મહિલા યોગ ટીચરે સાથી મિત્રનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો, પછી રડતા -રડતા કહ્યું- આઈ એમ સોરી

News18 Gujarati
Updated: November 19, 2021, 11:02 PM IST
મહિલા યોગ ટીચરે સાથી મિત્રનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો, પછી રડતા -રડતા કહ્યું- આઈ એમ સોરી
રાજસ્થાનના (Rajasthan) જયપુરમાં (Jaipur)એક અજીબ પ્રકારનો કેસ સામે આવ્યો

crime news - પીડિતની ફરિયાદ પર પોલીસે ( police)કેસ નોંધીને તપાસ શરૂ કરી

  • Share this:
જયપુર : રાજસ્થાનના (Rajasthan) જયપુરમાં (Jaipur)એક અજીબ પ્રકારનો કેસ સામે આવ્યો છે. એક યોગ ટીચર પર પોતાના જ સાથી યોગ ટીચરનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખવાનો આરોપ લાગ્યો છે. પીડિતની ફરિયાદ પર પોલીસે ( police)કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. ભાંકરોટ પોલીસ સ્ટેશનમાં એક યુવકે મહિલા સામે પ્રાઇવેટ પાર્ટ કાપવાનો કેસ નોંધાવ્યો છે. ફરિયાદમાં પીડિત યુવકે જણાવ્યું કે તે બીકાનેરનો રહેવાસી છે. છેલ્લા ત્રણ વર્ષોથી જયપુરમાં રહીને અભ્યાસ અને યોગ અધ્યાપકનું કામ કરે છે. તેની સોશિયલ મીડિયા (Social media)દ્વારા એક મહિલા સાથે સારી ઓળખાણ થઇ હતી. જે પછી બંને એકબીજાના ઘરે પણ આવવા જવા લાગ્યા હતા.

મહિલા પણ વ્યવસાયે યોગ ટીચર છે. ફરિયાદમાં પીડિત યોગ ટીચરે જણાવ્યું કે તે 16 નવેમ્બરે યોગ ક્લાસ લઇને વૈશાલી નગરથી પોતાના ઘરે કનક વૃંદાવન જઈ રહ્યો હતો. ત્યારે મહિલાએ તેની પાસે દૂધ, શાકભાજી મંગાવી હતી. યોગ ટીચર યુવક સામાન લઇને મહિલાના ફ્લેટે પહોંચ્યો હતો. જ્યારે મહિલાએ ખાવાનું બનાવ્યું હતું અને યોગ ટીચરે ત્યાં ખાવાનું ખાધું હતું.

આ પણ વાંચો - જે દિવસે વિદાય થવાની હતી બહેનની ડોલી, તે દિવસે ઘરે પહોંચી ભાઈની અર્થી

યોગ ટીચરે મહિલા પર લગાવ્યો ગંભીર આરોપ

ખાવાનું ખાધા પછી જ્યારે યોગ ટીચર યુવક પોતાના ઘરે જવા લાગ્યો તો મહિલા પણ યુવકના ઘરે આવી હતી. યુવકને ચક્કર આવતા તે થોડા સમય માટે બેડ પર ઉંઘી ગયો હતો. તે સમયે મહિલા પણ યુવકના ઘરે જ હતી. રાત્રે બે વાગ્યાની આસપાસ જ્યારે યુવકની આંખ ખુલી તો તેને પ્રાઇવેટ પાર્ટ પાસે દર્દ થઇ રહ્યું હતું. કપડા ફાટેલા હતા અને બેડ પર લોહી હતું. જ્યારે યુવક ઇજાગ્રસ્ત અવસ્થામાં ઉઠ્યો તો મહિલા ત્યાં હાજર ન હતી.

આ પણ વાંચો - લગ્ન પહેલા પકડાઇ લેડી ઇન્સપેક્ટર, 10 લાખ લઇને તસ્કરને પોતાની પર્સનલ કારમાં ભગાડી દીધો, આવી રીતે થઇ હતી ડીલયુવકે મદદ માટે બુમ પાડી હતી. જોકે રાતના સમયે પાડોશીઓ પાસેથી કોઇ મદદ મળી ન હતી. પછી યુવકે મહિલાને ફોન કર્યો તો મહિલાએ રડતા રડતા કહ્યું કે આઈ એમ સોરી. ત્યારે યુવકે મહિલાને કહ્યું કે મને હોસ્પિટલ લઇ જા. થોડા સમય પછી તે પોતાની કાર લઇને આવી અને યુવકને કારમાં લઇને હોસ્પિટલ લઇ ગઈ હતી. યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. યુવકે આરોપ લગાવ્યો કે મને ખાવામાં કોઇ નશીલો પદાર્થ ખવડાવીને કોઇ ધારદાર હથિયારથી મારો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખવામાં આવ્યો હતો.
Published by: Ashish Goyal
First published: November 19, 2021, 11:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading