ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષામાં કોપી કરતા પકડાયા તો થાય છે મોટી કાર્યવાહી, જાણો સજા


Updated: September 25, 2021, 3:24 PM IST
ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષામાં કોપી કરતા પકડાયા તો થાય છે મોટી કાર્યવાહી, જાણો સજા
પ્રતીકાત્મક તસવીર

રિપીટરની પરીક્ષામાં અમદાવાદના 30 વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા, હવે કાર્યવાહી થશે.

  • Share this:
અમદાવાદ: ધોરણ 10 અને ધોરણ 12ના રિપીટર વિધાર્થીઓની પરીક્ષા (repeaters exam) બે મહિના અગાઉ લેવાઈ હતી. આ પરીક્ષામાં અમદાવાદના 30થી વધુ વિધાર્થીઓ (repeaters students copy in Board exam) કોપી કરતા ઝડપાયા છે. કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન વર્ગ ખંડમાં જ ખંડ નિરીક્ષકે કોપી કરતા પકડ્યા હતા અને બાદમાં કોપી કેસ કર્યો હતો. આ વિધાર્થીઓને પરીક્ષાના પરિણામ રદ થવાથી લઈને 2 વર્ષ સુધી પરીક્ષામાં ના બેસવા દેવા સુધીની સજા થઈ શકે છે.

સીસીટીવીમાંથી પણ થાય છે ચકાસણી

કોરોનાના કેસોના કારણે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ જે રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહી આપતા શિક્ષણ વિભાગએ પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. આ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા દરમિયાન પરીક્ષા ખંડમાં સીસીટીવી પણ લગડવામાં આવ્યા હતા. પરીક્ષા બાદ આ સીસીટીવીની ચકાસણી કરવામાં આવી હતી. જે પરીક્ષા દરમિયાન પરીક્ષા ખંડમાં લાગેલા સીસીટીવી કેમેરા પરીક્ષા બાદ તપાસતા કેટલાક વિદ્યાર્થીઓ સાહિત્ય, મોબાઈલ અને માઈક્રો ઝેરક્ષમાંથી  લખતા નજરે પડ્યા હતા. જેમાં અમદાવાદ શહેરના પાંચ અને અમદાવાદ ગ્રામ્યના 25 વિદ્યાર્થીઓ કોપી કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું.

આ પણ વાંચો - ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે સુરતમાં એક જ એપાર્ટમેન્ટમાંથી કોરોનાના 9 નવા કેસ આવતા હડકંપ

અમદાવાદમાં 5 કોપી કેસ છે

અમદાવાદ શહેરમાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં 3 અને ધોરણ 10માં 2 મળી 5 વિધાર્થીઓ જ્યારે  અમદાવાદ ગ્રામયમાં સામાન્ય પ્રવાહમાં 15 અને ધોરણ 10માં 10 વિધાર્થી સામે કોપી કેસ કરાયો છે. જેની સુનાવણી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં કરવામાં આવી રહી છે. અમુક વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન વર્ગ ખંડમાં જ ખંડ નિરીક્ષકે કોપી કરતા પકડ્યા હતા જેનો બાદમાં કોપી કેસ કર્યો હતો. જ્યારે એક પરીક્ષામાં એક વિદ્યાર્થી ત્રણ વાર કૉપી કરતા પકડાયો બાદમાં તેની સામે કોપી કેસ કરવામાં આવ્યો હતો. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી હિતેન્દ્ર સિંહ પઢેરિયાએ જણાવ્યું કે, શહેરમાં 5 કોપી કેસ કરાયા છે. આ કૉપી કેસમાં પકડાયેલા વિદ્યાર્થીઓ, સંચાલકો અને સુપરવાઈઝરના હિયરિંગ કરવામાં આવ્યા છે.પરિણામ પણ થઇ શતકે છે રદ

જે વિધાર્થી કોપી સાથે પકડાય તે વિધાર્થીનું પરિણામ રદ કરવા અને પરીક્ષામાં એક વર્ષનો પ્રતિબંધ મુકવા સુધીની કાર્યવાહી થઈ શકે. આમ તો વિધાર્થીઓનું પરીક્ષા કેન્દ્રમાં જતા ચેકિંગ થતું હોય છે પણ છતાં તપાસ કર્તાની નજર ચૂકવી કોપી કરવાનું સાહિત્ય લઈ ગયા હશે. જેમાં કોપી કરતા સીસીટીવીમાં જણાઈ આવ્યા છે.  મહત્ત્વનું છે કે, વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરવા માટે જે મહેનત કરે છે તેની જગ્યાએ થોડી વધુ મહેનત પાસ થવા માટે કરે તો ચોક્કસ પણે પોઝિટિવ પરિણામ આવી શકે.
Published by: Ashish Goyal
First published: September 25, 2021, 3:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading