ચેતવણીરૂપ કિસ્સો! બનાસકાંઠાઃ 11 લાખનું ઈનામ લેવા જતાં થરાદના શિક્ષકે ગુમાવ્યા 1.7 લાખ રૂપિયા


Updated: April 5, 2021, 7:49 PM IST
ચેતવણીરૂપ કિસ્સો! બનાસકાંઠાઃ 11 લાખનું ઈનામ લેવા જતાં થરાદના શિક્ષકે ગુમાવ્યા 1.7 લાખ રૂપિયા
પોલીસ સ્ટેશનની તસવીર

શિક્ષકને સ્નેપડીલના લકી ડ્રોમાં 11 લાખ રૂપિયાનું ઇનામ લાગ્યું હોવાનું જણાવ્યું હતું. ઈનામની રકમ મેળવવા માટે તેમણે 1.7 લાખ રૂપિયા ફાઇલ ચાર્જના ભરવા પડશે.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠાના (banaskantha) સરહદી વિસ્તારમાં આજે વધુ એક સાઈબર ક્રાઈમની (cyber crime) ઘટના સામે આવી છે . એક યુવા શિક્ષક સાથે (fraud with teacher) ઓનલાઇન ઠગાઈ કરી 1.7 લાખ રૂપિયા પડાવતા ફરિયાદ નોંધાઇ છે.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં સાયબર ક્રાઇમની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં આજે સરહદી વિસ્તાર થરાદમાં પણ એક યુવા શિક્ષક સાથે ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ થરાદ પોલીસ મથકે નોંધાઇ છે.

ઢીમા ખાતે રહેતા અને થરાદની દેવ વિદ્યામંદિરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરણભાઈ વિહાભાઇ પરમારના મોબાઈલ પર બે દિવસ અગાઉ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો.

આ પણ વાંચોઃ-OMG! રૂ.163 એક કિલો ઘોંઘા ખરીદી લાવી ગરીબ મહિલા, રાતો રાત બની ગઈ કરોડપતિ, જાણો શું છે આખી કહાની

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિએ ખેલ્યો ખૂની ખેલ! બેડરૂમમાં બંધ કરી પત્નીની છરીના ઘા મારી કરી હત્યા, ત્રણ પુત્રીઓ બની નિરાધાર

આ પણ વાંચોઃ-ભાવનગરઃ રૂ.5,000ની ઉઘરાણી મુદ્દે યુવકને જીવતો સળગાવ્યો, સારવારમાં મોત, માથાભારે લાલો અને ભઈલો કાઠી સામે હત્યાનો ગુનો દાખલઆ પણ વાંચોઃ-સુરતઃ કામરેજનો યુવક મહારાષ્ટ્રની લૂંટેરી દુલ્હનનો બન્યો ભોગ, લગ્ન બાદ રોકડા અને દાગીના લઈ ફરાર

અને શિક્ષકને સ્નેપડીલના લકી ડ્રોમાં 11 લાખ રૂપિયાનું ઇનામ લાગ્યું હોવાનું જણાવ્યું હતું. ઈનામની રકમ મેળવવા માટે તેમણે 1.7 લાખ રૂપિયા ફાઇલ ચાર્જના ભરવા પડશે. તેમ જણાવતા શિક્ષકે અજાણી વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા.બાદ તેઓને લકી ડ્રોના કોઈ પૈસા ન મળતા તેમની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલુમ પડ્યું હતું .જે અંગે શિક્ષકે થરાદ પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. થરાદ પોલીસે શિક્ષકની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે તપાસ હાથ ધરી છે.
Published by: ankit patel
First published: April 5, 2021, 7:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading