નીંદર માણતી બાળકીના ગળામાં દોઢ કલાક સુધી લપેટાયેલો રહ્યો સાપ, આ કારણે હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

News18 Gujarati
Updated: September 12, 2021, 3:44 PM IST
નીંદર માણતી બાળકીના ગળામાં દોઢ કલાક સુધી લપેટાયેલો રહ્યો સાપ, આ કારણે હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર
સાપ બાળકીના ગળામાં લપેટાઈ ગયો હતો. (તસવીર- વીડિયો ગ્રેબ)

ગળામાં વીંટળાયેલા સાપની પૂંછડી બાળકીના શરીર નીચે ફસાતા તેણે ડંખ માર્યો, ડરેલી દીકરીને તાત્કાલિક હોસ્પિટલ લઈ પહોંચ્યો પરિવાર

  • Share this:
વર્ધા. મહારાષ્ટ્રના (Maharashtra) વર્ધા જિલ્લાથી (Wardha District) એક રૂંવાડા ઊભી કરતી તસવીર (Shocking Image) સામે આવી છે. ઘરમાં મીઠી નીંદર માણી રહેલી એક બાળકીના ગળામાં સાપ (Snake) વીંટળાઈ ગયો હતો. ખૂબ જ મુશ્કેલીથી સાપને બાળકીના ગળામાંથી હટાવવામાં આવ્યો હતો, પરંતુ જતા-જતા છેવટે સાપે બાળકીને ડંખ (Snake Bite) મારી દીધો. હાલ આ નાની બાળકીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાળકીના ઘરના સભ્યોનું કહેવું છે કે લગભગ દોઢ કલાક સુધી સાપ ગળામાં વીંટળાઈ રહ્યો હતો. બાદમાં બાળકીને બચાવવા માટે સાપ પકડનારની (Snake Catcher) મદદ લેવામાં આવી હતી.

આ ઘટના વર્ધાના સેલૂ તાલુકાની છે. લોકમત સમાચાર મુજબ, 6 વર્ષની બાળકી પૂર્વા પદ્માકર ગડકરી પોતાની માતા સાથે જમીન પર સૂઈ રહ્યા હતા. ત્યારે અડધી રાત્રે ત્યાં સાપ (Snake) આવી ગયો. સાપને અચાનક જોઈને માતા તો ભાગી ગઈ, પરંતુ આ દરમિયાન સાપ બાળકીના ગળામાં લપેટાઈ ગયો. આગામી લગભગ દોઢ કલાક સુધી સાપ ગળામાં વીંટળાઈ ગયો. ઘરમાં હોબાળો મચી ગયો. ગામના અનેક લોકો ત્યાં પહોંચી ગયા. માતા અને ઘરના બાકી લોકોએ બાળકીને ચૂપચાપ સૂતા રહેવા માટે કહ્યું. જ્યાં સાપ હટવા લાગ્યો તો તેનો કેટલોક હિસ્સો બાળકની પીઠ નીચે દબાઈ ગયો હતો. સાપે તે જ સમયે બાળકીને ડંખ મારી દીધો. હાલ બાળકીની સારવાર કસ્તૂરબા હોસ્પિટલમાં (Kasturba Hospital) ચાલી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બાળકી હાલ ખતરાથી બહાર છે.

આ પણ વાંચો, OMG! ગાયે કૂતરાના ચહેરાવાળા વાછરડાને જન્મ આપ્યો, લોકોએ આ કારણે જોડી ધાર્મિક આસ્થા

આ દરમિયાન ગામના લોકોએ સાપ પકડવારને (Snake Catcher) ફોન કર્યો. પરંતુ ત્યાં સુધીમાં સાપ બાળકીને કરડી (Snake Bite) ચૂક્યો હતો. લોકો આ ઘટના બાદ ડરમાં છે. નોંધનીય છે કે, વર્ધા જિલ્લાના ગામોમાં ઘણી મોટી સંખ્યામાં સાપ જોવા મળ્યા છે. ખાસ કરીને વરસાદની સીઝનમાં (Rainy Season) આ સંખ્યા ઘણી વધુ હોય છે.

આ પણ વાંચો, 30 વર્ષ બાદ અચાનક વહેવા લાગ્યું પ્રાચીન ઝરણું, પાંડવોના તપની નિશાની ફરી થઈ જીવંત

આ વર્ષે મે મહિનામાં એક ઘરમાંથી 98 સાપ નીકળ્યા હતા. પાણીના ડ્રમમાં અસંખ્ય સાપ છુપાયેલા હતા. એક સાથે આટલા બધા સાપ જોઈને મજૂરોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. ખૂબ જ મુશ્કેલી બાદ આ સાપોને ત્યાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
Published by: Mrunal Bhojak
First published: September 12, 2021, 3:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading