અરવલ્લીઃ સરડોઇમાં કપિરાજનો આતંક, પાંચ વ્યક્તિઓને ભર્યા બચકાં

News18 Gujarati
Updated: July 21, 2019, 6:53 PM IST
અરવલ્લીઃ સરડોઇમાં કપિરાજનો આતંક, પાંચ વ્યક્તિઓને ભર્યા બચકાં
વાંદરાનો આતંક

કપિરાજે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને બચકાં ભરી આખા ગામને બાનમાં લઈ ભયનો માહોલ પેદા કર્યોં છે.

  • Share this:
હાર્દિક પટેલઃ અરવલ્લી જિલ્લા મોડાસા તાલુકાના સરડોઇ ગામમાં છેલ્લા પંદર દિવસથી વાનર સેનાએ આતંક મચાવ્યો છે. કપિરાજે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને બચકાં ભરી આખા ગામને બાનમાં લઈ ભયનો માહોલ પેદા કર્યોં છે.

મળતી માહિતી પ્રમાણે મોડાસા તાલુકામાં અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે આવેલા સરડોઇ ગામમાં છેલ્લા પંદર દિવસથી વાનરોએ માનવવસવાટમાં ધામા નાખી એક મહિલા સહિત પાંચ વ્યક્તિઓને બચકાં ભરી આતંક મચાવી દીધો છે.

ગામમાં જુદાજુદા સ્થળે આ વાનરસેનાએ પંદર દિવસમાં શાળાએ ભણતી બે બાળાઓ, એક યુવાન, એકવૃદ્ધ, અને એક વૃધ્ધા ઉપર હુમલો કરી બચકાં ભરતાં એકને સરકારી દવાખાને સારવાર લેવી પડેલ છે.

સિત્તેર વર્ષ વિતાવી ચૂકેલ વિનુબા માધુસિંહ ચિત્રોડાને પોતાના ઘરમાં પેસી જઇ વાનરસેનાના બુઢિયાએ હુમલો કરી થાપાના ભાગે બચકાં ભરી ઇજાગ્રસ્ત કરતાં તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

માનવો ઉપરાંત પાલતુ પશુઓ પર વાનરો હુમલો કરતાં હોવાથી પશુપાલકો પણ ત્રસ્તતા અનુભવી રહેલ છે. વાનરસેનાના ભયંકર આતંકથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. નાના બાળકો શાળાએ જતાં ડર અનુભવતાં હોવાથી વાલીવર્ગમાં પણ ફફડાટ પેદા થવા પામેલ છે. આ વાનરસેનાના આતંકોને રોકવા તાત્કાલિક તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તેવું ગ્રામજનો ઈચ્છી રહેલ છે.
Published by: ankit patel
First published: July 21, 2019, 6:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading