ગાંધીનગર: Coronaમાં લાપરવાહી મોંઘી પડશે, બાળકોને કેવી દવા કરવી તબીબો ચિંતિત, ત્રીજી લહેરમાં ડબલ ડોક્ટરો જોઈશે


Updated: April 18, 2021, 6:14 PM IST
ગાંધીનગર: Coronaમાં લાપરવાહી મોંઘી પડશે, બાળકોને કેવી દવા કરવી તબીબો ચિંતિત, ત્રીજી લહેરમાં ડબલ ડોક્ટરો જોઈશે
પ્રતિકાત્મક તસવીર

મે મહિનાના અંત સુધીમાં કોરોના નબળો પડી શકે છે પરંતુ પછીના 3 મહિના એટલે કે ઓક્ટોબર - નવેમ્બરમાં ફરી પ્રકારનો સ્ટ્રેઇન ઉથલો મારી શકે, તેવી ભીતિ

  • Share this:
ગાંધીનગર : રાજ્યમાં અને ખાસ કરીને ગાંધીનગરમાં કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી રહી છે . એપ્રિલ મહિનાના 17 દિવસમાં જ 1564 કેસ નોંધાઈ ચૂક્યા છે અને 416 દર્દી કોરોના સામેનો જંગ હારી ચૂક્યા છે .આ ગંભીર સ્થિતિ ક્યાં જઈને અટકશે, એ કહેવું મુશ્કેલ છે પરંતુ ગાંધીનગરના તબીબોના મતે કોરોનાના સંક્રમણથી બચવા માટે એસ - એમ - એસ એટલે કે સોશિયલ ડિસ્ટનિંગ , માસ્ક અને સેનિટાઇઝેશન સૌથી અકસીર છે.

ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાત અને વિશ્વમાં કોરોનાની નવી 2 જાત, યુકે લાઇનેઝ અને બ્રાઝિલિયન લાઇનેઝ જોવા મળી રહી છે, જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રમુખના કહેવા મુજબ કોરોનાનાં લક્ષણો અને સંક્રમણની માત્રા જોતાં યુકે લાઇનેઝ એટલે કે યુકે સ્ટ્રેઇન હોવાની સંભાવના છે. આ વાઇરસ ખૂબ ઝડપથી ચેપ લગાડે છે. જૂના એટલે કે ગયા વર્ષે આવેલા વાઇરસમાં ઉધરસ, ગળામાં ચેપ અને પરિવારના એકાદ સભ્યમાં જ ઇફેક્શન જોવા મળતું હતું પરંતુ, અત્યારે આખેઆખો પરિવાર સંક્રમિત થઈ રહ્યો છે.

આ પણ વાંચોરાજકોટમાં શરમજનક ઘટના: Coronaથી વૃદ્ધાનું મોત થતા મૃતદેહ છોડી પરિવાર રફૂચક્કર, અંતિમવિધી અટકી

વાઇરસનાં સતત તાવ આવવો, ઝાડા અને આંખમાં લાલાશ જેવાં લક્ષણો છે, જે ગત વર્ષે નહોતાં. એટલું જ નહીં, દર્દીનું ઓક્સિજન લેવલ બીજા કે ત્રીજા દિવસે જ ઘટી જાય છે અને દાખલ કરવા પડે છે. યુકે સ્ટ્રેઇનની સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ વાઇરસ બાળકોને પણ સંક્રમિત કરી રહ્યો છે. આથી, બાળકોને કયા પ્રકારની દવાઓ આપી શકાય અથવા આપી શકાય કે કેમ, તે પણ તબીબી આલમમાં ચિંતાનો વિષય બન્યો છે.

યુકે સ્ટેઇન મે મહિનાના અંત સુધીમાં નબળો પડી શકે છે પરંતુ પછીના 3 મહિના એટલે કે ઓક્ટોબર - નવેમ્બરમાં ફરી પ્રકારનો સ્ટ્રેઇન ઉથલો મારી શકે, તેવી ભીતિ વ્યક્ત ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના ગાંધીનગરના પ્રમુખ ડો. અનિલ ચૌહાણે વ્યક્ત કરી છે.

આ પણ વાંચો - Covid 19 Second Wave જીવલેણ : કોરોનાના મોટાભાગના દર્દીઓમાં દેખાઈ રહ્યા છે આ લક્ષણો - Doctors ડો . ચૌહાણે ઉમેર્યું હતું કે, જો એ પરિસ્થિતિ સર્જાય તો નવા આવનારા સ્ટ્રેઇન સામે ટકી રહેવા જૂનથી ઓગસ્ટ સુધીના 3 મહિનામાં બમણાં તબીબી સ્રોત એકત્ર કરવા જોઈએ. જો કે, ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાત અને વિશ્વમાં કોરોનાની નવી 2 જાત, યુકે લાઇનેઝ અને બ્રાઝિલિયન લાઇનેઝ જોવા મળી રહી હોવાનું ડો . અનિલ ચૌહાણ જણાવ્યું હતું.
Published by: kiran mehta
First published: April 18, 2021, 6:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading