‘જૂલી’એ 5 Puppiesને જન્મ આપ્યો તો માલિકે 12 ગામના લોકોને આપી Grand Party

News18 Gujarati
Updated: January 29, 2021, 8:13 AM IST
‘જૂલી’એ 5 Puppiesને જન્મ આપ્યો તો માલિકે 12 ગામના લોકોને આપી Grand Party
ભોજન સમારંભમાં ઓર્કેસ્રાSa અને ઘોડાના ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું, 2000 લોકોએ કૂતરીનાં બચ્ચાને આપ્યા આશીર્વાદ

ભોજન સમારંભમાં ઓર્કેસ્રાSa અને ઘોડાના ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું, 2000 લોકોએ કૂતરીનાં બચ્ચાને આપ્યા આશીર્વાદ

  • Share this:
શિવેન્દ્ર બઘેલ, સતનાઃ મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના સતના (Satna) જિલ્લામાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અહીં પાળતૂ કૂતરીએ 5 બચ્ચાંને જન્મ આપ્યો તો આ ખુશીમાં માલિકે 12 ગામના લોકોને સામૂહિક ભોજનની મોજ કરાવી. મહાભોજ (Grand Party)ના આ અવસરે ગીત-સંગીતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને નવજાત બચ્ચાઓ માટે શુભ આશીષ આપવા માટે લાંબી લાઇનો પણ લાગી.

વાત સાંભળવામાં વિચિત્ર ચોક્કસ લાગશે પરંતુ આ બિલકુલ સાચી ઘટના છે. મધ્ય પ્રદેશમાં સતના જિલ્લાના ખોહી ગામમાં કંઈ આવું જ આયોજન થયું. અહીં જૂલી નામની એક પાળતુ કૂતરીએ 5 બચ્ચાઓને જન્મ આપ્યો. માલિક ખુશીશી ઝૂમી ઉઠ્યો. તેણે આ ખુશીમાં પોતાના ગામ ઉપરાંત આસપાસના ગામના લોકોને પણ મિજબાની આપવાની ઈચ્છા વ્યક્ત કરી. ગામ લોકો અને સગા-સંબંધીઓએ તેની ભાવનાનું સન્માન કર્યું અને શરૂ થઈ ભોજન સંમારંભની તૈયારી. આસપાસના 12 ગામના 2000 લોકોને ભોજન સમારંભમાં આમંત્રિત કરવામાં આવ્યા. લોકોએ ઉત્સાહથી આ સમારંભનો આનંદ માન્યો અને નવજાત બચ્ચાઓને ખૂબ આશીર્વાદ આપ્યા.


આ પણ વાંચો, અકસ્માતનો ભોગ બનેલા પરિવારની એક સાથે ઊઠી 6 અર્થી, આખું શહેર હિબકે ચડ્યું

ભોજન સમારંભ દરમિયાન ઢોલ-નગારા વગાડવામાં આવ્યા. ઘોડાનો ડાન્સ,ઓર્કેસ્ટ્રા પણ હતું. જૂલીને સ્વચ્છ કપડા પહેરાવવમાં આવ્યા. નવજાત બચ્ચાઓને તૈયાર કરવામાં આવ્યા. લોકો હર્ષોલ્લાસની સાથે નાચતા અને ઝૂમતા જોવા મળ્યા.

12 ગામોને આમંત્રણજૂલી નામની આ પાળતુ કૂતરી મુસ્તફા ખાનની છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મુસ્તફા ખાનની સાથે મળી ગામના ઉમેશ પટેલ અને આરકે કુરીલે કર્યુ. ભોજન સમારંભ માટે નિમંત્રણ પત્રિકા છપાવવામાં આવી. માલિક મુસ્તફા ખાનની ભાવના મુજબ પડોશી ગામ સંગ્રામપુરથી લઈને દેવરી પીડા સહિત આસપાસના ગામને ભોજન સમારંભ માટે આમંત્રણ મોકલવામાં આવ્યા. લોકો પણ મુસ્તફા ખાનની ખુશીમાં સામેલ થવા કાર્યક્રમમાં આવ્યા અને ભોજન માણ્યું.

આ પણ વાંચો, માથામાં ઈંટ મારીને યુવકને મોતને ઘાટ ઉતાર્યો, કોલેજ કેમ્પસમાંથી મળી લાશ


આ છે કિસ્સો

આ સમગ્ર આયોજન કોઈ ગાંડપણ કે દેખાડા માટે નથી કરવામાં આવ્યું. પરંતુ એવી માન્યતા છે કે આ વિસ્તારમાં એક સમયે અન્નની અછત ઊભી થઈ ગઈ હતી. ત્યારબાદ આ ગામના કૂતરાઓએ ભગવાન ગૈબી નાથને પ્રાર્થના કરી ત્યારે આ અછત દૂર થઈ. બસ ત્યારથી લઈને અત્યાર સુધી અહીં કૂતરાઓ પ્રત્યે લોકોને ખૂબ પ્રેમ અને શ્રદ્ધા છે. વાત ભલે જે પણ હોય આસપાસના વિસ્તારમાં જૂલીના 5 બચ્ચાના જન્મ અને ત્યારબાદ ભોજન સમારંભ જેને સ્થાનિક ભાષામાં બરહો કહેવામાં આવે છે તેની ચર્ચા થઈ રહી છે.
Published by: Mrunal Bhojak
First published: January 29, 2021, 8:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading