સરકારી પરીક્ષામાં પાસ ન થતા મહિલાએ ઠગાઈ શરૂ કરી, બેકાર દંપતી પાસેથી રૂપિયા 7.5 લાખ પડાવ્યા

News18 Gujarati
Updated: September 9, 2022, 3:07 PM IST
સરકારી પરીક્ષામાં પાસ ન થતા મહિલાએ ઠગાઈ શરૂ કરી, બેકાર દંપતી પાસેથી રૂપિયા 7.5 લાખ પડાવ્યા
આરોપી મહિલા નીલમ

મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલા MPPSC ક્લિયર ન કરી શકતા તેણે નકલી અધિકારી બનીને લોકોને ઠગવાનું શરૂ કર્યું. તેણે નકલી ઓફર લેટર આપીને કપલ પાસેથી 7.5 લાખ રૂપિયા પડાવી લીધા હતા. હાલ ક્રાઈમ બ્રાન્ચ આ મામલાની તપાસ કરી રહી છે.

  • Share this:
ઈન્દોરઃ મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલા MPPSC ક્લિયર ન કરી શકતા તેણે નકલી અધિકારી બનીને લોકોને ઠગવાનું શરૂ કર્યું. નકલી SDM બનીને વેપારી પાસેથી ખંડણી માંગનારી મહિલાને ક્રાઈમ બ્રાન્ચે પકડી લીધી છે. તેની પાસેથી રાજ્યપાલ મંગુભાઈ પટેલે સાઈન કરેલા નકલી લેટરો પણ મળ્યો છે. તેણે નકલી ઓફર લેટર આપીને કપલ પાસેથી 7.5 લાખ રૂપિયા પડાવી લીધા હતા. હાલ ક્રાઈમ બ્રાન્ચ આ મામલાની તપાસ કરી રહી છે.

બેરોજગાર પતિ-પત્નીને નકલી એપોઈન્ટમેન્ટ લેટર આપ્યો


નીલમ પોતાને સુપર વાઈઝર 10 સ્ટાર એન્ડ SDM અધિકારી ગણાવે છે. સાથે જ ગાડી પર મધ્યપ્રદેશ સરકાર લખાવ્યું છે. તેણે એક બેરોજગારને નકલી એપોઈન્ટમેન્ટ લેટર આપ્યો હતો. બેરોજગારને તેણે વોર્ડ ક્રમાંક-75 પત્થર મુંડલામાં ઝોનલ અધિકારીના પદ પર નિમણૂંકનું પ્રમાણપત્ર પણ આપ્યું હતું. તેની સેલેરી પણ 45 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેની પત્નીને મહિલા બાલ વિકાસ પરિયોજનામાં સુપરવાઈઝરના પદ પર નકલી નિમણૂંકનો પત્ર પણ આપવામાં આવ્યો છે. આમ કુલ 7.5 લાખની છેતરપિંડી થઈ છે.

દુકાનદારને આપેલો ચેક બાઉન્સ થયો


મહિલાએ ફરિયાદ કરી કે તેની સાડીની દુકાનથી નીલમ પારાશરે 74 હજાર રૂપિયાના કપડા ખરીદ્યા હતા. તેણે પોતે દેપાલપુર SDM હોવાનું કહીને કહ્યું કે હાલ કેશ પૈસા નથી. આમ કહીને તેણે દુકાનદારને નકલી ચેક આપી દીધો. જોકે ચેક બાઉન્સ થયો હતો. ડીસીપી નિમિષ અગ્રવાલે કહ્યું કે પોતાને એસડીએમ કહી રહેલી મહિલાનું નામ નીલમ પારાશર(40) છે. તે પોતાને દેપાલપુર વિસ્તારની એસડીએમ ગણાવતી હતી. તેના પગલે તે અહીં લોકો પાસેથી ખંડણી માંગતી હતી. ગૌતમપુરાના એક વેપારીની ફરિયાદ પછી તેને ક્રાઈમ બ્રાન્ચે પકડી લીધી છે. તે થોડા દિવસો પહેલા ખરીદી કરવા ગઈ હતી. જોકે ખરીદી પછી વેપારીએ તેને બિલ ચુકવવાનું કહ્યું તેણે વેપારીને જેલમાં મોકલવાની ધમકી આપી હતી.

મહિલા સરકારી અધિકારી બનવાની પરીક્ષાની તૈયારી કરતી હતી

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ નકલી મહિલા એસડીએમ એમપીપીએસસી દ્વારા રાજ્ય પ્રશાસનિક અધિકારી પદ માટે પરીક્ષાની તૈયારી કરી રહી હતી. જોકે તે સિલેક્ટ થઈ શકી નહોતી. તેણે અધિકારીઓેને જોયા પછીથી તેમની રીતે કામ કરવાનું શરૂ કર્યું. તેનું બોલવાનું અને રહેવાની સ્ટાઈલ અધિકારીઓ જેવી છે. હાલ એ બાબતે પણ તપાસ ચાલી રહી છે કે આટલા બધા એપોઈન્ટમેન્ટ લેટર તેની પાસે કેવી રીતે આવ્યા.
Published by: Vrushank Shukla
First published: September 9, 2022, 2:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading