પ્રેમીએ કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં લખ્યું- તેની પ્રેમિકા પર સરકારી કર્મચારીએ કર્યો બળાત્કાર

News18 Gujarati
Updated: September 25, 2021, 4:44 PM IST
પ્રેમીએ કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં લખ્યું- તેની પ્રેમિકા પર સરકારી કર્મચારીએ કર્યો બળાત્કાર
પ્રેમી અને પ્રેમિકાની વચ્ચે વિધ્નરૂપ બનેલા એક સરકારી કર્મચારીના કારણે પ્રેમીએ ફાંસી લગાવીને આત્મહત્યા (Suicide)કરી (પ્રતિકાત્મક તસવીર)

suicide case in hisar- સુનીલ છેલ્લા બે મહિનાથી યુવતીને બ્લેકમેઇલ કરી રહ્યો હતો. તે યુવતીને હોટલમાં બોલાવતો હતો અને આખો દિવસ બળાત્કાર કરતો હતો

  • Share this:
હિસાર, હરિયાણા : હરિયાણાના (Haryana)હિસારમાં (Hisar)એક એવો કેસ સામે આવ્યો છે જેમાં પ્રેમી અને પ્રેમિકાની વચ્ચે વિધ્નરૂપ બનેલા એક સરકારી કર્મચારીના કારણે પ્રેમીએ ફાંસી લગાવીને આત્મહત્યા (Suicide)કરી છે. આ મામલામાં સરકારી કર્મચારી પર પ્રેમિકાને બ્લેકમેઇલ કરવા અને બળજબરીથી શારિરીક સંબંધ બનાવવાનો આરોપ છે.

પ્રેમીએ પોતાની પ્રેમિકા પર થયેલા બળાત્કારથી આહત થઇને પોતાનો જીવ આપ્યો હતો. ઘટનાની વાત કરીએ તો બાડ્ડોપટ્ટીમાં રહેનાર સત્યપ્રકાશ ઉર્ફે સોનૂ અને શિકારપુરની નિવાસી એક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને લગ્ન કરવા માંગતા હતા. જોકે આરોપ છે કે બંનેના પ્રેમ વચ્ચે શિકારપુરનો નિવાસી સુનીલ નામનો સરકારી કર્મચારી વિધ્નરૂપ બનતો હતો.

આ પણ વાંચો - મહંતનો ગનર અને હનુમાન મંદિરનો પંડિત કેવી રીતે થોડાક વર્ષોમાં બની ગયા કરોડપતિ? મહંત નરેન્દ્ર ગિરીના મોત થછી ઉઠ્યા સવાલો

આ કારણે પ્રેમીએ આત્મહત્યા કરી લીધી હતી. આ પહેલા એક સુસાઇડ નોટ લખી હતી. આ સુસાઇડ નોટ તેણે સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. જેમાં લખ્યું હતું કે શિકારપુર નિવાસી સુનીલને તેનો અને શિકારપુર નિવાસી યુવતીના પ્રેમ પ્રકરણની જાણ થઇ હતી. આ કારણે સિંચાઇ વિભાગમાં ડ્રાફ્ટમેનના પદ રહેલો સુનીલ યુવતીને બ્લેકમેઇલ કરતો હતો. સુસાઇડ નોટમાં લખ્યું છે કે પરિણીત અને સાત મહિનાના બાળકનો પિતા સુનીલ છેલ્લા બે મહિનાથી યુવતીને બ્લેકમેઇલ કરી રહ્યો હતો. તે યુવતીને હોટલમાં બોલાવતો હતો અને આખો દિવસ બળાત્કાર કરતો હતો. આ વાત યુવતીએ પોતાના પ્રેમી સોનુને જણાવી હતી.

આ પણ વાંચો - VIDEO: અમેરિકામાં PM મોદીના સ્વાગતને જોઈને પાકિસ્તાન મીડિયાએ કહ્યું- આપણને તો બેઇજ્જતી સહન કરવાની આદત છે

આરોપી આપતો હતો ધમકીસોનુએ જ્યારે આનો વિરોધ કર્યો તો સુનીલ તેને જાનથી મારી નાખવાની અને બદનામ કરવાની ધમકી આપતો હતો. આ વાતથી આહત થઇને પ્રેમી સોનુએ પોતાના ઘરે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી. પોલીસે સુસાઇડ નોટના આધારે આરોપી સુનીલ સામે આત્મહત્યા માટે મજબૂર કરવાનો કેસ નોંધ્યો છે.
Published by: Ashish Goyal
First published: September 25, 2021, 4:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading