બિહાર સીમા પાસે નેપાળ બનાવી રહ્યું છે હેલીપેડ, ગુપ્તચર એજન્સીએ એલર્ટ કર્યા

News18 Gujarati
Updated: August 6, 2020, 3:35 PM IST
બિહાર સીમા પાસે નેપાળ બનાવી રહ્યું છે હેલીપેડ, ગુપ્તચર એજન્સીએ એલર્ટ કર્યા
નેપાળ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા હેલીપેડ

હેલીપેડને લઇને ગુપ્તચર વિભાગના રિપોર્ટ પછી નેપાળ બોર્ડર પર સુરક્ષા સંભાળી રહેલા SSBને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે.

  • Share this:
ભારતની પાસે આવેલા ગામોમાં નેપાળ હેલિપેડનું નિર્માણ કરી રહ્યું છે. આ ખબર મળ્યા પછી ભારતીય ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ કર્યા છે. ગુપ્તચર એજન્સીના રિપોર્ટ મુજબ વાલ્મીકી નગરની પાસેનેા વિસ્તારમાં નેપાળે ત્રણ હેલીપેડ બનાવ્યા છે. નેપાળની તરફથી આ બનાવવા પાછળ પૂરની સ્થિતિમાં રાહત વિતરણમાં ઉપયોગ લેવાય તેવું જણાવવામાં આવ્યું છે. જો કે ગુપ્તચર વિભાગ મુજબ આ વિસ્તારો પૂરથી પ્રભાવિત જ નથી. ત્યારે આ ઘટનાને હાલની ભારત અને નેપાળ વચ્ચે વણસેલા સંબંધો અને ચીન સાથે તેના સારા સંબંધોના આધાર પર પણ જોવામાં આવી રહ્યા છે. સૂચના પછી પહેલાથી જ સીલ થયેલી નેપાળ બોર્ડર પર SSB હાઇ એલર્ટ પર છે. સુત્રો મુજબ નેપાળી ક્ષેત્રમાં નવલપરાસી જિલ્લામાં આ ત્રણ હેલીપેડને તૈયાર કરવામાં આવી છે.

સીમાવર્તી નેપાળમાં બની રહેલા આ હેલીપેડમાંથી પહેલું હેલીપેડ નરસહી ગામના ચાર નંબરના વાર્ડમાં બીજું હેલીપેડ ત્રિવેણીમાં આર્મી કેમ્પની પાસે અને ત્રીજુ નવલ પરાસી જિલ્લામાં ઉજ્જૈનીમાં તૈયાર થઇ રહ્યું છે. જ્યાંથી ઉત્તર પ્રદેશની સીમા લાગે છે.

વઘુ વાંચો :  હસીન જહાંએ સોશિયલ મીડિયામાં મંદિર નિર્માણ માટે આપી શુભેચ્છા તો મળી રેપની ધમકી આપી

સુત્રોનું માનીએ તો સમય આવે આનો ઉપયોગ નેપાળી સેના દ્વારા સૈન્ય અને બીજા કાર્યો માટે પણ કરી શકાય છે. કૂટનીતિ તરીકે નેપાળ સરકાર દ્વારા ભારત પર વધુ દબાણ બનાવાનો પ્રયાસ  તરીકે  પણ આ આખી ઘટનાને જોવામાં આવી રહી છે.

હેલીપેડને લઇને ગુપ્તચર વિભાગના રિપોર્ટ પછી નેપાળ બોર્ડર પર સુરક્ષા સંભાળી રહેલા SSBને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. કોરોનાને લઇને અહીં બોર્ડર પૂરી રીતે સીલ છે. પણ તેમ છતાં જંગલ અને નદીના રસ્તા પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. અને સાથે જ ગુપ્તચર વિભાગ પણ નેપાળ પર આ ગતિવિધિઓ પણ ખાસ નજર બનાવીને રાખી રહ્યો છે.
Published by: Chaitali Shukla
First published: August 6, 2020, 3:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading