બાફેલા ઈંડાની છાલ ઉતારવાની આ અનોખી રીત જોઈને ચોંકી જશો, Viral Video
News18 Gujarati Updated: October 6, 2022, 4:47 PM IST
મોંમાંથી હવા દ્વારા ઈંડાની છાલ ઉતારવની અનોખી રીત
Boiled Egg: બાફેલા ઈંડાની છાલ ઉતારવી મુશ્કેલ કામ નથી, પરંતુ મોંમાંથી હવા દ્વારા ઈંડાની છાલ ઉતારવી એ ચોક્કસ એક અદ્ભુત કાર્ય છે.
નવી દિલ્હી: બાફેલા ઈંડાની છાલ ઉતારવી મુશ્કેલ કામ નથી, પરંતુ મોંમાંથી હવા કાઢીને ઈંડાની છાલ ઉતારવી એ ચોક્કસ એક અદ્ભુત કાર્ય છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મેક્સ ક્લેમેન્કો (influencer Max Klymenko) દ્વારા બનાવેલો એક વિડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. જોકે મેક્સે આ વિડિયો 8 ફેબ્રુઆરીના રોજ વિડિયો પોસ્ટ કર્યો હતો, પરંતુ તે વિડિયોએ ઇન્ટરનેટ વપરાશકર્તાઓનું એટલું ધ્યાન આકર્ષિત કર્યું છે કે, YouTube એ તેને ગઈકાલે તેના સત્તાવાર Instagram એકાઉન્ટ પર ફરીથી પોસ્ટ કર્યોં છે. યુટ્યુબ દ્વારા ફરીથી પોસ્ટ કરવામાં આવેલા વિડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, "બીઆરબી આજ રાતે ઈંડા બાફી રહ્યા છે, બસ આવું કરવા માટે."
આ પણ વાંચો: ગજબ હો... યુટ્યુબ વીડિયો જોઈને શિખ્યું ફાયરિંગ, અને કરી નાખ્યો મોટો કાંડ
મેક્સે વિડિયોમાં કહ્યું કે, "આ રીતે તમે ઈંડાને છીલ્યા વગર ઈંડાની છોલી શકો છો." વિડિયોમાં બતાવવામાં આવ્યું છે તે પ્રમાણે, બાફેલા ઈંડાની નીચેની બાજુએ એક મોટું કાણું કરવામાં આવે છે અને બીજી બાજુ એક નાનું કાણું કરે છે. આ બાદ, તે પોતાના મોં વડે નાના કાણામાં ફુંક મારે છે અને ઈંડાના છાલમાંથી બાફેલું ઈંડું બહાર આવે છે. આ પોસ્ટ કર્યાના એક દિવસ બાદ, વિડિયોને લગભગ 13,000 લાઇક્સ મળી હતી. આ સિવાય ઓનલાઈન યુઝર્સે પણ વિડિયો પર ઘણી કોમેન્ટ્સ કરી છે.
એ વ્યક્તિએ કોમેન્ટ્સ કરી હતી કે, "હું હંમેશા લાંબા સમય સુધી ઈંડાને છીલું છું અને મારી પાસે મુરઘી છે, હું જઈ રહ્યો છું આ કોશિશ કરવા." એક વ્યક્તિએ તેની ટિપ્પણીમાં સફાઈના અભાવની પ્રક્રિયા પર પ્રશ્ન ઉઠાવ્યો અને લખ્યું કે, "અને પછી તમે તમારા મિત્રો અને પરિવારને આ આપો છો? તમારા શ્વાસ સાથે ઇંડાને બહાર કાઢ્યું?"
Published by:
Samrat Bauddh
First published:
October 6, 2022, 4:47 PM IST