ્લાસ્ટિકના ડબ્બામાં પુરવાના પ્રયાસ કરે છે. સાપ તેના હાથ પર વીંટળાઇ જાય છે. નજરે જોનારનું માનીએ તો, આ દરમિયાન સાપ તેને ડંખ મારી દે છે. આમ છતા તે કોઇ રીતે સાપને પ્લાસ્ટિકના ડબ્બામાં બંધ કરી નાખે છે. જોકે આ પછી તેની હાલત બગાડવા લાગી હતી. તે બેભાન થઈને પડી જાય છે. અફરા-તફરીમાં લોકો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે પરંતુ તેનો જીવ બચાવી શકાયો ન હતો. સારવાર દરમિયાન તે યુવક મોતને ભેટ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પ્રદેશના ઘણા વિસ્તારોમાંથી અજીબો ગરીબ વીડિયો સામે આવે છે. આ જ પ્રકારનો એક વીડિયો શિવપુરીથી સામે આવ્યો હતો. વીડિયોમાં જોવા મળે છે કે એક મહિલા વેક્સીન લગવવા માંગતી ન હતી. તેને બળજબરીથી ઇન્જેક્શન લગાવવામાં આવે છે. તે જોર જોરથી રડવા લાગે છે. તે વેક્સીનના નામે ડરથી વેક્સીન લેવા માંગતી ન હતી.
Published by: Ashish Goyal
First published: October 1, 2021, 3:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading