Assembly Elections 2020

ASSOCIATED BY

IN PARTNERSHIP WITH

ત્રણ બાળકોની માતા સાવિત્રી પટેલને થયો પતિના મિત્ર સાથે પ્રેમ, બંનેએ મળીને કરી પતિની હત્યા


Updated: July 5, 2022, 11:31 AM IST
ત્રણ બાળકોની માતા સાવિત્રી પટેલને થયો પતિના મિત્ર સાથે પ્રેમ, બંનેએ મળીને કરી પતિની હત્યા
પોલીસે જ્યારે હત્યાની તપાસ શરૂ કરી તો તેમને પત્ની પર શંકા ગઇ હતી

Murder News - પોલીસે મોબાઇલ કોલિંગ ટ્રેસ કરતાં હત્યાનો સમગ્ર ભેદ ખૂલ્યો, મહિલા અને તેના બોયફ્રેન્ડે ગુનો કબુલી લીધો

  • Share this:
દામોહ : મધ્ય પ્રદેશના (madhya pradesh)દામોહ જિલ્લાના (Damoh District) પાથરિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મિરઝાપુર ગામમાં એક પત્નીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને પતિને દર્દનાક મોત (Murder)આપ્યું હતું. તેણે પતિનું ગળું કાપી નાખ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે આરોપી બોયફ્રેન્ડ મૃતકનો નજીકનો મિત્ર હતો. આ સાથે જ ચોંકાવનારી વાત એ પણ છે કે પત્ની પતિના ગુમ થયાની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન ગઈ હતી. પરંતુ પોલીસે મોબાઇલ કોલિંગ ટ્રેસ કરતાં હત્યાનો સમગ્ર ભેદ ખૂલ્યો હતો. મહિલા અને તેના બોયફ્રેન્ડે ગુનો કબુલી લીધો છે. પોલીસે બંનેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા.

આ ઘટના 28 જૂને મિર્ઝાપુર ગામમાં બની હતી. 36 વર્ષીય સાવિત્રી પટેલે બિલખતી પાથરિયા પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો પતિ બલ્લુ પટેલ ઘરમાંથી ગુમ થઇ ગયો છે. તે રાત્રે લગ્નમાં ગયો હતો, પરંતુ ત્યાંથી તે પાછો ફર્યો ન હતો. પોલીસે મહિલાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન 29મી જૂને સવારે મિરઝાપુર ગામમાં બલ્લુની લાશ ખેતરમાં પડેલી મળી આવતા સનસનાટી મચી ગઇ હતી. બલ્લુની તિક્ષ્ણ હથિયારથી ગળું કાપીને હત્યા કરાઇ હતી.

આ પણ વાંચો - વીડિયોમાં હથિયાર લહેરાવતા જોવા મળ્યા શૂટર્સ, હત્યારાઓએ કરી હતી ઉજવણી, જુઓ Viral Video

મૃતકના ભાઇએ ખોલ્યો ભેદ

બીજી તરફ મૃતકના ભાઈએ આ ઘટના બાદ મીડિયાને જણાવ્યું હતું કે, બલ્લુ ગામમાં સચિન પટેલના ઘરે લગ્ન પ્રસંગ માટે ગયો હતો. તે પણ મોડી રાત્રે પોતાના ઘરે પરત ફર્યો હતો. પરંતુ, કોઈએ તેને કહ્યું કે સંબંધીને આ કાર્યક્રમમાં તેનો ઝઘડો થયો હતો. આ પછી બલ્લુ ફરી લગ્નવાળા ઘરે પહોંચ્યો હતો અને સવાર સુધી પાછો ફર્યો ન હતો. તેની હત્યાની જાણ ત્યારે થઈ જ્યારે તેની પત્ની સાવિત્રી સવારે કોઈ કામ માટે ખેતરમાં ગઈ હતી. તેણે ત્યાં લાશ જોઈ અને ઘરે બધાને જાણ કરી હતી.

મહિલાએ પોલીસને ચડાવી ચકડોળેપોલીસે જ્યારે હત્યાની તપાસ શરૂ કરી તો તેમને પત્ની પર શંકા ગઇ. આરોપી મહિલાનો પોલીસ દ્વારા વારંવાર સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેણે પોતાનું નિવેદન બદલવાનું શરૂ કર્યું હતું અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ પોલીસે મહિલાની કોલ ડિટેઇલ્સ કાઢી હતી અને સમગ્ર રહસ્ય બહાર આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે સાવિત્રી હલ્લે રાયકવાર નામના વ્યક્તિ સાથે સતત વાત કરતી હતી. જે દિવસે હત્યા થઇ તે દિવસે બંને વચ્ચે લાંબી વાતચીત થઇ હતી. પોલીસે પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તે બલ્લુ પટેલનો ખાસ મિત્ર છે. પોલીસે કડક પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો અને તેણે હત્યાના તમામ રહસ્યો જણાવીને ગુનો કબૂલી લીધો હતો.

ધારદાર હથિયારથી કરી હત્યા

મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તે ત્રણ બાળકોની માતા છે. પતિ બલ્લુને દારૂની લત લાગી ગઈ હતી અને તે દરરોજ બધાને માર મારતો હતો. તે તેના મિત્ર હેલે સાથે રહેવા માંગતી હતી. એક દિવસ તેઓએ બલ્લુને મારી નાખવાની યોજના બનાવી. 28 જૂને બલ્લુએ કોઈની સાથે બોલાચાલી કરી હતી અને તે લગ્નમાં ગયો હતો. આ જોઈને પત્નીને મોકો મળ્યો અને પ્રેમીને કહ્યું કે, પતિ સાથે ઝઘડો થયો છે અને તે બહાર ગયો છે. તેથી તકનો લાભ લઈ શકીએ છીએ. હેલેએ મોડી રાત્રે બલ્લુને ફોન કર્યો હતો અને તેને દારૂની પાર્ટી માટે ખેતરમાં બોલાવ્યો હતો. બલ્લુ દારૂના નશામાં સૂઈ ગયો. જેવો તે ઊંઘી ગયો કે તરત જ એક ધારદાર હથિયાર બહાર કાઢીને તેનું ગળું કાપી નાખ્યું હતું.
Published by: Ashish Goyal
First published: July 5, 2022, 11:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading