જ્યારે ભૂતાનના સાંસદના માથા પર હાથ ફેરવવા લાગ્યા PM મોદી, જુઓ વીડિયો

News18 Gujarati
Updated: August 19, 2019, 10:23 AM IST
જ્યારે ભૂતાનના સાંસદના માથા પર હાથ ફેરવવા લાગ્યા PM મોદી, જુઓ વીડિયો
ભૂતાનના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સ્ટેજ પર ઉપસ્થિત ભૂતાનના સાંસદ સાથે વડાપ્રધાન મોદીએ માણી હળવી પળો, લોકોમાં હાસ્યનું મોજું

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતાન પ્રવાસ પૂર્ણ કરીને દેશ પાછા આવી ગયા છે. બે દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રધાને બંને દેશોની વચ્ચે સંબંધોને મજબૂત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં ઉઠાવ્યા. આ દરમિયાન પીએમ મોદીનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ ભૂતાનના સાંસદો સાથે હળવી મજાક કરતાં જોવા મળી રહ્યા છે.

ઓ વીડિયો રૉયલ ભૂતાન યુનિવર્સિટીનો છે. અહીં પીએમ મોદી રવિવારે સ્ટુડન્ટ્સને સંબોધિત કરવા પહોંચ્યા હતા. સ્ટેજ પર અનેક મહેમાન પહેલાથી જ ઉપસ્થિત હતા. જેમાં અનેક સાંસદ પણ ત્યાં હાજર હતા. થોડી વાબ બાદ ત્યાં પીએમ મોદીની એન્ટ્રી થાય છે.

આ પણ વાંચો, રૉયલ યુનિવર્સિટીમાં PM મોદીએ કહ્યુ- એક દિવસ ભૂતાનના વૈજ્ઞાનિક પણ ઉપગ્રહ બનાવશે
શું છે આ વીડિયોમાં?


પીએમ મોદી ત્યાં પહોંચતા જ હળવી પળો માણી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક સાંસદના માથે વાળ નથી. પીએમ મોદી તેમની પાસે પહોંચીને પાછળથી તેમના માથે હાથ ફેરવવા લાગે છે. સાંસદને એ વાતની અણસાર નથી. તેમને લાગે છે કે પીએમ મોદી નહીં પરંતુ બીજું કોઈ આવું કરી રહ્યું છે. બાદમાં જ્યારે તેમનું ધ્યા મોદી તરફ જાય છે તો પીએમ મોદી સાંસદની પીઠ ઠાબડવા લાગે છે. ત્યાં ઉપસ્થિત લોકોમાં હાસ્યનું મોજું ફરી વળે છે.

આ પણ વાંચો, લગ્નની લાલચ આપી 20 મહિલાઓ સાથે કરી છેતરપિંડી, આ રીતે ઝડપાયો
Published by: Mrunal Bhojak
First published: August 19, 2019, 10:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading