નવરાત્રી વચ્ચે ગુજરાતમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો તલપાપડ, કરોડોનો દારૂ ઝડપાયો

News18 Gujarati
Updated: September 27, 2022, 8:15 PM IST
નવરાત્રી વચ્ચે ગુજરાતમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો તલપાપડ, કરોડોનો દારૂ ઝડપાયો
(પ્રતિકાત્મક તસવીર)

Shamlaji Ratanpur border: શામળાજીના રતનપુર બોર્ડર પરથી ગુજરાતમાં દારુ ઘૂસાડવા બુટલેગરો નીતનવા કિમીયાઓ અપનાવી રહ્યા છે.

  • Share this:
અરવલ્લી: શામળાજીના રતનપુર બોર્ડર પરથી ગુજરાતમાં દારુ ઘૂસાડવા બુટલેગરો નીતનવા કિમીયાઓ અપનાવી રહ્યા છે, ત્યારે અરવલ્લી પોલીસ પણ સતર્ક બની છે. નવરાત્રીનો પર્વ ચાલુ છે અને બાદમાં દિવાળી આવશે. તે ઉપરાંત રાજ્યમાં ચૂંટણીનો માહોલ હોવાથી પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. સતત વાહનની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શામળાજી પોલીસે 1 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં દારુના 10 કેસ દાખલ કર્યા છે. જેમાં પકડાયેલા દારુની કિંમત 1.58 કરોડની નોંધાઇ છે. આ કેસમાં 10 વાહનો સાથે 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે લેવાયો છે. તેમજ 12 આરોપીઓ સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ લાવવા માટે બુટલેગરો ઉતાવળા બન્યા છે. હાલ નવરાત્રીનો પર્વ ચાલુ થયો છે, સાથે સામે દિવાળી છે અને ચૂંટણી પણ આવી રહી છે, તેવા સંજોગોમાં શામળાજીના રતનપુર બોર્ડર પરથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના અનેક પ્રયાસ થઇ રહ્યા છે. આ સંજોગોમાં પોલીસ પણ સતર્ક બની છે અને સતત વાહન તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં બીજા નોરતા પર વરસાદે પાણી ફેરવ્યું, ગ્રાઉન્ડ-શેરીઓ પાણી-પાણી!

ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચડાવવા બુટલેગરો ગુજરાતમાં સ્ટોક કરી રહ્યા છે ત્યારે શામળાજી પોલીસે 1 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં 10 જેટલા દારૂના કેસ દાખલ કર્યા છે. આ કેસની અંદર 42,179 બોટલ ઝડપી લેવામાં આવી છે. જેની કિંમત 1.58 કરોડ છે. કુલ 10 વાહનો સાથે 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે લેવાયો છે. આ તમામ કેસમાં 12 જેટલા આરોપીઓ સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરાઇ છે.

તહેવારો અને ચૂંટણીમાં પોલીસ દ્વારા બોર્ડર વિસ્તારમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સાથે જ નવરાત્રી મહોત્સવ દરમિયાન શી ટીમ મૂકી દેવામાં આવી છે. દારૂના નશામાં લોકો યુવતીઓની છેડતી કરે તો તેમની સામે કાર્યવાહી કરી શકાય.
Published by: Azhar Patangwala
First published: September 27, 2022, 8:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading