કોરોના વેક્સીન આપનારી સિસ્ટર નિવેદાને PM મોદીએ કહ્યુ, ‘રસી આપી પણ દીધી, ખબર જ ન પડી’

News18 Gujarati
Updated: March 1, 2021, 11:50 AM IST
કોરોના વેક્સીન આપનારી સિસ્ટર નિવેદાને PM મોદીએ કહ્યુ, ‘રસી આપી પણ દીધી, ખબર જ ન પડી’
દિલ્હી એઇમ્સ ખાતે સિસ્ટર નિવેદાએ વડાપ્રધાન મોદીને કોરોના વેક્સીનનો પહેલો ડોઝ આપ્યો.

સિસ્ટર નિવેદાએ કહ્યું, વડાપ્રધાનને કોવેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો, બીજો ડોઝ 28 દિવસ બાદ આપવામાં આવશે

  • Share this:
નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ સોમવારે દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (Delhi-AIIMS) ખાતે કોવિડ-19 વેક્સીન (Corona Vaccine)નો પહેલો ડોઝ લીધો અને તમામ લોકોને વેક્સીન લેવાની અપીલ કરી, જે બીજા ચરણના વેક્સીનેશન અભિયાન હેઠળ પાત્રતા ધરાવે છે. વડાપ્રધાન મોદીને પુડ્ડુચેરીની નિવાસી સિસ્ટર પી. નિવેદા (Sister Niveda)એ ભારત બાયોટેક (Bharat Biotech)ની કોવેક્સીન (Covaxin) રસી આપી. ત્યારબાદ PM મોદીએ સિસ્ટર નિવેદાને કહ્યું, ‘રસી આપી પણ દીધી, ખબર જ ન પડી.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીન આપ્યા બાદ સિસ્ટર નિવેદાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, સર (પીએમ મોદી)ને ભારત બાયોટેકની કોવેક્સીન રસી આપવામાં આવી છે. તેમને બીજો ડોઝ 28 દિવસ બાદ આપવામાં આવશે. તેઓએ મને પૂછ્યું કે હું ક્યાંની રહેવાસી છું અને વેક્સીનેશન બાદ તેઓએ કહ્યું કે- રસી આપી પણ દીધી, ખબર જ ન પડી.

આ પણ વાંચો, PM મોદીએ ભારત બાયોટેક પર ઊભી થયેલી શંકાને દૂર કરી, Covaxin લઈને આપ્યા 4 ખાસ સંદેશનોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીન લીધા બાદ જાણકારી આપતા ટ્વીટ કરીને જણાવ્યું કે, મેં એઇમ્સમાં કોવિડ-19 વેક્સીનનો પહેલો ડોઝ લીધો.


વડાપ્રધાન મોદી (PM Modi)એ ટ્વીટ કરીને કહ્યું કે, ઉલ્લેખનીય છે કે આપણા ડૉક્ટર્સ અને સાયન્ટિસ્ટે ખૂબ ઓછા સમયમાં કોરોનાની વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજૂબત કરવાનું કામ કર્યું છે. હું તે તમામ લોકોને વેક્સીન લેવાની અપીલ કરું છું, જે તેને યોગ્ય છે. આવો સાથે મળી આપણે ભારતને કોવિડ-19 મુક્ત કરવામાં યોગદાન આપીએ.

આ પણ વાંચો, Co-WIN એપમાં વેક્સીન રજિસ્ટ્રેશન- જાણો રીત અને કયા દસ્તાવેજોની જરૂર પડશે?

વડાપ્રધાન મોદીએ ટ્વીટની સાથે જ વેક્સીન લેતી વખતની પોતાની એક તસવીર પણ શૅર કરી, જેમાં તેઓ આસામનો ગમછો પહેરેલા જોવા મળ્યા અને સ્મિત સાથે રસી લઈ રહ્યા છે. તસવીરમાં તેમની સાથે સિસ્ટર નિવેદા ઉપરાંત કેરળની નિવાસી એક અન્ય નર્સ રોસમ્મા અનિલ પણ જોવા મળી રહી છે.
Published by: Mrunal Bhojak
First published: March 1, 2021, 11:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading