ગુજરાતના રાજકારણમાં બીજા મોટા સમાચાર, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ બદલાઈ શકે છે

News18 Gujarati
Updated: September 11, 2021, 5:51 PM IST
ગુજરાતના રાજકારણમાં બીજા મોટા સમાચાર, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ બદલાઈ શકે છે
પરેશ ધાનાણીની ફાઈલ તસવીર

પરેશ ધાનાણીએ કહ્યું, ભાજપ ફરી ભાગલા પાડોનું ષડયંત્ર રચશે તેવી મને આશંકા છે. કોરોના મહામારીના સમયમાં રાજ્યની પ્રજાએ ખુબ સહન કરવાનો વારો આવ્યો

  • Share this:
ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીના (CM Vijay Rupani resign)મા બાદ રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે ગુજરાતના રાજકારણ (Gujarat Politics)થી બીજા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના મુખ્યમંત્રીના રાજીનામા બાદ હવે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બદલાશે તેવી પ્રબળ શક્યતા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, કોંગ્રેસ પણ આજે નવા પ્રદેશ પ્રભારીના નામની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, હાલમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ આ મામલે નામની ચર્ચા માટે દિલ્હી પહોંચ્યા છે. ત્યાં ઉચ્ચે મોવડીમંડળના નેતા સાથે ચર્ચા વિચારણા કરી નવા નામની જાહેરાત થઈ શકે છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani))એ પોતાનું નિવેદન આપ્યું હતું, તેમણે આ મુખ્યમંત્રીના રાજીનામા અંગે કહ્યું કે, સત્તાધારી ભાજપ પાર્ટીએ કોરોના કાળમાં લાખો લોકોને મોતના મુખમાં ધકેલ્યા, જેનો ભોગ વિજય રૂપાણીએ બનવું પડ્યું છે. ભાજપના મુખ્ય નેતાઓએ મુખ્યમંત્રીને માત્ર તાળી અને થાળી વગાડવામાં જ વ્યસ્ત રાખ્યા હતા. ભાજપ ચહેરો બદલશે પણ રીતિ અને નીતિ તો નહીં જ બદલી શકે.

આ પણ વાંચો - Vijay Rupani Resigns LIVE Updates: CM રૂપાણી બાદ આ ચહેરાઓ છે ગુજરાતના સંભવિત મુખ્યમંત્રી

તેમણે વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રીના નામનો ફેરફાર કરવાનું માત્ર ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. ભાજપ ફરી ભાગલા પાડોનું ષડયંત્ર રચશે તેવી મને આશંકા છે. કોરોના મહામારીના સમયમાં રાજ્યની પ્રજાએ ખુબ સહન કરવાનો વારો આવ્યો છે. હાલની સત્તાધારી પાર્ટી લોકોને સુવિધા આપવામાં નિષ્ફળ નિવડી છે. અનેક દર્દીઓ એમ્બ્યુલન્સ, બેડ, રેમડેસિવિર ઈન્જેક્શન માટે તરફડી રહ્યા હતા. ઓક્સિજનના અભાવે અનેક પરિવારે પોતાના સ્વજનો ગુમાવવા પડ્યા છે. ભાજપા છેલ્લા 20 વર્ષથી પ્રજામાં ભય, ભ્રમ ફેલાવી રહી છે. કોંગ્રેસ બાજપાની નીતિઓ સામે હંમેશા અવાજ ઉઠાવતુ રહ્યું છે, અને આ આંદોલન અમે આગળ ધપાવતા રહીશું.
Published by: kiran mehta
First published: September 11, 2021, 5:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading