ગાંધીનગર : આંખે પાટા બાંધવાની રમત રમવાના બહાને પત્નીએ પતિને યમલોક પહોંચાડી દીધો


Updated: July 20, 2020, 4:02 PM IST
ગાંધીનગર : આંખે પાટા બાંધવાની રમત રમવાના બહાને પત્નીએ પતિને યમલોક પહોંચાડી દીધો
પ્રતિકાત્મક તસવીર

ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોઈને પત્નીએ પતિની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો પહેલા ભસ્મના નામ ઉંદર મારવાની દવા પીવડાવી, પતિને અસર ન થતાં રમત રમવાના બહાને છરીના આઠ ઘ ઝીંકી દીધા.

  • Share this:
ગાંધીનગર : લવ, સેક્સ, સસ્પેન્સ અને સરેન્ડર જેવી વાર્તાઓ માત્ર ટીવી (TV) કે ફિલ્મ (Movie)ના પરદા પર જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ બનતી હોય છે. રાજ્યના પાટનગર ગાંધીનગર (Gandhinagar)માં પત્ની એ જ પતિને ઝેરી દવા આપી દીધા બાદ ક્રાઈમ સિરિયલ (Crime TV Serial)ની જેમ છરીના ધા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદમાં ઘરે આવી પહોંચેલી પોલીસને પણ પત્નીએ રીઢા ગુનેગારની જેમ પોતને કંઈ જાણતી ન હોવાના જવાબો આપ્યા હતા.

મૂળ બનાસકાંઠાના થરાદ પાસેના વાકજી ચૌધરી અને તેમની પત્ની ઉમિયા ચૌધરી 10 દિવસ પહેલા ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાડે મકાન રાખીને રહેતા હતા. તેમના પત્ની વારે ઘડીએ પિયર જતા હોવાથી તેઓ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ તમામ ઝઘડાઓનો કાયમી અંત લાવવાની નેમ સાથે ઉમિયાએ 14  જુલાઈની રાતે વાકજીને મારી નાખવાનો પ્લાન ધડયો હતો.ટીવી સિરિયલ ક્રાઈમ પેટ્રોલથી પ્રભાવિત થયેલી ઉમિયા ચૌધરીએ પતિ સાથે પ્રેમભરી વાતો કર્યાં બાદ કહ્યું કે, આપણા વચ્ચે જે ઝઘડા થાય છે અને ઘરમાં આર્થિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે હું તમારા માટે ભસ્મ લાવી છું. આ ભસ્મ તમે પી લો. જે બાદમાં આપણા જીવનમાં સુખ, શાંતિ આવશે. પત્નીની આવી વાત બાદ પતિ તેની પત્નીની વાતોમાં આવી ગયો હતો. જે બાદમાં તે પત્નીએ આપેલી ઉંદર મારવાની દવા ગટગટાવી ગયો હતો.

પતિને બે કલાક સુધી દવાની કોઈ અસર ન થતા પત્નીએ બી પ્લાન બનાવ્યો હતો. નિયમિત ક્રાઈમ જોવા ટેવાયેલી ઉમિયાએ પ્લાન બી મુજબ ફરીવાર વાધજીને આંધળો પાટો રમવા માટે તૈયાર કર્યો હતો. પતિની આંખે પાટા બાંધી દીધા બાદ પત્નીએ તેને શોધવા માટે કહ્યું હતું. જે બાદમાં પત્ની વાકજીને તેના બેડરૂમ સુધી લઈ ગઈ હતી. અહીં તેણે પતિને ઊંધો પાડી દીધો હતો અને ઉપરાઉપરી છરીના આઠ ઘા મારીને તેને યમલોક પહોંચાડી દીધો હતો. છરીના ઉપરાઉપરી ઘા બાદ પતિના આંતરડા બહાર આવી ગયા હતા.

નીચે વીડિયોમાં જુઓ : સંક્ષિપ્તમાં દેશભરના સમાચારો

આટલું અધૂરું હોય તેમ તેણે પુરાવાનો નાશ કરવા માટે લોહીથી લથબથ છરીને ધોઈ નાખી હતી. એટલું જ નહીં કપડાંને સંતાડી દીધા હતા. જે બાદમાં હત્યારી ઉમિયાએ પિતાને ફોન કરીને કહ્યું હતું કે તેના પતિની તબીયત સારી નથી. થોડીવાર બાદ પોલીસને ઘટનાની જાણ થતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. વાકજીને લોહીના ખાબોચિયામાં પડેલો જોયા બાદ પોલીસે ઉમિાયાની પૂછપરછ કરી હતી. આ દરમિયાન ઉમિયા રીઢા ગુનેગારની જેમ પોલીસને જવાબ આપવાનું ટાળતી રહી હતી. જોકે, પોલીસે કડક ભાષામાં પૂછપરછ કરતા ઉમિયા ભાંગી પડી હતી અને વાકજીની હત્યા તેણીએ જ કરી હોવાનું સ્વીકારી લીધું હતું.
Published by: Vinod Zankhaliya
First published: July 20, 2020, 4:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading