બાઇડનના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ વ્હાઇટ હાઉસનું નિવેદન, ‘ભારત સાથે અમારા સંબંધ વધુ મજબૂત થશે’

News18 Gujarati
Updated: January 22, 2021, 10:41 AM IST
બાઇડનના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ વ્હાઇટ હાઉસનું નિવેદન, ‘ભારત સાથે અમારા સંબંધ વધુ મજબૂત થશે’
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન (AP Photo/Alex Brandon)

રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન બંને દેશોની વચ્ચે લાંબા સમયથી ચાલ્યા આવતા દ્વીપક્ષીય સફળ સંબંધોનું સન્માન કરે છે- વ્હાઇટ હાઉસ

  • Share this:
વોશિંગટનઃ અમેરિકામાં જો બાઇડન (Joe Biden)એ નવા રાષ્ટ્રપ્રમુખ અને કમલા હૈરિસ (Kamala Harris)એ ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી લીધો છે. આ દરમિયાન વ્હાઇટ હાઉસ (White House)એ કહ્યું છે કે જો બાઇડન અને કમલા હૈરિસના કારણે ભારત-અમેરિકાની વચ્ચે સંબંધ (India America Relationship) વધુ મજબૂત થશે. વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યું કે રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન બંને દેશોની વચ્ચે લાંબા સમયથી ચાલ્યા આવતા દ્વીપક્ષીય સફળ સંબંધોનું સન્માન કરે છે. બાઇડને બુધવારે અમેરિકાના 46મા રાષ્ટ્પ્રમુખ તરીકે શપથ લીધા હતા.

બાઇડન પ્રશાસનમાં ભારત-અમેરિકાના સંબંધ પર એક સવાલના જવાબમાં સાકીએ કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ બાઇડન અનેકવાર ભારતની યાત્રા કરી ચૂક્યા છે. તેઓ ભારત અને અમેરિકામાં નેતાઓની વચ્ચે લાંબા સમયથી ચાલ્યા આવતા સફળ દ્વીપક્ષીય સંબંધોનું સન્માન કરે છે, તેનું મહત્ત્વ સમજે છે. બાઇડન પ્રશાસન તેને આગળ ધપાવાની દિશામાં આશાવાદી છે.

આ પણ વાંચો, ક્લાઇમેટ ચેન્જથી લઈને મેક્સિકો વૉલ સુધી, રાષ્ટ્રપ્રમુખ બનતાં જ બાઇડને પલટ્યા ટ્રમ્પના આ 8 નિર્ણય

તેઓએ કહ્યું કે, ભારતીય મૂળની કમલા હૈરિસના ઉપરાષ્ટ્રપ્રમુખ બનવાથી આ સંબંધ વધુ મજબૂત થશે. સાકીએ કહ્યું કે, બાઇડને તેમની (હૈરિસની) પસંદગી કરી છે અને તેઓ પહેલી ભારતવંશી છે જે અમેરિકાની ઉપરાષ્ટ્રપ્રમુખ બની છે. નિશ્ચિત રીતે આ આપણા સૌ માટે એક ઐતિહાસિક ક્ષણ છે ઉપરાંત તેનાથી આપણા સંબંધો પણ વધુ મજબૂત થશે.

ઈમિગ્રેશન રિફોર્મ બિલ કર્યું રજૂ, ભારતીયોને થશે લાભ

જો બાઇડને ભારતીયો (Indians)ના હિતમાં નિર્ણય લીધો છે. બાઇડને દેશમાં ચાલી રહેલી ઇમીગ્રેશન પોલિસી (Immigration Policy)માં ફેરફાર કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેઓએ કૉંગ્રેસથી એક કાયદો તૈયાર કરવાની વાત કહી છે, જેમાં 1.1 કરોડ અપ્રવાસીઓને સ્થાયી દરજ્જો અને નાગરિકતા સરળતાથી આપી શકાશે. ખાસ વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના નિર્ણયથી કરોડો અપ્રવાસીઓ ઉપર દેશ છોડવાનો ખતરો ઊભો થયો હતો. કાર્યભાર સંભાળવાના પહેલા જ દિવસે બાઇડેને ટ્રમ્પના અનેક નિર્ણયોને પલટી દીધા છે.બાઇડનના આદેશ પર હસ્તાક્ષર બાદ એ લોકોને ફાયદો થશે, જેઓ કોઈ કાનૂની દસ્તાવેજો વગર દેશમાં રહે છે. અમેરિકામાં આવા લોકોની સંખ્યા લગભગ 1.1 કરોડ છે, જેમાં 5 લાખ ભારતીયો પણ સામેલ છે. બાઇડનનો આ નિર્ણય ટ્રમ્પથી બિલકુલ વિપરિત છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બિલ બુધવારે જ રજૂ કરવામાં આવી શકે છે. ખાસ વાત એ છે કે તેઓએ પહેલા જ આ વાતની જાહેરાત કરી દીધી હતી.

શું હશે શરત?

આ બિલ હેઠળ 1 જાન્યુઆરી 2021 સુધી આવા લોકોની તપાસ કરવામાં આશવશે. જો આવા લોકો જવાબદારી નિભાવી રહ્યા છે અને ટેક્સ ભરી રહ્યા છે તો તેમને પાંચ વર્ષ માટે અસ્થાયી કાયદાકીય દરજ્જાનો રસ્તો તૈયાર થશે કે પછી તેમને ગ્રીન કાર્ડ પણ આપવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સથી મળતી જાણકારી મુજબ, સેનેટર બોમ મેંડજ અને લિન્ડા સેન્ચેજે આ બિલને લઈ તૈયારીઓ શરુ કરી દીધી છે.

આ પણ જુઓ, Viral Video: ચોરે PPE Kit પહેરીને કરોડોની જ્વેલરી પર કર્યો હાથ સાફ

ખાસ વાત એ છે કે બાઇડનની નવી ઇમીગ્રેશન પોલિસીથી અમેરિકામાં કામ કરી રહેલા ભારતીય ટેક્નોલોજી એક્સપર્ટ્સને ઘણો ફાયદો થશે. તેનાથી તેમની રોજગાર આધારિત નાગરિકતા મેળવવાનો માર્ગ સરળ થશે. આ ઉપરાંત બાઇડને મુસ્લિમ દેશો પર લાગેલા પ્રતિબંધને પણ હટાવ્યો છે. આ ઉપરાંત તેઓએ 7 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો માટે વીઝા પ્રક્રિયા શરૂ કરવાના આદેશ આપ્યા છે. ટ્રમ્પે વર્ષ 2017માં આ દેશો પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
Published by: Mrunal Bhojak
First published: January 22, 2021, 10:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading