સાસુ-સસરાએ પુત્રના અવસાન બાદ વહુ માટે ઉઠાવ્યું અનોખું પગલું, દિયર સાથે કરાવ્યા લગ્ન


Updated: December 23, 2021, 4:09 PM IST
સાસુ-સસરાએ પુત્રના અવસાન બાદ વહુ માટે ઉઠાવ્યું અનોખું પગલું, દિયર સાથે કરાવ્યા લગ્ન
બાળકી પરથી પિતાનો હાથ છીનવાઇ ગયો હતો. પરંતુ 8 મહિના બાદ પહેલા જન્મદિવસે (birthday)આરૂને ફરી પિતાનો સાથ મળી ગયો

Widow Bhabhi married to Devar : મોટા દિકરાના મોત બાદ તેમની વહૂ અને પૌત્રીને પણ જીવનમાં નવી રાહ અને ખુશી ફરી મળી

  • Share this:
કોરોના મહામારી (Covid-19)એ ઘણા લોકોના પરીવારનો માળો વિખેરી નાંખ્યો છે. આવી જ એક કહાની છે 5 મહીનાની આરૂની. બાળકી પરથી પિતાનો હાથ છીનવાઇ ગયો હતો. પરંતુ 8 મહિના બાદ પહેલા જન્મદિવસે (birthday)આરૂને ફરી પિતાનો સાથ મળી ગયો છે. દાદા-દાદીની જીદ બાદ આરૂની માતા સપનાએ તેના દિયર સાથે લગ્ન (Widow Bhahi married to Devar) કરી લીધા છે. આ લગ્નથી દાદા-દાદી પણ ખુશ છે અને મોટા દિકરાના મોત બાદ તેમની વહૂ અને પૌત્રીને પણ જીવનમાં નવી રાહ અને ખુશી ફરી મળી છે.

શિવપુરી (Shivpuri)ના નવાબ સાહબ રોડ નિવાસી અશોક ચૌધરીના દિકરા સૂરજના લગ્ન વર્ષ 2018માં ફતેહપુર સીકરીની રહેવાસી સપના ચૌધરી સાથે થયા હતા. સૂરજ અને સપનાના ઘરમાં પહેલા બાળક તરીકે દીકરીનો જન્મ થયો, જેનું નામ આરૂ ઉર્ફ જીવિકા રાખવામાં આવ્યું. આ વર્ષે એપ્રિલમાં સૂરજ કોરોના સંક્રમિત થતા સારવાર આપવા છતા તેનું અવસાન થઇ ગયું હતું.

જુવાન જોધ દિકરાના અવસાનથી પિતા અશોક ચૌધરી અને સમગ્ર પરીવાર પર દુખોનો પહોડ તૂટી પડ્યો હતો. સપના પણ પતિના મોતથી ખૂબ દુખી રહેતી હતી. પુત્રવધુનો દુખી ચહેરો જોઇ દાદા સસરા સરદાર સિંહ ચૌધરીને પણ ભારે દુ:ખ થતું હતું. સપનાની સાથે તેની માસૂમ બાળકી આરૂની પણ સૌને ચિંતા થતી હતી.

આ પણ વાંચો - હરિયાણા: માતા, પિતા, પુત્રએ ગળફાંસો ખાઇ ટૂંકાવ્યુ જીવન, આપઘાત પહેલા વીડિયો બનાવી કહ્યું, 'અમે હત્યારા નથી'

વૃદ્ધ ઉંમરે પણ યુવાન વિચારસરણી

સપનાના પતિના અવસાન બાદ તેના પિયરમાં પણ સૌ કોઈ તેના ભવિષ્યને લઇને ચિંતામાં ડૂબ્યા હતા. તેથી તેઓએ સપનાના બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું. જ્યારે સપનાના પિયરે તેના સાસરા પક્ષને આ વાત કરી તો સૂરજના પિતાએ કહ્યું કે, અમે અમારો દિકરો તો ગુમાવી ચૂક્યા છીએ. પણ હવે પુત્રવધુ અને પૌત્રીને ખોવા નથી ઇચ્છતા. તેથી બધા વડીલોએ નક્કી કર્યુ કે સૂરજના નાના ભાઇ મનોજ સાથે સપનાના લગ્ન કરવામાં આવે.માતાપિતાની જીદના કારણ મનોજ અને સપના પણ માની ગયા હતા. પૌત્રી આરૂના પહેલા જન્મદિવસ પર સપના અને મનોજના લગ્ન કરવામાં આવ્યા. આ લગ્ન બાદ સપના અને આરૂના જીવનમાં પણ ખુશીઓ ફરી આવી ગઇ. તો દાદા-દાદીને પણ વહુ અને પૌત્રી મળી ગયા. 6 મહીના પહેલા જે ઘરમાં માતમ અને દુઃખ હતું તે ઘર ખુશીઓથી ફરી ચહેકી ઉઠ્યું હતું. સપનાના પરીવારની આ નવી પહેલના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. સૂરજના પરીવારની આ પહેલા સમાજના લોકોને નવી રાહ ચિંધશે અને પરીવર્તન લાવવા તરફ પ્રેરણા આપશે.
Published by: Ashish Goyal
First published: December 23, 2021, 4:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading