ઉત્તર પ્રદેશ બાદ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ, BJPમાં આંતરિક રાજકારણ ગરમાયું?


Updated: June 8, 2021, 9:08 PM IST
ઉત્તર પ્રદેશ બાદ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ, BJPમાં આંતરિક રાજકારણ ગરમાયું?
ગુજરાત બીજેપી

ઉત્તર પ્રદેશમાં જે રીતે રાજકારણ ગરમાયું હતું, તે જ રીતે હવે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક રાજકારણ ગરમાયું?

  • Share this:
ગાંધીનગર : વૈશ્વિક કોરોના મહામારીની બીજી લહેર બાદ ભારતીય જનતા પાર્ટીનું આંતરીક રાજકારણ ગરમાયુ છે, ઉત્તર પ્રદેશમાં જે રીતે રાજકારણ ગરમાયું હતું, તે જ રીતે હવે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક રાજકારણ ગરમાયું છે. કોરોના મહામારીની બીજી લહેર બાદ 15 જુનના રોજ ભારતીય જનતા પાર્ટીએ પક્ષના તમામ ધારાસભ્યોની ગાંધીનગર ખાતે બેઠક બોલાવી છે.

કોણ કોણ બેઠકમાં હાજર રહેશે?

આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને પ્રદેશ મહામંત્રીઓ હાજરી આપશે, પરંતુ તે પહેલા 11 જૂનના રોજ ભાજપ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહેલા છે, જે દરમિયાન ભૂપેન્દ્ર યાદવ પ્રદેશ સંગઠનના મહામંત્રીઓ તેમજ સરકાર સાથે બેઠક કરશે.

કેમ મળી રહી બેઠક?

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સરકાર અને સંગઠન વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે સરકારની છબી વ્યવસ્થિત કરવા ખુદ ભાજપ પ્રદેશ પ્રભારી દિલ્હીથી ગુજરાત આવી રહેલા છે અને ધારાસભ્યોની મળનારી બેઠક પહેલા પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને મુખ્યમંત્રી સાથે બેઠક કરશે. હાલ ધારાસભ્યોની આ બેઠક માટે એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ બેઠક ભાજપના ધારાસભ્યોની બેઠક છે, જે દર બે મહિને મળતી હોય છે. પહેલી એપ્રિલે વિધાનસભા સત્ર સમાપ્ત થઈ ગયું હતું ત્યારબાદ આ બેઠક મળવા જઈ રહેલ છે, જેમાં કોરોના મહામારી દરમિયાન ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલા કામ, આ સિવાય કોરોનાની સંભવીત ત્રીજી લહેર અંગેની તૈયારીઓ અને સાથે જ સરકાર અને સંગઠન અંગે ચર્ચા કરાશે.

પરંતુ સૂત્રો એવું પણ જણાવી રહેલા છે કે, સંગઠન અને સરકાર બંને યોગ્ય સંકલનથી ચાલે તે માટે ધારાસભ્યોની પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ બેઠક કરી રહેલા છે. એટલે કે હવે જોવું રહ્યું કે, ભૂપેન્દ્ર યાદવનો ગુજરાત પ્રવાસ અને ત્યારબાદ ધારાસભ્યોની બેઠક એ કેવા પરિણામો લાવે છે.
Published by: kiran mehta
First published: June 8, 2021, 9:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading