આ દેશમાં કોરોનાને કારણે શાળાઓ બંધ થતા કિશોરીઓની ગર્ભાવસ્થાના કેસમાં વધારો!


Updated: January 14, 2022, 10:50 AM IST
આ દેશમાં કોરોનાને કારણે શાળાઓ બંધ થતા કિશોરીઓની ગર્ભાવસ્થાના કેસમાં વધારો!
પ્રતિકાત્મક તસવીર

World: દેશમાં નાની ઉંમરની કિશોરીની ગર્ભાવસ્થામાં વધારો થવાને કારણે સરકારે ઓગસ્ટ 2020 માં પોતાના કાયદામાં ફેરફાર કરીને ગર્ભવતી વિદ્યાર્થીનીઓને પણ શાળામાં આવવાની મંજૂરી આપી હતી.

  • Share this:
સમગ્ર વિશ્વમાં કોરોના (Coronavirus) અને ઓમિક્રોન વેરિયન્ટ (Omicron Variant) ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો હોવાના કારણે અનેક પ્રકારના પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. અનેક લોકોને ઘરેથી કામ (Work From Home) કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સતત કોરોના ફેલાઈ રહ્યો હોવાના કારણે શાળા અને કોલેજો પણ બંધ છે. કોરોનાને કારણે શાળાઓ બંધ થવાને કારણે ઝિમ્બાબ્વે સરકાર સામે અનેક પડકાર ઊભા થઈ ગયા છે. ઝિમ્બાબ્વેમાં શાળાની કિશોરીઓ ગર્ભાવસ્થા (School Girls Pregnancy) ધારણ કરતી હોવાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે.

રોયટર્સના રિપોર્ટ અનુસાર ઝિમ્બાબ્વેમાં કોરોનાકાળ દરમિયાન 12 થી 13 વર્ષની બાળકીઓ ગર્ભવતી બની રહી છે અને અભ્યાસ છોડી રહી છે. સરકાર તથા અનેક કાર્યકર્તાઓએ આ સમસ્યા સામે અનેક પગલાઓ લીધા છે. પરંતુ, આ પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારનો સુધારો જોવા મળી રહ્યો નથી.

કોરોના મહામારી દરમિયાન ઝિમ્બાબ્વે તથા અન્ય દક્ષિણ આફ્રિકાના દેશોમાં ઓછી ઉંમરની કિશોરીઓ ગર્ભાવસ્થા ધારણ કરતી હોવાના કેસ વધી રહ્યા છે. વર્જીનિયા તે કિશોરીમાંથી એક કિશોરી છે. ઝિમ્બાબ્વેમાં ઘણા લાંબા સમયથી બાળવિવાહ થઈ રહ્યા છે અને નાની બાળકીઓ ગર્ભવતી બની રહી છે.

કોરોના મહામારી પહેલા પણ ઝિમ્બાબ્વેમાં દર ત્રણ બાળકીઓમાંથી એક બાળકીના 18 વર્ષ પહેલા લગ્ન કરાવી દેવામાં આવતા હતા. બાળકીઓ નાની ઉંમરે ગર્ભવતી બને છે, બાળવિવાહ માટે કડક કાયદા ના હોવાને કારણે, ગરીબી, સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રથાને કારણે આ પ્રકારના પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોનાને કારણે આ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે.

આ પણ વાંચો - …તો ‘ભારતીય’ બનશે UKના PM, Boris Johnson પર રાજીનામાનું દબાણ, ઋષિ સુનક રેસમાં સૌથી આગળ

દોઢ કરોડની વસ્તીવાળા આ દેશમાં માર્ચ 2020 માં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું અને થોડા સમય બાદ કેટલીક છૂટછાટ આપવામાં આવી હતી. લોકડાઉનને કારણે કિશોરીઓ પર ખૂબ જ ખરાબ અસર થઈ. તેમને ગર્ભનિરોધક ગોળીઓ અને હોસ્પિટલની સુવિધાઓ આપવામાં આવી નહોતી. કાર્યકર્તાઓ અને અધિકારીઓ જણાવે છે કે, કિશોરીઓ યૌન શોષણનો શિકાર થઈ. તેમના લગ્ન અને ગર્ભાવસ્થા ગરીબીમાંથી બહાર નીકળવાનો એક ઉપાય બની ગયો છે.આ પણ વાંચો - Weird: ગર્ભવતી થવાની મહિલાને લાગી લત, હવે પાડોશી માટે આપશે 10માં બાળકને જન્મ

દેશમાં નાની ઉંમરની કિશોરીની ગર્ભાવસ્થામાં વધારો થવાને કારણે ઝિમ્બાબ્વે સરકારે ઓગસ્ટ 2020 માં પોતાના કાયદામાં ફેરફાર કરીને ગર્ભવતી વિદ્યાર્થીનીઓને પણ શાળામાં આવવાની મંજૂરી આપી હતી. કાર્યકર્તાઓ અને અધિકારીઓએ આ નિર્ણયની સરાહના કરી છે. જોકે, આ નીતિ પણ સંપૂર્ણપણે અસફળ રહી છે. કાયદામાં ફેરફાર કરવા છતાં બાળકીઓ શાળાએ ફરી અભ્યાસ માટે આવતી નથી. ગરીબી, સામાજિક પ્રથાઓ, વર્ગખંડમાં કનડગત જેવા અન્ય કારણોને કારણે કિશોરીઓ ફરી અભ્યાસ કરવા માટે જઈ શકતી નથી.
Published by: Kaushal Pancholi
First published: January 14, 2022, 10:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading