Explained: દેશમાં કોરોનાના ડબલ મ્યુટેન્ટની અસર છે? જીનોમ સિક્વન્સથી શું અસર થશે


Updated: April 20, 2021, 4:57 PM IST
Explained: દેશમાં કોરોનાના ડબલ મ્યુટેન્ટની અસર છે? જીનોમ સિક્વન્સથી શું અસર થશે
પ્રતિકાત્મક તસવીર

B.1.617 નામનું આ મ્યુટેન્ટ વધુ ચેપી અને ઘાતક માનવામાં આવે છે. આ મ્યુટેન્ટની તપાસ કરવા અને શું વાયરસનું આ રૂપ જ બીજી લહેર માટે જવાબદાર છે? કે અન્ય મિશ્ર કારણ છે?

  • Share this:
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના ભરડા વચ્ચે મહારાષ્ટ્રમાં કોરોનાના ડબલ મ્યુટેશનની ચર્ચાએ જોર પકડ્યું છે. B.1.617 નામનું આ મ્યુટેન્ટ વધુ ચેપી અને ઘાતક માનવામાં આવે છે. આ મ્યુટેન્ટની તપાસ કરવા અને શું વાયરસનું આ રૂપ જ બીજી લહેર માટે જવાબદાર છે? કે અન્ય મિશ્ર કારણ છે? તે અંગે તપાસ કરવા હૈદરાબાદના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજીએ જવાબદારી લીધી છે.

સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (સીસીએમબી) કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ અંતર્ગત કામગીરી કરે છે. આ સંસ્થા અનેક પ્રકારના રિસર્ચ સાથે જોડાયેલી છે. અગાઉ અમેરિકાની ફાર્મા કંપની મોડર્ના સાથે પણ ભારતમાં રસીના ઉત્પાદન સાથે સંસ્થાએ વાતચીત કરી હતી. જોકે, આ વાતચીત સફળ નહોતી રહી.

આ સંસ્થા કોનો ભાગ છે?

વર્તમાન સમયે જીનોમ સિક્વન્સ ડિકોડ કરીને B.1.617 નામના મ્યુટેન્ટના કારણે બીજી લહેર આવી છે કે નહીં તેનું સંશોધન થઈ રહ્યું છે. જીનોમ સિકવેન્સ લેબ INSACOGનો ભાગ છે. જેનો પ્રારંભ વર્ષ 2020ના ડિસેમ્બર મહિનામાં થયો હતો. INSACOG દેશની નામાંકિત 10 લેબોરેટરીનું સંગઠન છે. જેનું મૂળ કામ કોરોના વાયરસના મ્યુટેન્ટ ઉપર નજર રાખવાનું છે. સંસ્થાને સાર્સ કોવ 2 કન્સોર્ટિયમ ઓન જીનોમિક્સ કહેવાય છે.

આ પણ વાંચોLive દુર્ઘટના Video: હાઈ વોલ્ટેજ લાઈન પર અચાનક કરંટ આવતા કર્મચારીનું દર્દનાક મોત

આ રાજ્યોમાંથી લેવાયેલા સેમ્પલ પર થઈ રહ્યું છે કામહૈદરાબાદ સંસ્થા CCMB હવે મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક સહિતના અલગ-અલગ રાજ્યોમાંથી એકત્રિત કરવામાં આવેલા સેમ્પલના જીનોમ સિક્વન્સ અંગે તપાસ કરી રહી છે. જેના પરિણામ આગામી બે અઠવાડિયામાં આવશે તેવી આશા છે.

આખરે ડબલ મ્યુટેન્ટ છે શું? માથાકૂટ શેની છે?

કોરોના વાયરસના ડબલ મ્યુટેન્ટ અંગે સૌ પ્રથમ માર્ચ મહિનામાં વિગતો સામે આવી હતી. તે સમયે મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને પંજાબ સહિતના ચાર રાજ્યોમાંથી 200 સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેના પર રિસર્ચ કરીને પરિણામો મેળવાયા હતા.

આ પણ વાંચોસુરત ગડોદરા હત્યા મામલો: પતિએ પત્નીને માર મારી બેભાન કરી ટ્રેક પર સુવડાવી દીધી, મહિલાનું ટ્રેન નીચે કપાઈ જતા મોત

સતર્કતા શું કામ જરૂરી

મહારાષ્ટ્રમાંથી તપાસ માટે મોકલવામાં આવેલા સેમ્પલમાંથી 20% સેમ્પલમાં આ વેરિયન્ટ મળી આવ્યું છે. વર્તમાન સમયે મહારાષ્ટ્રમાં જે ઝડપથી કેસ વધી રહ્યા છે, તે જોતા આ મ્યુટેશન સંક્રમણનો દર વધી રહ્યો હોવાની ચિંતા છે. અલબત્ત સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ મામલે હજુ કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. જોકે વધતા સંક્રમણ વચ્ચે સતર્કતા રાખવી જરૂરી બની છે.

ન્યુઝ18 અંગ્રેજી વેબસાઇટે CCMBના ડાયરેકટર રાકેશ મિશ્રાની વાતને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના હવાલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ડબલ મ્યુટેન્ટ વાયરસ ચિંતાજનક બાબત છે. પરંતુ ડરની વાત નથી. જોકે, કેસ વધવાના કારણે તેના પર ધ્યાન દેવું આવશ્યક છે. જેથી સંક્રમણનો દર અને ડબલ મ્યુટેન્ટ પર સંશોધન ચાલી રહ્યું છે. સંક્રમણ વધારવા પાછળ નવો વેરિયન્ટ કારણભૂત છે કે નહીં? તેની પણ તપાસ થઇ રહી છે.

શું છે ડબલ મ્યુટેન્ટ વેરિયન્ટ

ડબલ મ્યુટેન્ટ વાયરસનો એવો રૂપ છે કે જેના જીનોમમાં બે વખત બદલાવ થઈ ચૂક્યો છે. સામાન્ય રીતે વાયરસના જીનોમ વેરિએન્ટમાં બદલાવ થાય તે મોટી વાત નથી. વાયરસ લાંબા સમય સુધી અસરકારક રહેવા માટે પોતાની જેનેટિક સંરચનામાં બદલાવ કરતો રહે છે. સમયાંતરે રૂપ બદલીને પોતાને વધુ મજબૂત બનાવે છે. જે રીતે માણસ પોતાની જાતને વધુ સારી બનાવે તે રીતે વાયરસ પણ બદલાવ લાવે છે. B.1.617ના કેસમાં પણ આવું જ થયું છે.

શા માટે વધુ જોખમી થઈ શકે?

ઘણી વખત મ્યુટેશન બાદ વાયરસ નબળો પડી જાય છે. જોકે, ઘણી વખત આ પ્રક્રિયા વાયરસને જોખમી બનાવી દે છે. આવી સ્થિતિમાં વાયરસ કોશિકાઓ પર હુમલો કરે તો કોશિકા થોડા કલાકોમાં જ વાયરસની હજારો નકલ બનાવી દે છે. જેનથી શરીરમાં વાયરસ લોડ ઝડપથી વધે છે. દર્દી ઝડપથી બીમારીની ગંભીર અવસ્થામાં પહોંચી જાય છે.

વિદેશમાં પણ વાયરસે દેખા દીધી

યુકે, ઓસ્ટ્રેલિયા, જર્મની, બેલ્જિયમ, આયર્લેન્ડ, નામિબિયા, ન્યૂઝીલેન્ડ, અમેરિકા, સિંગાપોર સહિતના અનેક દેશમાં ડબલ મ્યુટેન્ટ વાઇરસ જોવા મળ્યો છે. જોકે, ભારતમાં પ્રથમ વખત કોરોનાની બીજી લહેરમાં આ મ્યુટેન્ટની બાબત પ્રકાશમાં આવી છે.
First published: April 20, 2021, 4:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading