કાયદો - વ્યવસ્થાની સ્થિતિના પરિણામે ગુજરાત 'વિકાસ પ્રદેશ' તરીકે ઓળખાય છે : અમિત શાહ

News18 Gujarati
Updated: January 11, 2020, 12:43 PM IST
કાયદો - વ્યવસ્થાની સ્થિતિના પરિણામે ગુજરાત 'વિકાસ પ્રદેશ' તરીકે ઓળખાય છે : અમિત શાહ
અમિત શાહ

  • Share this:
ગાંધીનગર : કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરનાં સાંસદ અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓ સાયબર ક્રાઈમને અટકાવતી એપ્સ સહિતનાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત આવ્યા છે. આજે સવારે તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર જવા રવાના થયા હતાં. સાયબર ક્રાઈમને અટકાવતી એપ્સનાં લોકાર્પણ સમયે ગુજરાત પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યા હાજર રહ્યાં છે. ત્યારબાદ તેઓ ગાંધીનગર રેલવે સ્ટેશનની કામગીરીની પણ સમીક્ષા કરવાના છે. ગૃહમંત્રી અમિત શાહે  સાયબર ક્રાઇમનાં વિવિધ 5 એપ્સનો શુભારંભ કરાવ્યો છે.

'સાયબર ગુનાઓથી પીડાતાને સાચા અર્થમાં આશ્વસ્થ કરવાનું કામ કરશે'

આ અંગે અમિત શાહે જણાવ્યું કે, 'સાયબર આશ્વસ્ત' અનેક પ્રકારના સાયબર ગુનાઓથી પીડાતા આપણા નાગરિકોને સાચા અર્થમાં આશ્વસ્થ કરવાનું કામ કરશે'. આ સાથે તેમણે કહ્યું કે, 'કાયદો અને સુરક્ષાની પરિસ્થિતને કંટ્રોલમાં લેવા માટે ટેકનોલોજીનો ઉપયોગ જેટલી પ્રચૂર માત્રામાં થશે તેટલો જ નિયંત્રણ મેળવી શકાશે. આ અપ્રોચ જ્યારે અત્યારનાં આપણા વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં સૌથી પહેલા રહ્યું છે. ગુજરાત હંમેશા આ ક્ષેત્રમાં અગ્રણી રહ્યું છે. તેના પરિણામ સ્વરૂપે કેટલાય રાજ્યોમાં આ ક્ષેત્રની જાણકારી લેતા હોઇએ ત્યારે તેની શરૂવાત ગુજરાતથી થતી હોય તેવું પણ જોયું છે. આજે વિશ્વાસ અને આશ્વસ્ત બેની શરૂઆત ગુજરાત પોલીસને ગુનાઓ ઉકેલવા અને રોકવામાં મદદરૂપ થશે.'

આ પણ વાંચો : અમદાવાદ : Paytm,OLX, G-Payમાં એક જ દિવસમાં ઓનલાઇન છેતરપિંડીની 40 ફરિયાદથી હાહાકાર!

'આજે ગુજરાત 'વિકાસ પ્રદેશ' તરીકે ઓળખાય છે'

અમિત શાહે વધુમાં કહ્યું કે, '1980-90 ના દાયકામાં ગુજરાતને 'કોમી રમખાણોના પ્રદેશ' તરીકે ઓળખવામાં આવતું હતું, જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના પરિણામે આજે ગુજરાતને 'વિકાસના પ્રદેશ' તરીકે ઓળખવામાં આવે છે.''પોલીસે ગુનાનાં ચાર ડગલા આગળ રહેવું પડશે'

તેમણે જણાવ્યું કે, 'કાયદા વ્યવસ્થામાં આવી રહેલા નવા પડકારોને પહોંચી વળવા માટે સતત સક્ષમ અને જાગૃત ગૃહ વિભાગ રહ્યું છે. ગુનાઓનું સ્વરૂપ બદલાય તો પોલીસે પણ પોતાની જાતને ગુનેગારોથી ચાર ડગલા આગળ આવવું પડે. મને આનંદ છે કે આજે આ જ વિષયો પર ખુબ સુંદર રીતે સાયબર ક્રાઇમની વ્યવસ્થા ઉભી કરવાની નવી શરૂઆત થઇ છે.'
Published by: Kaushal Pancholi
First published: January 11, 2020, 12:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading