સાસુ બનીને પુત્રવધૂએ 16 વર્ષ સુધી લીધું પેન્શન, એક નાની ચૂકથી ખુલી ગઈ પોલ

News18 Gujarati
Updated: March 25, 2021, 8:08 AM IST
સાસુ બનીને પુત્રવધૂએ 16 વર્ષ સુધી લીધું પેન્શન, એક નાની ચૂકથી ખુલી ગઈ પોલ
મૃત સાસુના નામે પુત્રવધૂએ 16 વર્ષમાં 15 લાખ રૂપિયાનું પેન્શન મેળવ્યું, પોલીસે આવી રીતે ભાંડો ફોડ્યો

મૃત સાસુના નામે પુત્રવધૂએ 16 વર્ષમાં 15 લાખ રૂપિયાનું પેન્શન મેળવ્યું, પોલીસે આવી રીતે ભાંડો ફોડ્યો

  • Share this:
દિનેશ શાક્ય, ઈટાવા. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ઈટાવા (Etawah)માં સાસુ બનીને પેન્શન લેનારી પુત્રવધૂની પોલીસ (Police)એ ધરપકડ કરીને જેલ મોકલી આપી છે. આ ચોંકાવનારા મામલામાં પુત્રવધૂએ પોતાના સૈનિક સસરાના મોત બાદ સાસુ બનીને લગભગ 16 વર્ષ સુધી પેન્શન (Pension) મેળવ્યું, આ ઉપરાંત ફંડ વગેરે ઉપરથી પણ હાથ સાફ કરી દીધો. હકીકતમાં વર્ષ 2019માં 17 નવેમ્બરે ઈટાવા જિલ્લાના સહસોં વિસ્તારમાં સિંડૌસ ગામમાં અમોલ સિંહ અને શિવકુમાર સિંહની વચ્ચે ઝઘડો થયા બાદ પોલીસ આ મામલામાં આરોપી વિદ્યાવતીની વિરુદ્ધ વિવેચક અવનીશ કુમારે આરોપ પત્ર દાખલ કરી દીધો.

આ આરોપ પત્રની વિરુદ્ધ વિદ્યાવતીના પતિ અમોલ સિંહે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી, જેમાં અમોલ સિંહે વિદ્યાવતીની વિરુદ્ધ લગાવવામં આવેલા આરોપ પત્ર પર સવાલ ઉઠાવતા તર્ક આપ્યો કે પોલીસે જે વિદ્યાવતીની વિરુદ્ધ આરોપ લગાવ્યા છે, તે મારી પત્ની નથી, માતા છે. તેની પર કોર્ટે પોલીસની ટીકા કરી અને નિર્દેશ આપ્યા કે આ તથ્યની યોગ્ય રીતે તપાસ કરવામાં આવે. પોલીસે કોર્ટમાં પક્ષ રજૂ કર્યો કે વિદ્યાવતી તો જીવિત છે. કોર્ટે કહ્યું કે જો વિદ્યાવતી જીવિત છે તો પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવે. કોર્ટના આદેશ પર જ્યારે કાર્યવાહી શરૂ થઈ તો વિદ્યાવતીને જેલ જવું પડ્યું અને અન્ય લોકો સામે પણ તપાસ શરુ થઈ ગઇ છે.

આ પણ વાંચો, ગાયનું 4 કલાક ચાલ્યું ઓપરેશન, પેટમાંથી કાઢવામાં આવી 48 કિલો પ્લાસ્ટિકની થેલીઓ અને ઘણું બધું!

વિદ્યાવતી સાસુ બનીને દિવંગત ફૌજી ગંગારામ સિંહ રજાવતના નામનું વર્ષોથી પેન્શન લઈ રહી હતી. વિદ્યાવતી સહિત 6 લોકોની વિરુદ્ધ ઈટાવાન સહસો પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, ખોટા દસ્તાવેજ તૈયાર કરીને તેનો દુરુપયોગ કરવા સહિતના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પુત્રવધૂ વિદ્યાવતીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામભાં આવી અને ત્યાંથી તેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી. જ્યારે મામલામાં આરોપી અન્ય લોકોની પોલીસ શોધખોળ કરી રહી છે.

નકલી દસ્તાવેજ તૈયાર કરવાની આ છે કહાણી

ફૌજી ગંગારામની પત્ની શકુંતલા દેવી ઉર્ફે શાંતિ બાઈનું ઘણા સમય પહેલા મોત થઈ ગયું હતું. વર્ષ 1985માં ગંગારામનું પણ મોત થઈ ગયું. પોલીસના જણાવ્યા મુજબ, સાસુ અને સસરાના મોત બાદ વિદ્યાવતીએ વર્ષ 2004માં નકલી દસ્તાવેજ તૈયાર કરાવ્યા. ત્યારબાદ તે દસ્તાવેજોમાં સાસુ શકુંતલા બની ગઈ. તેણે કેટલાક લોકોની મદદથી નકલી દસ્તાવેજોના સહારે સાસુના નામ પર સસરાનું પેન્શન લેવાનું શરૂ કરી દીધું. તેણે 16 વર્ષ સુધી ગંગારામની પત્ની બનીને લગભગ 15 લાખ રૂપિયાનું પેન્શન લીધું, જેને છેતરપિંડીમાં સામેલ લોકોને પણ હિસ્સો આપવામાં આવ્યો.આ પણ વાંચો, પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને ગાજિયાબાદ મંદિરના મહંતે જેહાદી કહ્યા, અહીં જ થઈ હતી મુસ્લિમ યુવક સાથે મારઝૂડ
ઈટાવાના પોલીસ અધીક્ષક ગ્રામ્ય ઓમવીર સિંહે જણાવ્યું કે, આ મામલો ખૂબ જ અટપટો લાગ્યો જ્યારે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી તો એક પછી એક રહસ્ય ખૂલતા ગયા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મહિલા સાસુ બનીને પેન્શન લઈ રહી હતી. કોર્ટના સ્તર પર મહિલાની વિરુદ્ધ કાયદાકિય કાર્યવાહી કરવામાં આવી. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
Published by: Mrunal Bhojak
First published: March 25, 2021, 8:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading