સુપ્રીમ કોર્ટમાં પર્સનલ લૉ બોર્ડે કહ્યું - નમાજ પઢવા માટે મસ્જિદોમાં જઈ શકે છે મહિલાઓ

News18 Gujarati
Updated: January 29, 2020, 10:35 PM IST
સુપ્રીમ કોર્ટમાં પર્સનલ લૉ બોર્ડે કહ્યું - નમાજ પઢવા માટે મસ્જિદોમાં જઈ શકે છે મહિલાઓ
સુપ્રીમ કોર્ટમાં પર્સનલ લૉ બોર્ડે કહ્યું - નમાજ પઢવા માટે મસ્જિદોમાં જઈ શકે છે મહિલાઓ

AIMPLBએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી એક અરજીના જવાબમાં આ જાણકારી આપી

  • Share this:
નવી દિલ્હી : ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ( All India Muslim Personal Law Board) બુધવારે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) કહ્યું હતું કે મહિલાઓને મસ્જિદમાં નમાજ પઢવાની મંજૂરી આપવામાં આવી છે અને આ સંબંધમાં જો કોઈ ફતવો જાહેર કરે તો તેની ઉપર ધ્યાન ના આપે. બોર્ડે શીર્ષ અદાલતમાં દાખલ કરેલ સોગંદનામામાં કહ્યું છે કે મુસ્લિમ મહિલાઓ મસ્જિદમાં જવા માટે સ્વતંત્ર છે. જોકે તે કોઈ સમૂહ કે મસ્જિદના બદલે મહિલાઓ પાસે એ પણ વિકલ્પ છે કે તે ઘરે પણ નમાજ પઢી શકે છે.

AIMPLBએ બે મુસ્લિમ મહિલાઓ દ્વારા મસ્જિદમાં નમાજ પઢવાની મંજૂરી આપવા માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી એક અરજીના જવાબમાં આ જાણકારી આપી હતી. મામલામાં કોર્ટના હસ્તક્ષેપનો વિરોધ કરતા AIMPLBએ કહ્યું હતું કે મસ્જિદોનું પ્રબંધન ખાનગી રીતે કરવામાં આવે છે અને કોર્ટે કોઈ ધાર્મિક સ્થાનની વિસ્તૃત વ્યવસ્થાના ક્ષેત્રમાં જઈ શકે નહીં. તેમાં આગળ કહેવાયું છે કે કોર્ટ ફક્ત સલાહ આપી શકે છે. કોઈ પ્રકારનો દિશાનિર્દેશ જાહેર કરી શકે નહીં.

આ પણ વાંચો - નજફગઢમાં બોલ્યા અમિત શાહ - રામ મંદિર બનવાથી કેમ પરેશાન છે AAP અને કોંગ્રેસ

કોર્ટે જાહેર કરી હતી નોટિસ
ગત વર્ષે ઓક્ટોબરમાં કોર્ટે યાસમીન ઝુબેર, અહમદ પીરઝાદે અને જુબેર અહમદ નજીર પીરઝાદેની અરજી પર નોટિસ જાહેર કરી હતી. જેમાં કહ્યું હતું કે દેશભરની મસ્જિદોમાં મુસ્લિમ મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ અસંવૈધાનિક છે અને તે જીવન, સમાનતા અને લૈંગિક ન્યાના મૌલિક અધિકારનો ભંગ છે. આ અરજીમાં સરકારને મુસ્લિમ મહિલાઓને નમાજ પઢવા માટે મસ્જિદોમાં પ્રવેશની મંજૂરી આપવા માટે સરકારી અધિકારીઓ અને મુસ્લિમ નિકાયોને નિર્દેશ આપવાની માંગણી કરી હતી.
Published by: Ashish Goyal
First published: January 29, 2020, 10:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading