Amazon મુદ્દે કૉંગ્રેસ પ્રવક્તાના આકરા પ્રહારો! લાંચની જંગી રકમ કોને આપવામાં આવી?

News18 Gujarati
Updated: September 22, 2021, 7:37 PM IST
Amazon મુદ્દે કૉંગ્રેસ પ્રવક્તાના આકરા પ્રહારો! લાંચની જંગી રકમ કોને આપવામાં આવી?
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફન્સ કરી અને એમેઝોન મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી

Congress Accused Central Government on Amazon : એમેઝોન કંપની દ્વારા ચૂકવવામાં આવેલી રૂપિયા 8,564 કરોડની લીગલ ફી મામલે કૉંગ્રેસ પાર્ટી (congress Party Allegation on Amazon) દ્વારા લાંચના આરોપો

  • Share this:
નવી દિલ્હી : કોંગ્રેસ (congress)પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ (Randeep Surjewala)કેન્દ્ર સરકાર (central government)પર અમેઝોન (Amazon)કંપનીના મામલાને લઇને મોટો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ પ્રવક્તાએ (Congress Spokes Person) વિદેશી ઈ-કોમર્સ કંપની (E-Commerce Company) દ્વારા છેલ્લા બે વર્ષમાં ભારત સરકારને, 8,546 કરોડની કાનૂની ફી (Lagal fee by amazon of rs 8,564 Croress)ચૂકવવાનો મુદ્દો ઉઠાવ્યો છે. બુધવાર, 22 સપ્ટેમ્બર, 2021ના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં કૉંગ્રેસ પક્ષના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ (Randeep Surjewala Press Conference on Amazon) આ મુદ્દાને લગતા કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા અને કેન્દ્રને (Government of India) જવાબ આપવા કહ્યું.

કૉંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ નીચેના પ્રશ્નો પૂછ્યા છે:

1. કયા અધિકારી અને નેતાને, 8,546 કરોડ રૂપિયાની આ લાંચ મળી?

2. શું મોદી સરકારને કાયદા અને નિયમો બદલવા માટે આ લાંચ આપવામાં આવી હતી જેથી નાના દુકાનદારો અને ઉદ્યોગોનો વેપાર બંધ કરીને એમેઝોન જેવી ઈ-કોમર્સ કંપનીઓનો ધંધો ચલાવી શકાય?
3. એમેઝોનની આ છ ન કંપનીઓના આંતરિક સંબંધો શું છે જેમણે આ લાંચ આપી છે? આ કંપનીઓ સાથે વ્યાપારી સંબંધો ધરાવતી કંપનીઓ કોણ છે જેમને આ રકમ આપવામાં આવી છે?
4. ભારત અને અમેરિકા બંનેમાં, લાંચ આપવી અથવા લોબિંગ કરવું ગેરકાયદેસર છે. તો પછી આટલી મોટી રકમ કેવી રીતે ચૂકવવામાં આવી?5. ₹ 8,546 કરોડની આ લાંચ રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન નથી?
6. પીએમ મોદી આ બાબતે શા માટે ચૂપ છે? શું તે આ બાબતની તપાસ કરવાનું કહેશે?
7. શું આ મુદ્દાની તપાસ સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ દ્વારા ન થવી જોઈએ?

કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે છેલ્લા એક વર્ષમાં 14 કરોડ રોજગાર ખતમ થઇ ગયા. દુકાનદાર, નાના ઉદ્યોગ, યુવા બધાનો બિઝનેસ ચોપટ થઇ ગયો. હવે આ સનસનીખેજ ખુલાસાથી સ્પષ્ટ થઇ ગયું કે આ નોકરી કોણ ખાઇ રહ્યું છે. ચોંકાવનાર તથ્ય સામે આવ્યા છે કે વિદેશી કંપની અમેઝોને ભારતમાં કાનૂની ફી ના નામ પર 8546 કરોડ રૂપિયા ભુગતાન કર્યા. આ ભુગતાન કોને કરવામાં આવ્યા? હવે એ સામે આવી ગયું કે તથાકથિત રીતે રિશ્વતના રૂપમાં લેવામાં આવ્યા છે.
Published by: Jay Mishra
First published: September 22, 2021, 7:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading