અરવલ્લી: 116 વર્ષના વૃદ્ધનું મોત થતાં ડીજેના તાલે વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા

News18 Gujarati
Updated: September 24, 2022, 6:53 PM IST
અરવલ્લી: 116 વર્ષના વૃદ્ધનું મોત થતાં ડીજેના તાલે વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા
ડીજેના તાલે વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા

DJ funeral procession: અંતિમયાત્રા ડીજેના તાલે વાજતે-ગાજતે કાઢવામાં આવી અને તમામ લોકોની આંખોમાં આંસુ હતા.

  • Share this:
અરવલ્લી: અરવલ્લીના માલપુરના કોયલીયા ગામે રહેતા 116 વર્ષના વૃદ્ધનું મોત થતા ડીજે સાથે અંતિમયાત્રા કાઢવામાં આવી છે. વૃદ્ધની અંતિમયાત્રામાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. વૃદ્ધ છેલ્લા 2 મહિનાથી બીમાર હોવાનું જાણવા મળી રહ્યું છે. વૃદ્ધના પરિવારે નક્કી કર્યું હતું કે, તેમની અંતિમયાત્રા ડીજેના તાલે વાજતે ગાજતે કાઢવામાં આવશે.

માલપુરના કોયલીયા ગામે રહેતા સોમાભાઈ સુફરાભાઈ ખાંટનું 116 વર્ષની વયે મૃત્યુ થયુ હતુ. જે બાદ સોમાભાઇના પરિવારે નક્કી કર્યું કે, તેમની અંતિમયાત્રા ડીજેના તાલે કાઢવામાં આવશે. લગભગ આવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે. પરિવારના નિર્ણય બાદ સોમાભાઇની અંતિમયાત્રઆ ડીજેના તાલે કાઢવામાં આવી હતી. સોમાભાઇ તાલુકામાં સૌથી મોટી 116 વર્ષની ઉંમરના હતા.

અત્યારના સમયમાં માણસને 60 વર્ષ થાય એટલે જાણે જિંદગી પુરી થઈ ગઈ હોય એવી હાલતમાં માણસો નજરે પડતાં હોય છે. સાથે જ અનેક બીમારીઓ પણ ઘર કરી જાય છે. પરંતુ કેટલાક એવા પણ છે કે જેઓ સદી વટાવી ગયા હોય છતાં ખૂબ તંદુરસ્ત રીતે પોતાનું જીવન વિતાવતા હોય છે. માલપુરના કોયલીયા ખાતે રહેતા સોમાભાઈ સદી વટાવીને પણ પોતાનું સુખી જીવન જીવતા હતા. છેલ્લા બે માસથી બીમાર હતા.

આ પણ વાંચો: કોંગ્રેસના પ્રચારની કમાન પ્રિયંકા ગાંધી સંભાળશે, પાવાગઢથી કરશે શરૂઆત

સોમાભાઈ ખાંટ 115 વર્ષની ઉંમર સુધી ચણા ચાવીને ખાતા હતા. તેમણે છપ્પનીયો દુષ્કાળ પણ નજરે જોયો હતો. અંગ્રેજોની ગુલામીનો પણ અનુભવ કરેલો એવા સોમાભાઈ ખાંટ જીવનની અંતિમ ઘડી વિતાવી પ્રભુને શરણ થયા છે. તેમના પરિવારજનોએ નક્કી કર્યું હતું, તે મુજબ તેમની અંતિમ યાત્રા ડીજેના તાલે વાજતે ગાજતે કાઢવામાં આવી અને તમામની આંખોમાં આંસુ આવી ગયા હતા. આટલું લાબું અને તંદુરસ્ત જીવન જીવી અને અન્યને જીવતા શીખવાડી વિદાય લેતા સોમાભાઈ ખાંટની વિદાય સૌ ગ્રામજનો માટે કાયમી યાદ રહેશે.
Published by: Azhar Patangwala
First published: September 24, 2022, 6:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading