કેનાલમાં પડીને ઘણા કિલોમીટર સુધી ના ડુબી કાર, આવી રીતે બચ્યો કાર ચાલકનો જીવ, જુઓ Video

News18 Gujarati
Updated: August 14, 2021, 11:12 PM IST
કેનાલમાં પડીને ઘણા કિલોમીટર સુધી ના ડુબી કાર, આવી રીતે બચ્યો કાર ચાલકનો જીવ, જુઓ Video
કેનાલમાં પડીને ઘણા કિલોમીટર સુધી ના ડુબી કાર, આવી રીતે બચ્યો કાર ચાલકનો જીવ

himachal pradesh news- આ ઘટનાનો વીડિયો વાયરલ (Viral Video)થઇ રહ્યો છે

  • Share this:
મંડી : હિમાચલ પ્રદેશમાં (himachal pradesh)બગ્ગી-ધનોટૂ (buggy-dhanotu road)રસ્તાની બાજુવાળી કેનાલમાં એક કાર દૂર્ઘટનાનો શિકાર બની હતી. ડ્રાઇવરે કારનો કાબુ ગુમાવી દીધો હતો અને કાર સીધી કેનાલમાં પડી હતી. કેનાલમાં પડતા જ કાર ડુબવાના બદલે તરવા લાગી હતી. આ દરમિયાન કાર ચાલક બહાર નીકળીને તરીને પોતાનો જીવ બચાવવા સફળ રહ્યો હતો. જ્યારે કાર પાણીના કેનાલમાં ઘણા દૂર સુધી ગઈ હતી અને સુંદરનગર કંટ્રોલ ગેટ પાસે જઈને અટકી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ (Viral Video)થઇ રહ્યો છે.

જાણકારી પ્રમાણે કેનાલ પાસે રહેલા કાચા રસ્તા પર એક કાર જતી હતી. આ કાર અચાનક અનિયંત્રિત થઇને પેરાપિટ તોડીને સીધી કેનાલમાં ખાબકી હતી. જેવી કાર કેનાલમાં પડી તો તરત અંદર રહેલા એર બેગ ખુલી ગયા હતા. કદાચ આ જ કારણે કાર ડુબવાના બદલે તરતા લાગી હતી. તરતી કારમાંથી કાર ચાલક કારમાંથી બહાર નીકળી ગયો હતો અને તરીને કિનારે પહોંચી ગયો હતો. તેને તરતા આવડતું હોવાથી તે પોતાનો જીવ બચાવવા સફળ રહ્યો હતો.

આ પણ વાંચો - જમ્મુ કાશ્મીર : 15 ઓગસ્ટ પહેલા આતંકીઓનું મોટું ષડયંત્ર નિષ્ફળ, જૈશના 4 આતંકી પકડાયા

ઘણા કિલોમીટર સુધી તરતી રહી કાર

કાર ઘણા કિલોમીટર સુધી તરતી જોવા મળી હતી. પછી સુંદરનગર સ્થિતિ કંટ્રોલ ગેટ પાસે આવીને ફસાઇ હતી અને અટકી ગઈ હતી. ઘટનાસ્થળે હાજર રહેલા લોકોએ તરતી કાર અને કારમાંથી બહાર નીકળતા વ્યક્તિનો વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો કારની એરબેગ ના ખુલી હોત તો મોટી દુર્ઘટના થઇ શકતી હતી.
એરબેગ ખુલવાના કારણે કાર પાણીમાં ડુબી ન હતી. જેના કારણે કાર ચાલકને કારમાંથી બહાર નીકળવાનો સમય મળ્યો હતો અને તે બહાર આવી ગયો હતો. લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.
Published by: Ashish Goyal
First published: August 14, 2021, 11:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading