રાજકોટ: ઉદય શિવાનંદ કૉવિડ હોસ્પિટલમાં આગ મામલે તપાસ રિપોર્ટ સોંપાયો, 5 દર્દીનાં થયા હતા મોત

News18 Gujarati
Updated: December 12, 2020, 3:43 PM IST
રાજકોટ: ઉદય શિવાનંદ કૉવિડ હોસ્પિટલમાં આગ મામલે તપાસ રિપોર્ટ સોંપાયો, 5 દર્દીનાં થયા હતા મોત
હૉસ્પિટલમાં આગથી પાંચના મોત થયા હતા.

Rajkot Hospital Fire: શોર્ટ સર્કિટથી આગ ન લાગી હોવાનું પ્રાથમિક તારણ, આગ મેડિકલ ઇક્વિપમેન્ટને કારણે લાગી હોવાનો તપાસ રિપોર્ટમાં ઉલ્લેખ.

  • Share this:
ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)ના હોમટાઉનમાં કોરોના દર્દીઓની સારવાર કરતી ઉદય શિવાનંદ હૉસ્પિટલ (Uday Shivanand Covid-19 Hospital fire)માં લાગેલી આગ મામલે તપાસ કરીને દોષિતો સામે કાર્યવાહી કરવાનો આદેશ જે તે સમયે મુખ્યમંત્રીએ આપ્યો હતો. આ સાથે જ રાજકોટની કોવિડ હૉસ્પિટલમાં લાગેલી આગની તપાસ ઉચ્ચ સનદી અધિકારી એ.કે. રાકેશ (A.K. Rakesh)ને સોંપામાં આવી હતી. આ મામલે હવે એ.કે. રાકેશે પોતાનો તપાસ રિપોર્ટ સોંપી દીધો છે.

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ મુદ્દે રાજ્ય સરકારના તપાસનીશ અધિકારી ACS એ.કે.રાકેશે આજે તપાસ રિપોર્ટ સામાન્ય વહીવટી વિભાગને સોંપી દીધો છે. આ તપાસ રિપોર્ટ સાથે એફએસએલનો રિપોર્ટ પણ શામેલ છે. ઉલ્લેખનીય છે આ રિપોર્ટમાં આગ શોર્ટ સર્કિટથી લાગી ન હોવાનો ઉલ્લેખ છે. રિપોર્ટમાં મેડિકલ સાધનથી આગ લાગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં અગ્નિકાંડ ટેક્નિકલ કારણોને લીધો થયો હોવાનો ઉલ્લેખ છે. જોકે, કયા સાધનને કારણે આગ લાગી છે તે જાણવા મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે ICUમાં વેન્ટિલેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હોવાના અહેવાલ જે તે સમયે વહેતા થયા હતા.

આ પણ વાંચો: WhatsApp યૂઝર્સ માટે ખુશખબર! એપમાં આવ્યું શાનદાર Stickers Pack, આવી રીતે કરો ઉપયોગ

બીજી તરફ ભવિષ્યમાં આવી ઘટનાનું પુર્નરાવર્તન ન થાય તેના પર તપાસકર્તા અધિકારી એ.કે. રાકેશે સૌથી વધુ ભાર મક્યો છે. આ સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ને બને તે માટે મહત્ત્વના સૂચનો પણ રિપોર્ટ સાથે મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: કુખ્યાત પ્રદીપ ઉર્ફે માયા ડોનની તેના જ બનેવીએ કરી ઘાતકી હત્યા

પાંચ લોકો થયા હતા મોતરાજકોટમાં ઉદય શિવાનંદ હૉસ્પિટલમાં આગજનીના બનાવમાં કોરોની સારવાર લઈ રહેલા પાંચ દર્દીઓનાં મૃત્યુ નિપજ્યાં હતાં. ઘટનાની જાણ થતાની સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવાર માટે સહાય પણ જાહેર કરવામાં આવી હતી.

આ મામલે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એસઆઇટીની તપાસમાં અગ્નિકાંડ મામલે હૉસ્પિટલ તંત્રની કેટલીક ગંભીર બેદરકારીઓ સામે આવી હતી. જે બાદમાં હૉસ્પિટલ તંત્ર સાથે જોડાયેલા પાંચ નામાંકિત ડોક્ટરો વિરુદ્ધ કલમ 304 (અ) તેમજ કલમ 114 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
Published by: Vinod Zankhaliya
First published: December 12, 2020, 3:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading