સ્થાનિક સ્વરાજ ચૂંટણી: રાજ્યમાં કેટલા મતદારો? કેટલા મતદાન મથક? ક્યારે પરિણામ? જાણીલો તમામ માહિતી


Updated: January 23, 2021, 10:15 PM IST
સ્થાનિક સ્વરાજ ચૂંટણી: રાજ્યમાં કેટલા મતદારો? કેટલા મતદાન મથક? ક્યારે પરિણામ? જાણીલો તમામ માહિતી
પ્રતિકાત્મક તસવીર

ઉમેદવારીપત્ર ચકાસવાની તારીખ 8 ફેબ્રુઆરી અને ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ 9 ફેબ્રુઆરી રહેશે જ્યારે ૨૧ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે

  • Share this:
ગાંધીનગર : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે જ મહાનગરપાલિકા 81 નગરપાલિકા 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર કરી દેવામાં આવે તો ચૂંટણીની તારીખોની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાની ચુંટણી માટે એક ફેબ્રુઆરી 2021 ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે ત્યારે ઉમેદવારી ભરવા ની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી 2021 રહેશે તો ઉમેદવારો ના ઉમેદવારીપત્ર ચકાસવાની તારીખ 8 ફેબ્રુઆરી અને ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ 9 ફેબ્રુઆરી રહેશે જ્યારે ૨૧ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને જો જરૂર જણાશે તો મતદાન માટે 22 ફેબ્રુઆરી તારીખ નક્કી કરવામાં આવી છે તમારા મહાનગરપાલિકાની મતગણતરી 23 ફેબ્રુઆરીએ જ યોજાઈ જશે.

જો વાત કરીએ જિલ્લા તાલુકા પંચાયત અને નગર પાલિકાની તો 8 ફેબ્રુઆરીએ ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાશે ત્યારે ઉમેદવારી પત્રભરવા માટેની છેલ્લી તારીખ 13 ફેબ્રુઆરી રહેશે તો ઉમેદવારીપત્રો ચકાસણી માટેની તારીખ 15 ફેબ્રુઆરી રહેશે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ 16 ફેબ્રુઆરી રહશે. તો મતદાનની તારીખ 28 ફેબ્રુઆરી રહશે. જ્યારે મતગણતરીની તારીખ 2 માર્ચ રહશે.

આ પણ વાંચો - અમદાવાદ : ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હળવી કરવા જાણો પોલીસ કમિશનરે શું કરી અપીલ

6 મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો 144 વોર્ડમાં 576 બેઠક રહેશે જ્યારે પાછા મહાનગરપાલિકામાં એક કરોડ બાર લાખ 34701 મતદાર મતદાન કરશે જેની પાછળ 51 ચૂંટણી અધિકારીઓ 57 મદદનીશ ચૂંટણી અધિકારી ને જવાબદારી આપવામાં આવી છે. તો 11477 મતદાન મથકોએ રાખવામાં આવ્યા છે જેમાંથી જો સંવેદનશીલ મતદાન મથકોની વાત કરવામાં આવે તો 3858 મતદાન મથકો છે જ્યારે અતિસંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 1656 છે. મહાનગરપાલિકાની ચુંટણી માટે 13 હજાર 946 EVM ની સંખ્યા છે. જેની સામે પોલીસ સ્ટાફની સંખ્યા 62236 છે.

81 નગરપાલિકાના 680 બોર્ડમાં 2720 બેઠકો છે જે માટે 46 લાખ 89 હજાર 294 મતદારો મતદાન કરશે તે માટે ચૂંટણી અધિકારીઓની સંખ્યા 92 રાખવામાં આવી છે. તો મદદનીશ ચૂંટણી અધિકારી ની સંખ્યા 96 છે. તો મતદાન મથકોની સંખ્યાની વાત કરવામાં આવે તો 4848 મતદાન મથક પર મતદાન થશે જેમાં 1400 જેટલા સંવેદનશીલ મતદાન મથક છે જ્યારે અતિસંવેદનશીલ મતદાન મથક ની સંખ્યા 959 છે આ ચૂંટણી માટે 6990 EVM થી ચૂંટણી યોજાશે જે માટે પોલીંગ સ્ટાફ ની સંખ્યા 27 હજાર 948 નો છે.

આ પણ વાંચો - રાજ્યમાં 4 કરોડથી વધારે મતદારો, BJPનું 75 લાખ પેઈજ પ્રમુખ સમિતિ સભ્ય બનાવવાનું આયોજનતે જ રીતે જો વાત કરીએ 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો રહેશે જેમાં 245 ચૂંટણી અધિકારીઓ રહેશે જ્યારે 469 મદદનીશ ચૂંટણી અધિકારી ઓ રહેશે જો મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે તો 2 કરોડ 50 લાખ 40 હજાર 577 મતદારો 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત ની ચૂંટણી માટે મતદાન કરશે. એ માટે 31 હજાર 1370 મતદાન મથકોની સંખ્યા રાખવામાં આવેલી છે જેમાંથી 6443 સંવેદનશીલ મતદાન મથકો છે અતિસંવેદનશીલ 3532 મતદાન મથકો છે.

આ ચૂંટણી માટે 70 હજાર 780 EVM ફાળવવામાં આવ્યા છે તો પોલીસ સ્ટાફની સંખ્યાની વાત કરવામાં આવે તો એક લાખ 93 હજાર 863 છે. એટલે કે રાજ્યમાં 6 મહાનગર પાલિકા 81 નગરપાલિકા 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયત માટે ચૂંટણી યોજાવાની છે તેના 6577 વોર્ડ માં 9049 બેઠકો પર 4 કરોડ 9 લાખ 64 હજાર 513 મતદારો છે. જે માટે 860 ચૂંટણી અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે તો 1128 મદદનીશ ચૂંટણી અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે જ્યારે 47 હજાર 695 મતદાન મથકો પર મતદાન થશે જેમાંથી 11 હજાર 694 સંવેદનશીલ મતદાન મથકો તો 6 હજાર 147 અતિ સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા છે તો 91 હજાર 716 આ ચૂંટણી માટે વપરાશે જેની પાછળ પોલીસ સ્ટાફ ની વાત કરવામાં આવે તો 2 લાખ 84 હજાર 47 સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે.
Published by: kiran mehta
First published: January 23, 2021, 10:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading