CM વિજય રૂપાણી સાથેની મુલાકાત બાદ MP મનસુખ વસાવાએ રાજીનામું પરત ખેંચ્યું

News18 Gujarati
Updated: December 30, 2020, 11:37 AM IST
CM વિજય રૂપાણી સાથેની મુલાકાત બાદ MP મનસુખ વસાવાએ રાજીનામું પરત ખેંચ્યું
મનસુખ વસાવા (ફાઇલ તસવીર)

BJP MP Mansukh Vasava resign drama: પક્ષના નેતૃત્વએ મને સમજાવ્યું કે સાંસદ તરીકે ચાલુ રહેશો તો સરકારી પૈસે સારવાર થશે, રાજીનામું આપી દેશો તો આવું શક્ય નહીં બને: મનસુખ વસાવા

  • Share this:
ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ મનસુખ વસાવા (BJP MP Mansukh Vasava)એ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) સાથે 45 મિનિટ સુધી બેઠક કરી હતી. બેઠક બાદ મીડિયાને સંબોધતા સાંસદ મનસુખ વસાવાએ પોતે સાંસદ (Member of Parliament) તરીકે ચાલુ જ રહેશે તેમ જણાવ્યું હતું. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે, મેં કોઈ રાજકીય સોદાબાજી કરી નથી. પાર્ટી પર દબાણ લાવવાનો પણ મેં કોઈ પ્રયાસ કર્યો નથી. મારી કમર અને ગરદનની તકલીફ (Health issues)ને કારણે મેં રાજીનામું આપ્યું હતું. જોકે, કેન્દ્રીય નેતૃત્વએ મને સાંસદ તરીકે ચાલુ રાખવાની સૂચના આપી છે. આથી હું રાજીનામું પરત ખેંચી રહ્યો છું.

કમર અને ગરદનની તકલીફને કારણે રાજીનામું આપ્યું

મીડિયા સાથેની વાતચીતમાં સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, "છેલ્લા ઘણા સમયથી મને કમર અને ગરદનની તકલીફ છે. આ કારણે હું સંસદમાં પણ જરૂરી હોય એટલી હાજરી આપી શકતો નથી. આ માટે જ મેં રાજીનામું ધરી દીધું હતું. મેં રાજીનામા પત્રમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. પાર્ટી સામે મારી કોઈ નારાજગી નથી. મારી શારીરિક તકલીફને કારણે મારા મિત્રો અને સ્નેહીજનોએ મને આરામ કરવાની સલાહ આપી હતી."

'સાંસદ તરીકે સારવારનો લાભ મળશે એવું મને સમજાવ્યું'

સાંસદ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે,"કેન્દ્રીય નેતૃત્વ સાથે થયેલી ચર્ચા પ્રમાણે મારા વતી તાલુકા અને જિલ્લાના કાર્યકરો કામ કરતા રહેશે. હાલ ડૉક્ટરે મને ચારથી પાંચ મહિના સુધી આરામ કરવાની સલાહ આપી છે. સીએમ સાથેની બેઠકમાં મને સમજાવવામાં આવ્યું હતું કે જો હું સાંસદ તરીકે ચાલુ રહીશ તો સરકારના ખર્ચે સારવાર ચાલતી રહેશે. એક વખત સાંસદ તરીકેથી રાજીનામું આપ્યા બાદ આવી સારવાર શક્ય નહીં બને. પાર્ટીએ મને દિલ્હીમાં સારવાર કરાવવાની પણ સલાહ આપી છે. આથી હું સાંસદ તરીકે ચાલુ રહીશ."

લવ જેહાદ મુદ્દે મળેલી ધમકી વિશે સાંસદ વસાવાએ જણાવ્યું હતું કે, મને લંડન અને બીજી જગ્યાએથી લવ જેહાદ મુદ્દે ધમકીએ મળી છે. આ મામલે મેં પોલીસને જાણ કારી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હું મુસ્લિમોને વિરોધી નથી. મારી મુસ્લિમ મિત્રો પણ એવું માની રહ્યા છે કે લવ જેહાદનો કાયદો બનવો જોઈએ. કેવડિયાના ઇકો-સેન્સિટિવ ઝોનના મુદ્દે સાંસદ વસાવાએ જણાવ્યુ હતુ કે, આ મુદ્દે ઘણા સમયથી ચાલતો હોવાથી મેં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને રજુઆત કરી હતી. આ મુદ્દે હોલ કેન્દ્ર સરકાર હસ્તક છે.સી.આર. પાટીલને લખેલા પત્રમાં સાંસદ વસાવાએ શું લખ્યું હતું?

મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને લખ્યું કે 'સાદર પ્રણામ, જયભારત સાથે જણાવવાનું કે પક્ષે મારી ક્ષમતા કરતાં પણ મને ઘણું આપ્યું છે. એ માટે પક્ષનો પક્ષના કેન્દ્રીયન નેતાગણનો હું આભાર માનું છું. પક્ષમાં શક્ય હોય તેટલી વફાદારી દેખાડી છે. પક્ષના મુલ્યો સાથે જીવનના મુલ્યો પણ અમલમાં મૂકવાની કાળજી રાખી છે. પરંતુ આખરે તો હું પણ માણસ છું. ભાજપે મને મને ઘણું આપ્યું છે, કેન્દ્રીય નેતાગીરીનો હું આભાર માનું છું. મેં પક્ષ માટે વફાદારી રાખી છે, પક્ષના મૂલ્યો જીવનના મૂલ્યો પણ અમલમાં મુક્યા છે. મનસુખભાઇ વસાવા. હું એક માનવી છું, મારી જાણે અજાણે કોઈ ભૂલ થઈ હોય છે, મારી ભૂલના કારણે પક્ષને નુકશાન પહોંચે એ કારણોસર હું પક્ષ માંથી રાજીનામું આપું છું, બજેટ સત્ર દરમિયાન લોકસભા સભ્ય પદેથી પણ લોકસભા સ્પીકરને રૂબરૂ મળી રાજીનામું આપીશ.'
Published by: Vinod Zankhaliya
First published: December 30, 2020, 11:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading